________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૩
અવતરણિકા :
શબ્દની વ્યુત્પત્તિ અનુસાર અર્થ કરવામાં કુશળ વ્યક્તિઓ કોને અધ્યાત્મ કહે છે તે જણાવી હવે લોકઢિ પ્રમાણે અર્થ કરનારા વિદ્વાનો “અધ્યાત્મ' શબ્દનો શું અર્થ કરે છે તે જણાવે છેશ્લોક :
रूट्यर्थनिपुणांस्त्वाहुष्टिात्तं मैत्र्यादिवासितम् ।
अध्यात्म निर्मलं बाह्यव्यवहारोपबृंहितम् ||३|| શબ્દાર્થ :
9. 1 - વળી ૨. હૃચર્થનિપુNTI: -'રૂઢિ પ્રમાણે અર્થ કરવામાં નિપુણ (વિદ્વાનો) રૂ. મૈચારિવાસિતમ્ - મૈત્રી આદિથી વાસિત ૪, વાધવ્યવહારોપવૃદિત - બાહ્ય વ્યવહારથી પુષ્ટ છે. નિર્મ- નિર્મળ ૬. વિત્ત - ચિત્તને ૭. અધ્યાત્મ - અધ્યાત્મ ૮, દુ: - કહે છે.
શ્લોકાર્થ :
વળી રૂઢિ પ્રમાણે શબ્દનો અર્થ કરવામાં કુશળ વિદ્વાનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવનાથી વાસિત, બાહ્ય વ્યવહારથી પુષ્ટ, અને નિર્મળ એવા ચિત્તને અધ્યાત્મ કહે છે. ભાવાર્થ :
શબ્દ સ્પર્શી અર્થ કરવામાં કુશળ વિદ્વાનોની દૃષ્ટિમાં અધ્યાત્મ એટલે “પંચાચારની ચારિમા'; જ્યારે લોકરૂઢિ પ્રમાણે અર્થ કરવામાં કુશળ વિદ્વાનોની દૃષ્ટિમાં અધ્યાત્મ એટલે “આત્મા સંબંધી ચિંતન.' લોક વ્યવહારને અનુસરનારા આ વિદ્વર્જનોના મતે તો જે નિર્મળ ચિત્ત આત્મશુદ્ધિ માટે બાહ્ય આચારો કરવામાં તત્પર હોય અને મૈત્રી આદિ ભાવનાઓથી જે ભાવિત થયેલું હોય તે જ ચિત્ત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું મુખ્ય સાધન છે, તેથી તેઓ આવા ચિત્તને જ “અધ્યાત્મ' કહે છે. વિશેષાર્થ :
પૂર્વમાં જોયું કે શબ્દના અર્થ કરવાની અનેક પદ્ધતિઓ હોય છે. પૂર્ણપણે તર્કબદ્ધ (Logical) એવી સંસ્કૃત ભાષામાં તો પ્રત્યેક શબ્દનો યથાર્થ અર્થ કેવી રીતે પ્રાપ્ત કરવો અને એક જ શબ્દના કેવા કેવા અર્થો થઈ શકે તે જણાવવા માટે પણ અનેક ગ્રંથો રચાયા છે. આ ગ્રંથોના આધારે એક જ શબ્દના અનેક અર્થો તો થઈ શકે, પણ સંદર્ભથી કયા શબ્દોનો કયો અર્થ સ્વીકારવો તે હંમેશા વિચારણીય બને છે. “અધ્યાત્મ' શબ્દનો અર્થ બતાવતાં ગ્રન્થકારે પણ પ્રથમ અતિસૂક્ષ્મ દૃષ્ટિએ માત્ર શબ્દસ્પર્શી અર્થને (literal aspect) જ સ્વીકારનારા વિદ્વાનો “અધ્યાત્મ' કોને કહે છે તે જણાવ્યું, હવે તેઓ રૂઢિ-અર્થ-નિપુણો અર્થાત્ લોકવ્યવહાર અનુસાર શબ્દનો વ્યવહારુ (conventional, popular) અર્થ કરવામાં કુશળ વિદ્વાનો કોને “અધ્યાત્મ કહે છે તે જણાવે છે.
Jain Education Interational
For Personal Private Use Only
www.jainelibrary.org