________________
૪૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર આત્મા જ છે. આત્મા જ પોતાની વીર્યશક્તિ દ્વારા આવી ચેષ્ટાઓ શરીરના માધ્યમે કરે છે અને આત્મા જ પોતાની જ્ઞાનશક્તિ દ્વારા સુખ અને દુ:ખની સંવેદના પણ કરે છે અને આત્મા જ્યારે શરીરમાંથી છૂટો પડે છે ત્યારે આ સર્વ પ્રવૃત્તિ અટકે છે. આ રીતે શાસ્ત્રવચનનો સહારો લઈ, જડ એવા શરીરમાં ક્રિયાની અન્યથા અનુપપત્તિ થતી હોવાથી જો આત્માનું અનુમાન કરવામાં આવે તો શરીરની ચેષ્ટા આદિની સંગતિ થઈ શકે અને આત્મા ન માનીએ તો તે સર્વની સંગતિ થઈ શકે નહિ. આથી જ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી યુક્તિ દ્વારા, આત્મા નામનો પદાર્થ છે” તથા તેનું સ્વરૂપ આવા પ્રકારનું છે, તેવું સમજી શકાય છે.
વળી, આ જગતમાં જેટલી વિવિધતા જોવા મળે છે, તેનું કોઈ સ્પષ્ટ કારણ જોવા મળતું નથી. જેમ કે, એક સાથે માતા બે બાળકને જન્મ આપે છે, તેમાં એક રૂપવાન છે, એક કુરૂપ છે. એક રોગી છે, એક નિરોગી છે. એક બુદ્ધિશાળી છે, એક બુદ્ધિવિહીન છે. એક પૂર્ણાગ છે, એક વિકલાંગ છે. એક સુખી છે, એક દુઃખી છે. આનું કારણ શું ? આ બધાનું કોઈ દેખીતું કારણ જણાતું નથી; પણ શાસ્ત્રમાં કહ્યું છે, “સ્વસ્વર્મઋતાવેશ: સ્વસ્વર્ગમુનો નર:1 મનુષ્ય માત્ર (જીવ માત્ર) પોતપોતાના કર્મથી કરાયેલા આવેશવાળા અર્થાત્ અવસ્થાવાળા હોય છે અને સૌ પોતપોતાના કર્મને જ ભોગવનારા હોય છે, તેથી આવા અનેક શાસ્ત્રવચનનો સહારો લઈ અનુમાન કરાય તો જરૂર સમજી શકાય કે, આ જગતની વિવિધતા અને વિચિત્રતાનું કારણ કર્મ જ છે. કર્મને માન્યા વિના આ વિવિધતાઓ કોઈ રીતે સંગત થઈ શકે તેમ નથી. આ રીતે શાસ્ત્રાધારે અનુમાન કરવામાં આવે તો અતીન્દ્રિય એવા કર્મનું અસ્તિત્વ અને તેનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય તેમ છે.
વળી, જન્મતા જ બાળકને સ્તનપાન કરવાની ખબર કઈ રીતે પડે છે ? દુઃખ આવે ત્યારે રડવાનું તેને કોણે શીખવાડ્યું છે ? અને બાળકમાં જે ભયાદિ લાગણીઓ દેખાય છે, તે શેના કારણે ? તેની વિચારણા પણ શાસ્ત્રાધારે કરવામાં આવે તો સમજાય કે, જીવમાં અનાદિકાળથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા પ્રવર્તે છે. આ સંસ્કારોને કારણે જ કોઈપણ પ્રકારના શિક્ષણ વિના જન્મતાં જ બાળકને આહાર કરવાનું, ભયની લાગણી વ્યક્ત કરવાનું વગેરે જ્ઞાન થઈ જાય છે. તેની આવી વિવિધ પ્રવૃત્તિઓના આધારે પૂર્વભવ કે ભવની પરંપરાનું અનુમાન જરૂર થઈ શકે છે. આ રીતે જગતુસ્થિતિનો વિચાર કરતાં આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ પદાર્થોનો પણ નિર્ણય થઈ શકે છે, કેમ કે, “આ સિવાય એટલે કે જો આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ ન માનીએ તો દૃશ્યમાન જગતની વિવિધતા અને વિચિત્રતા કોઈ રીતે સંગત થાય તેમ નથી, માટે આત્મા વગેરે માનવા જ જોઈએ' - આવી વિચારણા તે “અન્યથા અનુપપત્તિ' પ્રમાણ છે અને આત્મા, કર્મ, પુણ્ય, પાપ, પરલોક આદિ માનીએ તો જગતની વ્યવસ્થા બરાબર ઘટી જાય છે આવો તર્ક તે તથોડપત્તિ છે. ટૂંકમાં કહીએ તો તથોડપત્તિ એ અન્વયવ્યાપ્તિ સ્વરૂપ છે અને અન્યથા અનુપપત્તિ એ વ્યતિરેકવ્યાપ્તિ સ્વરૂપ છે.
આ રીતે તર્કશક્તિનો સહારો લઈને જો સમ્યગુ પ્રકારે આગમમાં કહેલા તત્ત્વોની વિચારણા કરવામાં આવે તો જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા, સ્વર્ગ-નરક, સંસાર-મોક્ષ, આત્મા, આત્માના જ્ઞાનાદિ અનંત ગુણો, એનું આવરણ કરનારા કર્મો, એ કર્મોનો ધર્મસાધના દ્વારા થતો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય, એના યોગે આત્માના ગુણોનું આંશિકરૂપે કે પૂર્ણરૂપે !
કે પૂર્ણરૂપે પ્રગટીકરણ - આ બધા જ પદાર્થોનાં અસ્તિત્વનો નિર્ણય અને તેના સ્વરૂપનો કંઈક અવબોધ પણ થઈ શકે છે. હાલ 1. જ્ઞાનસાર ૧૬/૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org