________________
અધ્યાત્મનું લક્ષણ – ગાથા-૩
૨૫
સુખ-દુ:ખ કે સારા-નરસાનો પરિણામ તે મોહજન્ય વિકારોથી ઉત્પન્ન થયેલી મારી કલ્પના માત્ર છે. વાસ્તવમાં તો સંક્લેશ અને આકુળતા વગરનું મારું ચિત્ત એ જ સુખ છે અને સંક્લેશ કે આકુળતાવાળું મારું ચિત્ત એ જ દુ:ખ છે.” આવું વિચારી સંસારના જડ કે જીવ સર્વ ભાવો પ્રત્યે ઉપેક્ષા કેળવવી તે ઉત્તમ પ્રકારની માધ્યચ્ય ભાવના છે. અપેક્ષાએ જોવા જઈએ તો આ પરમ ઉપેક્ષા એ જ ઉચ્ચતર ભૂમિકાને અધ્યાત્મ છે, કેમકે આવા પ્રકારના માધ્યચ્યભાવ વિના સંસારના ભાવોથી ચિત્ત વિરામ પામતું નથી, તેથી મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત ચિત્તને અધ્યાત્મ કહ્યું છે. २. 'बाह्यव्यवहारोपबृंहितम्'
અધ્યાત્મ માટે ઉપકારક બને તેવા ચિત્તનું નિર્માણ કરવામાં ભાવનાઓની સાથે ઉચિત બાહ્ય વ્યવહાર પણ જરૂરી છે, આથી રૂઢિમાન્ય અર્થ રજુ કરતાં ગ્રંથકારશ્રીએ ચિત્તનું બીજું વિશેષણ આપ્યું “વાસ્થવ્યવહારોપવૃદિતમ્ - બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું.”
અહીં બાહ્ય વ્યવહાર એટલે આત્માના જ્ઞાન, દર્શન કે ચારિત્રગુણને પુષ્ટ કરે તેવા તે તે ભૂમિકાને અનુરૂપ સર્વ પ્રકારના બાહ્ય આચારો. જેમકે જ્ઞાનગુણની પ્રાપ્તિ કે વૃદ્ધિ માટે શાસ્ત્રમાં દર્શાવેલા જ્ઞાનના આઠ આચારોનું પાલન કરવું; સંયમગુણની વૃદ્ધિ માટે સમિતિ, ગુપ્તિ કે દશધા સામાચારીનું પાલન કરવું; ગુરુ આદિનો વિનય, વૈયાવચ્ચાદિ કરવા કે આવા પોતપોતાની ભૂમિકાને અનુરૂપ જે કોઈ ઉચિત આચારો હોય તે કરવા, તે સર્વે બાહ્ય વ્યવહાર કહેવાય છે.
અપુનબંધક અવસ્થાથી માંડી છેક કેવળીની અવસ્થા સુધીનાં ઉચિત કાર્યો જ્ઞાન આદિ ગુણોની વૃદ્ધિ કરી આત્માને છેક મોક્ષ સુધી અર્થાત્ સ્વભાવમાં સ્થિર થવા સુધી પહોંચાડે છે, આથી જ આવા બાહ્ય વ્યવહાર કરવા માટે ઉલ્લસિત થયેલા ચિત્તને અથવા બાહ્ય વ્યવહાર દ્વારા જ્ઞાનાદિ ગુણોથી પુષ્ટ થયેલા ચિત્તને પણ રૂઢિથી અધ્યાત્મ કહેવાય છે. રૂ. “નિર્મ'
મૈત્રી આદિ ભાવોના અભ્યાસથી સાધક આત્માનું ચિત્ત સ્વાર્થ, સંકુચિત વૃત્તિ, ઇર્ષાના પરિણામ, હૈયાની કઠોરતા, અનુકૂળતા પ્રત્યેના રાગ અને પ્રતિકૂળતા પ્રત્યેના દ્વેષથી ધીરે ધીરે મુક્ત થાય છે. અનાદિકાળથી ચિત્તને કલુષિત કરનારા ભાવોથી મુક્ત થવાને કારણે ચિત્ત વિશુદ્ધ બને છે. વળી બાહ્ય આચરણાઓ દ્વારા તે જ્ઞાનાદિ ગુણોથી પણ યુક્ત બને છે. આવું પણ ચિત્ત જો નિર્મળ હોય તો જ તેને અધ્યાત્મસ્વરૂપે સ્વીકારી શકાય, તેથી ચિત્તનું ત્રીજું વિશેષણ ‘નિર્મ×” આપ્યું છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના મળ વિનાનું ચિત્ત “નિર્મળ” કહેવાય છે. અનાદિકાળથી જીવની વિચારસરણી રાગાદિ દોષોથી દૂષિત અજ્ઞાની વ્યક્તિઓના વચનના આધારે કરાતાં અતત્ત્વચિંતનથી અને વૈષયિક પરિણતિથી ઘડાયેલી હોય છે. આવી અવાસ્તવિક અને પરિણામે દુ:ખદ નીવડે એવી વિચારસરણીથી મન મલિન થાય છે. જીવનમાં મોહનાં પડેલો જ્યારે કાંઈક નબળાં પડે છે ત્યારે તે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના વચનના આધારે જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થરૂપે ઊંડું ચિંતન કરે છે, તેનાથી મિથ્યાત્વનો મલ નાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org