________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
૨૨૫
જેમ એક વ્યક્તિમાં અપેક્ષાભેદથી પિતા-પુત્રાદિની કલ્પના વિરોધી બનતી નથી. તે પ્રમાણે જ એક પદાર્થમાં નિત્યઅનિત્યાદિસ્વરૂપ અનેકાન્ત પણ વિરોધી થશે નહિ. ૩૮
‘અનેકાન્તને સર્વત્ર સ્વીકારવામાં આવે તો સ્વરૂપ અને પરરૂપમાં પણ અનેકાન્ત હોવાથી, ક્યાંય પણ વસ્તુના સ્વરૂપનો નિર્ણય નહીં થઈ શકે' - આવી તૈયાયિકની દલીલ સામે ગ્રંથકારશ્રી કહે છે કે, જે પ્રમાણે અવચ્છેદકના આધારે અવ્યાપ્તવૃત્તિ ધર્મોનો નિર્ણય થયા પછી તેમાં ફેરફાર થતો નથી તેમ અહીં પણ અપેક્ષાના આધારે જે નિર્ણય થાય તેમાં કોઈ ફેરફાર થતો નથી. ૩૯-૪૦
નૈગમનયથી માંડીને છેક સાત નયોમાં છેલ્લા ભેદરૂપ એવંભૂતનય સુધી વસ્તુના સ્વ-રૂપ અને પર-રૂપ વિષયક અભિપ્રાયો સ્પષ્ટપણે બદલાયા કરે છે, તો પણ અભિપ્રેતના આશ્રયથી જ જે નિર્ણય થાય છે, તેના આધારે વ્યવહાર કરી શકાય છે. ૪૧
અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ અનેકાન્ત હોવાથી જે અનવસ્થા પ્રાપ્ત થતી હતી, તે આ પ્રમાણે = શ્લોક ૪૦માં જણાવ્યું તેમ અવચ્છેદકનો આશ્રય કરીને દૂર કરાય છે, કેમકે નયની સૂક્ષ્મદ્રષ્ટિના અંતે વિશ્રાન્તિ સુલભ છે. ૪૨
અનવસ્થાની જેમ આત્માશ્રય આદિ દોષોનો પણ અનેકાન્તમાં ક્યારેય અવકાશ રહેતો નથી, કારણ કે અનેકાન્ત એ પ્રમાણસિદ્ધ અર્થ હોવાને કારણે અનેકાન્ત પ્રત્યે તે દોષો પ્રકૃતિથી જ પરામુખ છે. ૪૩
‘દૂધરૂપે નાશ પામેલ અને દહીંરૂપે ઉત્પન્ન થયેલ પય: (પ્રવાહીરૂપ દ્રવ્ય) દૂધ અને દહીંરૂપ બન્ને અવસ્થામાં ગોરસરૂપે સ્થિર રહે છે' એવું જાણતો એવો પણ કયો માણસ સ્યાદ્વાદનો દ્વેષી થાય ? ૪૪
‘પ્રધાન’ નામનો પદાર્થ સત્ત્વ, તમસ્ અને રજસ્ એવા ત્રણ વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે' – એવું માનતો બુદ્ધિમાનોમાં મુખ્ય એવો સાંખ્ય મત અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરે. ન કરી શકે. ૪૫
‘વિજ્ઞાનનો એક આકાર, વિવિધ આકારોથી યુક્ત છે' - એવું માનતા બુદ્ધિશાળી બૌદ્ધ અનેકાન્તનો નિષેધ ન કરી
શકે. ૪૬
એક અને અનેક ચિત્રરૂપને પ્રામાણિક કહેતાં યોગ કે વૈશેષિક દર્શન પણ અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે. ૪૭
પરોક્ષ છે’
‘એક જ જ્ઞાન, અનુમિતિ અને અનુમાતાના અંશમાં પ્રત્યક્ષ છે અને અનુમેયના અંશમાં તેનાથી વિલક્ષણ = એવું કહેતા ગુરુ' (પ્રભાક૨-મીમાંસક મતના એક વિભાગના પુરસ્કર્તા) અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે. ૪૮ વસ્તુ જાતિ અને વ્યક્તિ એમ ઉભયસ્વરૂપ છે એમ અનુભવને અનુસરે તેવી વાત કરનારા મીમાંસકો કુમારિલ ભટ્ટ કે મુરારિ મિશ્ર અનેકાન્તવાદનો પ્રતિક્ષેપ ન કરી શકે. ૪૯
‘બ્રહ્મ એટલે કે આત્મા પરમાર્થથી બંધાયેલ નથી અને વ્યવહારથી બંધાયેલ છે' - આવું બોલનાર વેદાન્તી અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે. ૫૦
જુદા જુદા નયની અપેક્ષાથી જુદા જુદા અર્થોને કહેનારા વેદો સાર્વતાન્ત્રિક - સર્વ શાસ્ત્રોમાં વ્યાપક - એવા સ્યાદ્વાદનો પ્રતિક્ષેપ ન કરી શકે. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org