________________
૧૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
જ્ઞાનાચાર :
કોઈપણ વસ્તુનો યથાર્થ બોધ જ્ઞાનથી થાય છે. આ જ્ઞાનગુણની પ્રાપ્તિ કે જ્ઞાનનો અવરોધ કરનારા કર્મોનો ક્ષય કે ક્ષયોપશમ જેનાથી થાય તેવી પ્રવૃત્તિને જ્ઞાનાચાર (જ્ઞાનના આચાર) કહેવાય છે. જેમકે શાસ્ત્ર અધ્યયન માટે જે સમય છે તે સમય સાચવી, ગુરુના વિનયપૂર્વક, અત્યંત બહુમાનથી, જરૂરી તપાદિ અનુષ્ઠાનો કરી, શુદ્ધ શબ્દોચ્ચારપૂર્વક, અર્થની વિચારણા સાથે શાસ્ત્ર અધ્યયન કરવું વગેરે ૮ પ્રકારના જ્ઞાનાચાર છે, પરંતુ માત્ર શાસ્ત્ર ભણવું અને જ્ઞાન પ્રાપ્તિ માટેના શાસ્ત્રીય નિયમો ન પાળવા તે જ્ઞાનાચાર નથી. કેમ કે એ રીતે ભણવાથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ આચારના પાલનપૂર્વક જો શાસ્ત્ર અધ્યયન થાય તો સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રો સભ્યજ્ઞાનસ્વરૂપે પરિણામ પામે છે. તે સમ્યજ્ઞાન સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવી સાધકને આત્મસ્વરૂપનો બોધ કરાવવા સમર્થ બને છે. વળી, સમ્યજ્ઞાન સ્વરૂપ દીપકના સહારે સાધક પોતાના સ્વરૂપને અને સ્વરૂપનું આવરણ કરનારા દોષોને જોઈને, તે દોષોના નાશ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની દિશામાં આગળ વધી શકે છે.
દર્શનાચાર :
‘જગતના દરેક પદાર્થો સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માએ જેવા બતાવ્યા છે તેવા જ છે' - આવી અડગ શ્રદ્ધા એટલે જ સમ્યગ્દર્શન. આ ગુણને પ્રગટાવવા, ટકાવવા, સુદૃઢ અને સુનિર્મળ ક૨વા જિનપ્રણીત તત્ત્વોમાં નિઃશંક રહેવું; અન્ય મતની કાંક્ષા ન કરવી વગેરે ૮ પ્રકારના આચારોનું પાલન કરવું તે દર્શનાચા૨ છે.
આ આચારના પાલનથી તત્ત્વરુચિમાં વિઘ્ન કરનારા મિથ્યાત્વ મોહનીય આદિ કર્મો નાશ પામે છે અને તત્ત્વની શ્રદ્ધા પ્રગટે છે. જેના પરિણામે આત્મા, પુણ્ય, પાપ, પરલોક અને મોક્ષ જેવા અતીન્દ્રિય પદાર્થો ઉપર પણ સાધક તીવ્ર શ્રદ્ધાવાળો બની અધ્યાત્મના માર્ગે દૃઢતાપૂર્વક આગળ વધી શકે છે. ચારિત્રાચાર :
પૌદ્ગલિક ભાવોથી ૫૨ થઈને આત્મભાવમાં સ્થિર થવું તે ચારિત્ર છે. આ ગુણને પ્રાપ્ત કરાવે તેવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ૮ આચારો તે ચારિત્રાચાર છે. જે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટે છે અને સર્વથા આ કર્મનો ક્ષય કરાવી આત્મભાવમાં સ્થિરતારૂપ ચારિત્રગુણની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બને છે.
આત્મ-સન્મુખતાપૂર્વક નિર્દમ્ભપણે થતા સમિતિ-ગુપ્તિસ્વરૂપ ચારિત્રાચારના પાલનમાં જેમ જેમ સૂક્ષ્મતા અને દઢતા આવે છે તેમ તેમ સાધક બાહ્યભાવોથી નિવૃત્ત થતો જાય છે. પરિણામે બાહ્ય વિષયોથી નિવૃત્ત થયેલી ઇન્દ્રિયો અને સંકલ્પ-વિકલ્પથી રહિત બનેલું મન આત્મધ્યાન માટે સમર્થ બને છે.
તપાચાર :
ફળની અપેક્ષાએ વિચારીએ તો જે કર્મને તપાવે, કર્મને આત્માથી છૂટાં કરે તેને તપ કહેવાય છે અને સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો ઇચ્છાના નિરોધને તપ કહેવાય છે. આ ગુણને પ્રાપ્ત કરવા કે તેને દૃઢ કરવા છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અત્યંતર એમ કુલ બાર પ્રકારના તપમાં પ્રયત્ન કરવો તેને તપાચાર કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org