________________
૨૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
કારણ બને છે. આમ પ્રારંભિક કક્ષામાં બાહ્ય આચારની સૂક્ષ્મતા અને શ્રેષ્ઠતામાં પંચાચારનું સૌષ્ઠવ છે, જ્યારે સાધનાની પરાકાષ્ઠામાં અત્યંતર પરિણતિરૂપ બનેલ પંચાચારનું સૌષ્ઠવ જ મુખ્ય બને છે. સાધનાક્ષેત્રમાં બન્ને પ્રકારનું બાહ્ય આચારોનું અને પરિણતિનું સૌષ્ઠવ આવશ્યક છે.
અત્યંત સૂક્ષ્મતાથી પદાર્થનો વિચાર કરનારા અને શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરવામાં કુશળ વિદ્વાનો તો પંચાચારના આવા શ્રેષ્ઠ પાલનને જ અધ્યાત્મ કહે છે, આથી જ અધ્યાત્મ કોને કહેવાય તે જણાવવા તેમણે પઠ્ઠીવારપરિમ” શબ્દનો પ્રયોગ કર્યો છે. પંચાચારની ચારિમા એટલે પંચાચારનો પ્રકર્ષ, તેનું સૌષ્ઠવ, તેની શ્રેષ્ઠતા. પંચાચારની આ ચારિમાં બે પ્રકારની હોય છે, (૧) નિરતિચારરૂપ શ્રેષ્ઠતા અને (૨) અક્ષેપ-ફળસાધકતારૂપ શ્રેષ્ઠતા.
પંચાચારનું પાલન શાસ્ત્રમાં જે પ્રકારે કરવાનું કહ્યું છે તે જ પ્રકારે કરવું, તેમાં ક્યાંય ખામી ન આવવા દેવી, તે પ્રથમ પ્રકારની પંચાચારની શ્રેષ્ઠતા છે. આવું શ્રેષ્ઠ-નિરતિચારરૂપ પંચાચારનું પાલન છઠ્ઠા તથા સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે.
આત્મભાવમાં સ્થિર થવાના એકમાત્ર લક્ષ્ય પૂર્વક જ્યારે આ પાંચે આચારોનું પાલન અત્યંત દઢતા પૂર્વક અને સૂક્ષ્મ પણ અતિચાર ન લાગે તેવી રીતે થાય, ત્યારે ગુણસ્થાનકની ઉચ્ચ ભૂમિકા ઉપર જીવ આરૂઢ થાય છે, ક્ષપકશ્રેણિ પ્રારંભાય છે, ઘાતી કર્મના પડલો ભેદાય છે, યોગ નિરોધ દ્વારા અઘાતી કર્મનો પણ નાશ થાય છે અને સાધનાના અંતિમ સોપાનસ્વરૂપ ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી સાધક આત્મભાવમાં સ્થિર થાય છે. ત્યારપછી તુરંત જ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. જે પંચાચા૨નું પાલન આવી ઉચ્ચતમ ભૂમિકાએ પહોંચાડે તે બીજા પ્રકારનું શ્રેષ્ઠ પંચાચારનું પાલન કહેવાય છે.
બે વિવિધ દૃષ્ટિકોણ અપનાવી પંચાચારની શ્રેષ્ઠતા બાબત વિચારીએ તો જણાય કે વ્યવહાર નથી જ્ઞાનાદિ પાંચેય આચારોનું નિરતિચાર પાલન એ પંચાચારની ચારિમા છે અને નિશ્ચયનયથી જ્ઞાનાદિ પાંચેયનું આત્મભાવસ્વરૂપે સર્વથા પરિણમન એ પંચાચારની ચારિમા છે.
પ્રાથમિક ભૂમિકામાં વ્યવહારનય સાપેક્ષ પંચાચારની ચારિમા પ્રાપ્ત કરવાની છે અને ઉપરની ભૂમિકામાં નિશ્ચયનય સાપેક્ષ પંચાચારની ચારિમા પ્રગટાવવાની છે, એમ ઉભયનય સાપેક્ષ પંચાચારની ચારિમાને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. સાધક જ્યારે એક માત્ર આત્માને લક્ષ્ય બનાવીને વ્યવહાર સાપેક્ષ પંચાચારની ચારિમાથી આગળ વધીને નિશ્ચય સાપેક્ષ પંચાચારની ચારિમાને પ્રાપ્ત કરે છે ત્યારે તેને શબ્દ યોગાર્થમાં કુશળતા ધરાવતા વિદ્વાનો “અધ્યાત્મ' કહે છે.
આ સંદર્ભમાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે અહીં મુખ્ય વાત છેઃ આત્મહિતનું લક્ષ્ય, તેથી તે વિના કોઈક ભૌતિક આશંસાથી કદાચ બાહ્યથી અતિ સુંદર જણાય તેવું પંચાચારનું પાલન થતું હોય તો પણ તેને અધ્યાત્મ નહીં કહેવાય.
આ સિવાય “અધ્યાત્મ' શબ્દ દ્વારા તેના અર્થ સુધી પહોંચવાની બીજી પણ પદ્ધતિઓ છે. જેને ગ્રન્થકાર આગળના શ્લોકમાં બતાવશે. મેરી
5. વારુ શબ્દને ભાવમાં રુમન્ પ્રત્યય લાગવાથી ગરિમાં એવું રૂપ પૃથ્વારિમવા ૭/૧/૫૮ સૂત્રાનુસાર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org