________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ – પરિશિષ્ટ-૧૨
૨૩૧
II દ્વિતીય અધિકાર |
શાસ્ત્ર બતાવેલી દિશાથી મોક્ષમાર્ગમાં ચાલતો નિર્મળબુદ્ધિવાળો સાધક મોક્ષમાર્ગની વિશેષ પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરે. ૧
વળી, દિવસ અને રાત્રિથી જેમ સંધ્યા જુદી છે, તેમ તે જ્ઞાનયોગ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જુદો છે, (શાસ્ત્ર)યોગથી ઉત્પન્ન થયેલા અદષ્ટથી (ક્ષયોપશમથી) પેદા થયો છે અને ‘પ્રતિભજ્ઞાન” તરીકે ઓળખાય છે. ૨ દિશા બતાવ્યા પછી શાસ્ત્ર એક પગલું પણ આગળ ચાલતું નથી; જ્યારે જ્ઞાનયોગ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મુનિનું પડખું છોડતો નથી. ૩ ,
પરમાર્થથી શાસ્ત્ર શુદ્ધ આત્મતત્ત્વસ્વરૂપ બ્રહ્મનું લક્ષક છે; પરંતુ દર્શક નથી અને જેણે આત્મતત્ત્વ જોયું નથી તેનો દૃષ્ટપદાર્થવિષયક ભ્રમ નાશ પામતો નથી. ૪
શાસ્ત્રદ્વારા આત્મદર્શન ન થતું હોવાના કારણે, આત્મદર્શન કરવાની ઇચ્છા ધરાવનાર સાધકે જ્ઞાનયોગ દ્વારા અન્તર્મુખ થવું જોઈએ. દ્રષ્ટાની = આત્માની; દગુ સાથેની = જ્ઞાનશક્તિરૂપ દૃષ્ટિ સાથેની એકાત્મતા એ મુક્તિ છે. અને દશ્ય = બાહ્યપદાર્થો સાથેનું ઐકાભ્ય એ ભવભ્રમ છે. ૫ આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા મુનિભગવંત સર્વ પુદગલના વિભ્રમને મોટી ઇન્દ્રજાળ સમાન જાણે છે, તેથી તે તેમાં ક્યારેય રંગાતા નથી. હું
જે મુનિએ સુમધુર એવી જ્ઞાનરતિરૂપ અમૃતનો સ્વાદ ચાખ્યો છે, તે મુનિનું ચિત્ત વિષ જેવા વિષયોમાં ક્યારેય પણ લાગતું નથી. ૭
સતુ-તત્ત્વનું ચિંતન કરવાથી એટલે કે આત્મસ્વરૂપનું કે વાસ્તવિકતાનું ચિંતન કરવાથી; જેને વિષયો વશ થઈ ગયા હોય તે સાધક આત્મવાન છે, જ્ઞાનવાન છે, વેદધર્મવાન છે (અથવા વેદવાન છે ધર્મવાન છે) અને બ્રહ્મવાન છે. ૮
સાધયોગી પ્રારંભિક કક્ષામાં “વિષયો અનિષ્ટ છે' - એવી બુદ્ધિથી વિષયોનો ત્યાગ કરે છે, જ્યારે સિદ્ધયોગી વિષયોનો ત્યાગ પણ કરતો નથી કે વિષયોને ગ્રહણ પણ કરતો નથી; તે તો વિષયોને તત્ત્વથી જાણે છે. ૯
યોગની પ્રાથમિક ભૂમિકામાં સાધકને અંદર દુ:ખ હોય છે અને બહાર સુખ હોય છે, જ્યારે સિદ્ધયોગીને તો નિશ્ચિતપણે અંદરમાં સુખ હોય છે અને બહાર દુ:ખ હોય છે. ૧૦
આત્માનું જે રૂપ પ્રકાશશક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે, (આત્માનું) તે જ (રૂપ) સ્વરૂપમાં કરવાની શક્તિની અપેક્ષાએ સુખ કહેવાય છે. ૧૧
પરવશ સર્વ દુ:ખ છે અને આત્મવશ સર્વ સુખ છે' અર્થાતુ “જે પરાધીન છે તે સર્વ દુ:ખરૂપ છે અને જે સ્વાધીન છે તે સર્વ સુખરૂપ છે,' સંક્ષેપમાં આ સુખ-દુ:ખનું લક્ષણ કહ્યું છે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org