________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ – પરિશિષ્ટ-૧૨
૨૨૯
અજ્ઞાની પુરુષો જ સ્યાદવાદને અત્યંત દૂષિત કરે, પંડિત પુરુષો નહિ અને જ્ઞાની પુરુષોને આવા અજ્ઞાનીઓના બોલવા ઉપર દ્વેષ થતો નથી, પરંતુ કરુણા જ થાય છે. ૧૪ શ્રુત, ચિન્તા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે, તેમાં પહેલું શ્રુતજ્ઞાન કોઠીમાં પડેલા બીજ જેવું અને વાક્યાર્થવિષયક હોય છે. ૬૫ વળી જે જ્ઞાન મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયું હોય, સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત હોય, તેમ જ તેલનું એક ટીપું જેમ પાણીમાં પ્રસરી જાય તેમ ચારે બાજુ ફેલાવાના સ્વભાવવાળું હોય તે બીજું ચિત્તાજ્ઞાન છે. જે જ્ઞાન ઐદંપર્ય એટલે કે તાત્પર્યવિષયક હોય તથા જે વિધિ આદિમાં વિશેષ યત્ન કરાવે તેવું હોય તે ત્રીજું ભાવનાજ્ઞાન અશુદ્ધ પણ ઉંચા જાતિવાન રત્નની કાંતિ તુલ્ય છે. ૬૭ શ્રુતજ્ઞાનમાં પુરુષને શ્રુતજ્ઞાનના રાગથી પોતાના દર્શનનો થોડો આગ્રહ અર્થાતુ થોડી પક્કડ હોય છે; જ્યારે ચિન્તાજ્ઞાનમાં ઊંડું ચિન્તન હોવાના કારણે ક્યારેય પોતાના દર્શનની ખોટી પક્કડ હોતી નથી. ૬૮ અંતિમ ભાવનાજ્ઞાનમાં ગંભીરતા હોવાને કારણે ચારિમાં સંજીવનીનું ભક્ષણ કરાવનાર સ્ત્રીના દૃષ્ટાંતની જેમ તત્ત્વને જાણનાર પુરુષ બધે જ હિતકારી પ્રવૃત્તિ કરે છે. ૩૯ ભાવના જ્ઞાન દ્વારા સ્યાદ્વાદનું આલંબન લઈને ‘સર્વદર્શનોમાં મોક્ષનો ઉદ્દેશ સમાન છે” એ રૂપે જે સર્વદર્શનની તુલ્યતાને જોઈ શકે છે, તે જ સાચો શાસ્ત્રવેત્તા છે તેમ કહેવાય. ૭૦ માધ્યશ્ય જ શાસ્ત્રાર્થ=શાસ્ત્રનો ઐદંપર્યાર્થ છે. જેનાથી તે મધ્યસ્થભાવ સારી રીતે સિદ્ધ થાય, તે જ ધર્મવાદ છે. અન્ય = જેનાથી મધ્યસ્થભાવ સિદ્ધ ન થતો હોય તેવી શાસ્ત્રની ચર્ચા, તે બાલિશવલ્ગન અર્થાત્ મુર્ખ માણસની કૂદાકૂદ જેવી છે. ૭૧ જેમ મૂઢચિત્તવાળા ધનવાનને પુત્ર, સ્ત્રી આદિ સંસાર છે તેમ વળી પંડિતોને અધ્યાત્મવિનાનું શાસ્ત્ર (જ્ઞાન) સંસાર છે. ૭૨
મધ્યસ્થભાવથી યુક્ત એવું શાસ્ત્રના એક પદનું જ્ઞાન પણ પ્રમાં છે, જ્યારે મધ્યસ્થભાવ વગરનું કરોડો શાસ્ત્રોનું જ્ઞાન પણ નકામું છે. તેમ મહાત્મા પતંજલિ વડે (પણ) કહેવાયું છે. ૭૩ જેમ ઘાણીનો બળદ સતત (એક જ પ્રકારની) ગતિ કરવા છતાં તેના પરિણામને પામતો નથી તેમ નિશ્ચિત એવા (એક જ પ્રકારના)વાદ અને પ્રતિવાદને કરતાં સર્વદર્શનમાં રહેલા મુમુક્ષુઓ પણ તત્ત્વના અંતને પામતાં નથી. ૭૪ મધ્યસ્થભાવપૂર્વકનું એક પદનું જ્ઞાન પણ પ્રમા છે, એથી કરીને પતિના મુખથી પ્રશમ, વિવેક અને સંવર એવાં માત્ર ત્રણ પદોને જાણીને જેનાં પાપો નાશ પામ્યાં હતાં એવા ચિલાતિપુત્ર ક્ષણમાં સ્વર્ગમાં ગયા, એવું જૈનશાસનમાં જોવા મળે છે. ૭૫ અનેકાન્ત અર્થના બોધ વગરના ચિલતિપુત્રને ઉપશમ-વિવેક-સંવરનું જ્ઞાન માત્ર માધ્યશ્મથી કેવી રીતે સ્પષ્ટ ફળવાળું થયું ?' આવી શંકા ન કરવી, કેમકે યોગાચાર્યા કહે છે કે, જ્યારે ખોટો આગ્રહ નાશ પામી જાય છે ત્યારે અવ્યક્ત સમાધિથી પણ વ્યક્ત સમાધિ જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. ૭૬ (જે કારણથી વ્યક્ત સમાધિ કે અવ્યક્ત સમાધિ બન્ને સરખાં ફળ ઉપજાવે છે) તે કારણથી અનેકાન્તશાસ્ત્રમાં વિશેષથી કે સામાન્યથી તુરંત ઉછળતી ભક્તિવાળો જે (છે, તે સાધક) અધ્યાત્મવિશદ્ બને છે. વળી, આ અધ્યાત્મિક ક્ષેત્રમાં) ધીર અને ઉદાત્ત પ્રિયતમના ગુણો પ્રત્યે ઉજાગર અને તીવ્ર રુચિવાળી યશલક્ષ્મીરૂપી પ્રેમિકા તે સાધકના ખોળાને ક્યારે પણ છોડતી નથી. ૭૭
// પ્રથમ અધિકાર સમાપ્ત ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org