________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૪
અવતરણિકા :
પૂર્વમાં બતાવેલી બન્ને પ્રકારની અધ્યાત્મની વ્યાખ્યા કયા નયને (દષ્ટિકોણને) સામે રાખીને કરી છે, તે હવે જણાવે છેશ્લોક :
एवम्भूतनये ज्ञेयः, प्रथमोऽर्थोऽत्रं कोविदैः।
यथायथं द्वितीयोऽर्थो, व्यवहारर्जुसूत्रयोः ||४|| શબ્દાર્થ :
9. સત્ર - અહીં = બીજા અને ત્રીજા શ્લોકમાં બતાવેલા “અધ્યાત્મના બે અર્થમાં ૨. હોવિન્ટે: - પંડિતો વડે રૂ/૪. પ્રથમ: અર્થ:પહેલો અર્થ છે. વિભૂતન - એવંભૂતનયવિષયક છે ૬. શેય: - (તેમ) જાણવા યોગ્ય છે. ૭૮, દ્વિતીય: ૩૫ર્થ:- (અને) બીજો અર્થ ૧. યથાયથં - યથાયોગ્ય રીતે-જે રીતે ઘટે તે રીતે ૧૦. વ્યવહારર્નસૂત્રયો - વ્યવહાર અને જુસૂત્રવિષયક છે (તમ) જાણવું. શ્લોકાર્થ :
બીજા અને ત્રીજા શ્લોકમાં જણાવેલા “અધ્યાત્મના બે અર્થોમાં પંડિતોએ પ્રથમ અર્થ એવંભૂતનય પ્રમાણે જાણવો અને બીજો અર્થ જે રીતે ઘટે તે રીતે વ્યવહાર અને ઋજુસૂત્રનયાનુસાર છે તેમ જાણવું. ભાવાર્થ :
પૂર્વના બે શ્લોકોમાં જે અલગ અલગ “અધ્યાત્મની વ્યાખ્યા કરી છે, તે અલગ અલગ નયને સામે રાખીને કરવામાં આવી છે. તેમાં શબ્દયોનાર્થ નિપુણોએ જે વ્યાખ્યા કરી છે તે સાતે નયોમાં છેલ્લા એવંભૂતનય અનુસાર કરાઈ છે. જ્યારે રૂઢિ પ્રમાણે અર્થ કરવામાં કુશળ વિદ્વાનોએ “અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહારનય અને ઋજુસૂત્રનય અનુસાર કરી છે. વિશેષાર્થ :
અધ્યાત્મ શું છે તે જણાવવા ગ્રન્થકારશ્રીજીએ અધ્યાત્મની બે વ્યાખ્યા કરી. તેમાં પ્રથમ વ્યાખ્યા એવંભૂતનયની માન્યતા પ્રમાણે છે અને બીજી વ્યાખ્યા યથાયોગ્ય રીતે વ્યવહારનય અને ઋજુસૂત્રનયની દૃષ્ટિએ કરવામાં આવી છે.
અલગ અલગ નથી કરાયેલી આ બંને વ્યાખ્યાઓને સમજવા માટે સૌ પ્રથમ “નય શું છે અને તેના કેટલા પ્રકારો છે ? તે સમજવું જરૂરી છે. સામાન્યથી કહીએ તો “નય' એટલે વસ્તુને જોવાનો એક દૃષ્ટિકોણ.
કોઈપણ વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોય છે અને તેને જોવાના, જાણવાના સમજવાના કે રજૂ કરવાના અનેક દૃષ્ટિકોણ હોય છે. વસ્તુ સ્વયં અનેક સ્વરૂપવાળી હોવાના કારણે એક દૃષ્ટિકોણથી જોતાં વસ્તુનું એક સ્વરૂપ જણાય તો બીજા દૃષ્ટિકોણથી જોતાં વસ્તુ કોઈ અન્ય સ્વરૂપે પણ દેખાય. ક્યારેક એવું પણ બને કે જુદા જુદા દૃષ્ટિકોણથી વસ્તુનું જ સ્વરૂપ જણાય તે પરસ્પર વિરોધી પણ લાગે. જેમ કે, એક અપેક્ષાએ આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org