________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર પામે છે. આત્માદિ અતીન્દ્રિય પદાર્થો પ્રત્યેનો સંશય છેદાય છે. આત્મા માટે હિતકારક શું અને અહિતકારક શું એ સંબંધી જે વિપર્યાસ પ્રવર્તતો હતો તે દૂર થાય છે. આત્માનું સહજ સુખ કેવી રીતે પ્રાપ્ત થશે તેનું ઊંડાણથી ચિંતન ચાલું થાય છે. આ રીતે, જે ચિત્તમાંથી તત્ત્વચિંતનના પરિણામે સંશય, વિપર્યય, અનધ્યવસાય આદિ મલિનતા નાશ પામી ગઈ હોય તેવા નિર્મળ ચિત્તને, રૂઢિ અર્થ કરવામાં નિપુણ વિદ્વાનો ‘અધ્યાત્મ’ તરીકે સ્વીકારે છે.
૨૬
યોગબિન્દુ, ષોડશક આદિ ગ્રન્થોમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. એ યોગના જે પાંચ ભેદો બતાવ્યા છે, તેમાં ‘અધ્યાત્મ, પહેલો ભેદ છે. તેની વ્યાખ્યા કરતાં તેઓશ્રીએ પણ આ જ વાત જણાવી છે. તેઓશ્રીએ કહ્યું છે કે,
औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् ।
મેશ્ચાલિસારમત્વન્તમધ્યાત્મ તદ્વિ વિપુઃ ।। રૂ૮ ।। યોગબિન્દુ ।।
જે સાધકે પોતાના પૂર્ણ ઔચિત્યનું પાલન કરીને, પોતાની શક્તિ અને ભૂમિકાનુસાર અણુવ્રતો કે મહાવ્રતો સ્વીકાર્યા હોય, તેવો સાધક મૈત્રી આદિ ચારે ભાવનાઓથી ભાવિત બની, આગમ પ્રમાણે તત્ત્વનું ચિંતન કરતો હોય, તો તેનું આવું ચિંતન ‘અધ્યાત્મ’ નામનો યોગ કહેવાય છે.’
પ.પૂ. આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ અધ્યાત્મને ત્રણ વિશેષણોથી વર્ણવ્યું છે અને ગ્રંથકારશ્રી મહામહોપાધ્યાયજીએ પણ રૂઢિ અર્થ ક૨વામાં કુશળ વિદ્વાનો શેને અધ્યાત્મ કહેશે તે વર્ણવતા ત્રણ વિશેષણો દર્શાવ્યાં છે. બન્ને મહાત્માઓ જુદા જુદા શબ્દોના પ્રયોગથી એક જ પદાર્થનો બોધ કરાવે છે.
તેમાં (૧) ‘ઔચિત્યાર્ વૃત્તયુવત્તસ્ય' ને દર્શાવવા ગ્રંથકારશ્રીએ ‘વાઘવ્યવહારોપįતિમ્' એવો શબ્દ પ્રયોગ કર્યો છે. બન્ને વ્યાખ્યાઓમાં આ વિશેષણ ઉચિત આચારો ઉપર ભાર મૂકે છે. ઉચિત આચારોના પાલનથી સમ્યક્ ચારિત્રની ભૂમિકા અને પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે.
(૨) ‘મૈત્રાવિસારમ્' ને દર્શાવવા અહીં ‘મૈાવિવસિતમ્' એવો શબ્દ વપરાયો છે. મૈત્રી આદિ ભાવનાઓથી સમ્યગ્દર્શનની ભૂમિકા અને પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે.
(૩) ‘વવનાત્તપિત્તનમ્' નો બોધ કરાવવા ગ્રંથકારશ્રીએ ‘નિર્મરું એવું વિશેષણ મુક્યું છે. સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વચિંતન કરવાથી ચિત્ત નિર્મળ થાય છે. જેનાથી સમ્યજ્ઞાનની ભૂમિકા નિષ્પન્ન થાય છે અને આ જ તત્ત્વચિંતનથી સમ્યજ્ઞાનની પરાકાષ્ઠા પણ પ્રાપ્ત થાય છે.
આમ ‘અધ્યાત્મ'ની આ વ્યાખ્યામાં સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાયેલો છે. આવા અધ્યાત્મથી જ્યારે સાધકનું જીવન વાસિત બને છે ત્યારે તેને આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે અને આવો આત્મભાવનો અનુભવ જ સાધકને પરમશુદ્ધ બનાવે છે. I॥૩॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org