________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૨
કેમકે તેની ઉપર કર્મનું આવરણ હોય છે. “સિદ્ધો જેવું જ મારું સ્વરૂપ છે. મારા આવા શુદ્ધ સ્વરૂપને મારે પ્રાપ્ત કરવું છે. અનંત જ્ઞાનાદિ ગુણોને મારે પ્રગટ કરવા છે. અનંતો આનંદ મારે માણવો છે.” આવા સંકલ્પ દ્વારા રાગાદિ દોષોને દૂર કરી આત્મિક ગુણોને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બાંધી આત્માને શુદ્ધ કરવાના ઉપાયરૂપે જે ક્રિયા કરાય, તેને અધ્યાત્મ કહેવાય છે.
સામાન્યથી વિચારણા કરીએ તો આત્માના લક્ષ્યવાળી આવી પ્રવૃત્તિ અપુનબંધક અવસ્થાની પ્રાપ્તિ થયા પછી જ શરૂ થાય છે, કેમ કે, જ્યાં સુધી મોહની માત્રા તીવ્ર હોય છે, ત્યાં સુધી કોઈપણ જીવ આત્મા સંબંધી ક્રિયા તો શું વિચાર પણ કરી શકતો નથી. મોહ જ્યારે નબળો પડે છે અને સાધક અપુનબંધક અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારપછી જ આત્મશુદ્ધિનું લક્ષ્ય બંધાય છે અને આ લક્ષ્યવાળી તેમની તે ક્રિયા જ “અધ્યાત્મ કહેવાય છે, આમ છતાં અહીં મોહના જોરને કારણે સર્જાશે આત્મહિતકર પ્રવૃત્તિઓ થતી નથી અને સર્વ પ્રવૃત્તિઓ આત્મલક્ષી પણ હોતી નથી. તેથી વ્યુત્પત્તિને પ્રધાન માનનારા વિદ્વાનો તે અવસ્થામાં પણ અધ્યાત્મ છે, તેવું માનતા નથી. તેઓ તો ત્યાં જ “અધ્યાત્મ માને કે, જ્યાં સાધક સંસારના સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન બની, સમતાની ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરે અને આત્માને આશ્રયીને જ પંચાચારના પ્રકર્ષને પ્રાપ્ત કરે.
પંચાચાર એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને, અથવા તેના જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવાના શાસ્ત્રોક્ત પાંચ પ્રકારના આચારો. તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર : આ પાંચ આચારોનો સમાવેશ થાય છે. ભૂમિકા ભેદે આ આચારો પણ અનેક પ્રકારના હોય છે. જ્યારે તે આચારોનો પ્રકર્ષ પ્રગટે છે ત્યારે જ તેને શબ્દ-યોગાર્થ-નિપુણો અધ્યાત્મ કહે છે. સર્વ સાધકોએ પોતાની પંચાચારની સાધનાનો પ્રારંભ કરી પંચાચારના આવા પ્રકર્ષ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવાનું હોય છે.
2. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસ જેઓ હવે પુન:બાંધવાના નથી, તેવી ભૂમિકા સુધી પહોંચેલા સાધકને અપુનબંધક કહેવાય
છે. તેને ઓળખવાના ત્રણ લક્ષણો શાસ્ત્રમાં જણાવ્યા છે. (૧) પાપ તીવ્રભાવે ન કરે. (૨) સંસાર પ્રત્યે બહુમાન ન હોય. (૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક વર્તન કરે. આટલો આત્મવિકાસ કરેલો આત્મા જ વાસ્તવિક ધર્મમાર્ગ માટે યોગ્ય ગણાય છે. पावं न तिव्वभावा कुणइ ण बहुमन्नइ भवं घोरं । उचियट्ठिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधोत्ति ।।१३।।
- યોગાશત || 3. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्म जगुर्जिनाः ।।२।२।।
- અધ્યાત્મસારે || જેના ઉપરથી મોહનો અધિકાર ચાલ્યો ગયો હોય તેવા વ્યક્તિઓની આત્માને આશ્રયીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તે ક્રિયાને જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. अपुनर्बन्धकाद्यावद् गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत् क्रियाध्यात्ममयी मता ।।२/४।।
- અધ્યાત્મસારે || પહેલા ગુણસ્થાનકની અપુનર્બન્ધક અવસ્થાથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીની જેટલી ધર્મક્રિયા છે તે ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ બનતી જતી બધી ક્રિયા અધ્યાત્મમય મનાય છેઅર્થાત્ અધ્યાત્મસ્વરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org