________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર યોગાર્થ-નિપુણોએ કરેલી ‘અધ્યાત્મ' શબ્દની (યૌગિક) વ્યાખ્યા1 પ્રસ્તુત કરે છે.
શબ્દ-યોગાર્થ-નિપુણો કોઈ પણ વસ્તુની વ્યાખ્યા કરતાં, તેના માટે વપરાતો શબ્દ કઈ રીતે બન્યો છે, તેની ઉપર ઘણું મહત્ત્વ આપે છે. તે શબ્દમાં મૂળ શબ્દ કયો છે અને તેને કયો પ્રત્યય લાગ્યો છે તે જોઈ, તે બન્નેના સંબંધના આધારે જ તેઓ અર્થ કરે છે, તેથી પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થતો (derivative / literal) અર્થ જે પદાર્થમાં મુખ્યપણે ઘટે તે પદાર્થને જ તેઓ તે શબ્દથી વાચ્ય કરે છે.
૧૬
પ્રસ્તુતમાં અધ્યાત્મ શબ્દ ધિ ઉપસર્ગ અને આત્મન્ શબ્દના યોજનથી બન્યો છે. અષિ ઉપસર્ગ સપ્તમીના અર્થમાં વપરાય છે તેથી આત્મનિ કૃતિ અધ્યાત્મ એટલે કે આત્મામાં અથવા આત્માને આશ્રયીને જે કરાય તેને ‘અધ્યાત્મ' કહેવાય, પરંતુ શબ્દ-યોગાર્થ-નિપુણો મુખ્યતાને જૂએ છે, તેથી તેઓ આત્માને આશ્રયીને થતી કોઈ પણ ક્રિયાને અધ્યાત્મ કહેતા નથી, પણ આત્મહિતના લક્ષ્યથી જે પંચાચારની શ્રેષ્ઠતા કે સુંદરતા પ્રાપ્ત થાય છે તેને જ તેઓ અધ્યાત્મ તરીકે સ્વીકારે છે.
આત્માને આશ્રયીને એટલે શુદ્ધ આત્મતત્ત્વને લક્ષ્ય બનાવીને. શુદ્ધ આત્મા અનંત જ્ઞાનાદિ ગુણમય છે, અનંત આનંદ તેનો સ્વભાવ છે. તે સદા માટે સહજ સુખમાં સ્થિર હોય છે, તેનામાં વિષયોનો સંગ કે કષાયોની કોઈ કનડગત નથી હોતી, કર્મના કોઈ આવરણ નથી હોતા, શરીરનો વળગાડ નથી હોતો કે કોઈપણ પ્રકારનાં બંધન નથી હોતાં.
શુદ્ધ આત્માનું આવું સ્વરૂપ સિદ્ધાત્માઓમાં પ્રગટ છે, જ્યારે સંસારી જીવોમાં આ સ્વરૂપ પ્રગટ નથી હોતું,
1. શબ્દનો અર્થ ક૨વાની ચાર પદ્ધતિઓ પ્રસિદ્ધ છે, જેના અનુસારે શબ્દના ચાર પ્રકારો થાય છે.
૧. યૌગિક
૨. ૩૦
જે શબ્દ પ્રકૃતિ અને પ્રત્યયના સંબંધની અપેક્ષા રાખ્યા વગર પોતાની વ્યુત્પત્તિથી નિરપેક્ષ રહી, માત્ર લોકવ્યવહારના આધારે અર્થ જણાવે છે, તે રૂઢિ પ્રધાન કે રૂઢ શબ્દ કહેવાય છે. દા.ત. આવુડ = ઇન્દ્ર, ગોપુર = દ૨વાજો, વાક્ષ = બારી.
૩. યોગરૂઢ – જે શબ્દનો લોક પ્રચલિત અર્થ, તેના વ્યુત્પત્તિ અર્થને પણ અનુસરતો હોય તેને યોગરૂઢ શબ્દ કહેવાય છે.
દા.ત. પન શબ્દ લોકમાં કમળ માટે વપરાય છે. પદ્ધે ખાયતે રૂતિ પન એવી તેની વ્યુત્પત્તિ પ્રમાણે “પ, એટલે કાદવ, તેમાં જે ઉત્પન્ન થાય તે પંકજ' કહેવાય. આમ તો કાદવમાં કીડા આદિ ઘણું થાય છે, તોપણ તે દરેકને ‘પંકજ' નથી કહેવાતું; પરંતુ માત્ર કમળ માટે ‘પંકજ' શબ્દ રૂઢ છે. તેથી પન શબ્દ યોગરૂઢ કહેવાય.
જે શબ્દ યોગબળથી અર્થ જણાવે, તેને યૌગિક શબ્દ કહેવાય છે. તેમાં યોગ એટલે પ્રકૃતિ (મૂળ શબ્દ કે ધાતુ) અને પ્રત્યયનો સંબંધ. દા.ત. પા. આ શબ્દ પણ્ ધાતુ અને કર્તૃસૂચક ઞ પ્રત્યયના સંબંધથી બન્યો છે. તેનો અર્થ થાય છે રસોઈયો.
૪. યૌગિક રૂઢ -
Jain Education International
જે શબ્દ પ્રકૃતિ અને પ્રત્યયના સંબંધથી એક અર્થ જણાવે અને રૂઢિથી બીજો અર્થ જણાવે તેવા શબ્દને યૌગિક રૂઢ શબ્દ કહેવાય છે. દા.ત. મિદ્ આ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને તેનો અર્થ થાય છે વૃક્ષ કે લતા. કેમકે પૃથ્વીને ફાડીને ઉત્પન્ન થાય તે મિલ્ કહેવાય. રૂઢિ પ્રમાણે વૃમિનો અર્થ યજ્ઞ થાય છે. આ બન્ને અર્થ પ્રચલિત હોવાથી મિલ્ યૌગિક રૂઢ શબ્દ કહેવાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org