________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીનું જે સુખ છે તેનું વર્ણન ક૨વું પણ શક્ય નથી, કેમ કે તેને પ્રિયાના આલિંગનના સુખની સાથે કે ચન્દનના વિલેપનથી ઉપજતાં સુખની સાથે સ૨ખાવી શકાય તેવું નથી. ૧૩
૨૩૩
જેમ જેમ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થાય તેમ તેમ તેજોલેશ્યાની એટલે કે ચિત્તના સુખની વૃદ્ધિ થાય છે, એવું ભગવતીસૂત્ર વગેરે આગમોમાં કહેવાયું છે. તેમાં દર્શાવેલી તેજોલેશ્યાની વૃદ્ધિ આવા પ્રકારના સાધુમાં એટલે કે જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી મહાત્મામાં જ ઘટે છે. ૧૪
ચૈતન્યસ્વરૂપે આત્મા સર્વ પદાર્થોથી જુદો છે એવું જે સતત પ્રતીત થાય છે, તે જ ઉત્તમ જ્ઞાન છે. ૧૫
શુભ ઉપયોગ સ્વરૂપ આ = પૂર્વની ગાથામાં વર્ણવેલું ઉત્તમ જ્ઞાન સવિકલ્પસમાધિરૂપ છે. તથા શુદ્ધઉપયોગ સ્વરૂપ તે ઉત્તમજ્ઞાન તકદગ્ નિર્વિકલ્પસમાધિરૂપ છે એટલે કે, શુદ્ધજ્ઞાન સાથેની એકતાસ્વરૂપે નિર્વિકલ્પસમાધિરૂપ છે. ૧૬ પહેલી સવિકલ્પસમાધિ તે પહેલો સાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે અને બીજી નિર્વિકલ્પ સમાધિ તે દર્પણના અભાવમાં છાયાની મુખમાં વિશ્રાન્તિ જેવો નિરાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે. ૧૭
જગતમાં જે પદાર્થ દશ્ય છે, જે વાચ્ય છે અને જે મનનીય છે, તે રૂપ બીજાના સંયોગવાળું છે, તે શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષણ નથી. ૧૮
(જે કારણથી જે દશ્યાદિ પદાર્થો ઇન્દ્રિયો કે મનનો વિષય બને છે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી) તે કારણથી આગમમાં ‘અપદને પદ નથી’ એવું કહીને ઉપાધિમાત્રની વ્યાવૃત્તિ કરવા દ્વારા શુદ્ધ આત્માનું લક્ષણ બતાવ્યું છે. ૧૯
જે કારણથી મનની સાથે વાણી (પણ શુદ્ધ આત્મસ્વરૂપને) પામ્યા વિના પાછી ફરે છે (તે કારણથી શુદ્ધ આત્મસ્વરૂપ વચનાતીત છે).' એ પ્રમાણેની શ્રુતિ પણ = વેદનું વચન પણ સ્પષ્ટપણે આ અર્થને = પૂર્વ શ્લોકમાં જણાવેલ ‘આત્માને શબ્દોથી વર્ણવી શકાતો નથી' એ અર્થને અનુસરનારી છે. ૨૦ વિશુદ્ધ એવા અનુભવજ્ઞાન વગર ઇન્દ્રિયથી અગોચર એવું પરમ બ્રહ્મ = આત્મતત્ત્વ, શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ ક્યારેય જાણી શકાય તેમ નથી જ. ૨૧
કોની કલ્પનારૂપી કડછી (ચમચો) શાસ્ત્રરૂપી ખીરમાં પ્રવેશ કરતી નથી ? અર્થાત્ સર્વની કરે છે, પરંતુ અનુભવરૂપી જીભ વડે તેનો = શાસ્ત્રરૂપી ખી૨ના રસનો, સ્વાદ માણનારા વિરલ હોય છે અર્થાત્ કોઈક જ હોય છે. ૨૨
નિર્ધદ્ઘ અનુભવ વિના લિપિમયી, વાઙમયી કે મનોમયી દષ્ટિ નિર્દેન્દ્ર એવા બ્રહ્મને કેવી રીતે જુવે ? ૨૩
નિર્દેન્દ્ર અનુભવ, એ સુષુપ્તિ દશા નથી, કેમકે તેમાં મોહ નથી હોતો અને તે સ્વપ્ન કે જાગર દશા પણ નથી. તે તો કલ્પનાશિલ્પની વિશ્રાન્તિ હોવાને કા૨ણે તુર્યા-ચોથી જ દશા છે. ૨૪
મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનેક અનુભવો દ્વારા સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને જાણે છે. ૨૫
જેઓ પર્યાયોમાં નિરત છે, તેઓ પરભાવમાં રહેલા છે અને જેઓ આત્મસ્વભાવમાં સ્થિત છે તેઓ નક્કી સ્વરૂપમાં સ્થિત છે. ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org