________________
૨૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
કરુણા ભાવના : “શરૂUT સુદામોક્ષતઃ'
બીજાનાં દ્રવ્ય કે ભાવ દુ:ખોને જોઈને તેનાં તે તે દુ:ખને દૂર કરવાની ભાવના તે કરુણા ભાવના છે. ભૂખથી પીડાતા, રોગથી રીબાતા, દીન, અનાથ વગેરે જીવોને અન્ન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ આપી, તેમના દુ:ખને દૂર કરવાની ઇચ્છા તે દ્રવ્યકરુણા છે અને રાગાદિ અંતરંગ શત્રુઓથી પીડાતા જીવોને તેમાંથી મુક્ત કરવાની અભિલાષા તે ભાવકરુણા છે. આમ બાહ્ય કે આંતરિક કોઈપણ પ્રકારનાં દુ:ખોને તત્ત્વદૃષ્ટિથી દૂર કરવાની તાલાવેલી તે કરુણા ભાવના છે.
આ ભાવનાના પરિણામે સાધકમાં પરોપકાર કરવાની વૃત્તિ ખીલતી જાય છે. મિથ્યાત્વ, અવિરતિ કષાયો કે પ્રમાદથી ઘેરાયેલા જીવો ઉપર પણ તેને દ્વેષ નથી થતો; પરંતુ તેમના પ્રત્યે પણ ચિત્ત કરુણાસભર રહે છે. આ રીતે હૈયાની કઠોરતા દૂર થતાં સાધકની સહિષ્ણુતા વધતી જાય છે અને તેના બાહ્ય આચારો વિશેષ પ્રકારે જયણાપ્રધાન બને છે. કરુણાન્વિત ચિત્ત અલ્પક્ષયોપશમ કે હનગુણવાળાને જોઈને પણ અકળાઈ જતું નથી, પણ તેમનાં તે તે દુ:ખો અને દોષોને દૂર કરવાનો ભાવ ધબકતો રાખે છે. અન્યના અંતરંગ દોષોને દૂર કરવાની ભાવનારૂપ કરણા સ્વ-દોષના નાશમાં પણ નિમિત્ત બને છે અને સ્વ દોષના નાશનો આ પ્રયત્ન જ સાધકને આધ્યાત્મિક માર્ગે આગળ વધારે છે, માટે કરુણાભાવયુક્ત ચિત્તને અહિ અધ્યાત્મ કહ્યું છે. માધ્યસ્થ ભાવના “પેક્ષા રોષમાધ્યશ્મ
માધ્યશ્મ' શબ્દનો અર્થ છે રાગ-દ્વેષની મધ્યમાં રહેવું. તેથી સારા કે ગમતા પદાર્થોમાં રાગ અને નરસા કે અણગમતા પદાર્થોમાં દ્વેષ ન કરવો તે માધ્યચ્ય ભાવના છે. આ ભાવનાનું ક્ષેત્ર અતિ વિશાળ છે. જગતના જીવ કે જડ સર્વ ભાવો પ્રત્યે માધ્યચ્ય રહેવું તેની ઉપેક્ષા કરવી તે આ ભાવનાનું અંતિમ લક્ષ્ય છે.
આવા અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા જ પ્રારંભિક ભૂમિકામાં જેઓ અવિનીત હોય, દોષવાન હોય, સેંકડો પ્રયત્ન કરવા છતાં જેઓ સુધરી શકે તેમ ન જ હોય, વળી જેઓ નિ:શંકપણે ક્રૂર કર્મ કરનાર હોય, દેવગુરુના નિંદક હોય અને પોતાની પ્રશંસા કરતા હોય તેવા જીવોની કર્મસ્થિતિ અને ભવસ્થિતિનો વિચાર કરી તેવા જીવો ઉપર ન રાગ કરવો; કે ન વેષ કરવો; પરંતુ તેમની ઉપર કરુણા જીવંત રાખી ક્યારેક યોગ્ય અવસરની રાહ જોઈ તેવો અવસર ન આવે ત્યાં સુધી તેમની ઉપેક્ષા કરવી તે પ્રાથમિક કોટિની માધ્યચ્ય ભાવના છે.
આગળની ભૂમિકામાં સંસારના સર્વ સુખો હંમેશા દુઃખથી સંકળાયેલા જ હોય છે, તેથી સંસારના દુ:ખ કે સંસારના સુખમાં કોઈ ભેદ નથી એવી વિચારણા દ્વારા સંસારના સુખો પ્રત્યે પણ નિર્વેદ કેળવી, સંસારના સુખો અને તેના સાધનોની ઉપેક્ષા કરવાની છે. આમ માધ્યચ્ય ભાવનામાં દોષિતની ઉપેક્ષાથી આગળ વધીને ભૌતિક સુખ અને તેની સામગ્રીની ઉપેક્ષા પણ સમાઈ જાય છે.
‘પરમાર્થથી સંસારના કોઈ પદાર્થો સારા પણ નથી કે નરસા પણ નથી, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ મને સુખ કે દુઃખ આપી શકતી નથી. કોઈ જડ પદાર્થો કે કોઈ જીવો મારામાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org