________________
મુળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
૨૨૧
(શાસ્ત્ર) શાસન કરે છે અને રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેથી જ બુદ્ધિશાળી પુરુષો તેને “શાસ્ત્ર' કહે છે. તે શાસ્ત્ર તો વીતરાગનું વચન જ છે; અન્ય કોઈનું વચન નહીં. ૧૨
વીતરાગ કદી ખોટું ન જ બોલે, અસત્ય બોલવાના (રાગાદિ) કારણો જ તેમનામાં નથી, આમ છતાં તેમના વચન ઉપર જે અવિશ્વાસ થાય છે, તે મહામોહનો વિલાસ છે. ૧૩
શાસ્ત્ર એ વીતરાગના જ વચનરૂપ હોવાથી શાસ્ત્રને આગળ કરીને પ્રવૃત્તિ કરાયે છતે વીતરાગ જ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી નક્કી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૪
આ વીતરાગ પુરસ્કરણને કેટલાક “સમાપત્તિ' કહે છે. કોઈક “ધ્રુવપદ' કહે છે, અન્ય ‘પ્રશાંતવાહિતા' કહે છે અને વળી બીજા કોઈક ‘વિસભાગક્ષય' કહે છે. ૧૫
જગતના સર્વજીવો ચર્મચક્ષને ધારણ કરનારા છે. દેવતાઓ અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા એ સિદ્ધભગવંતો ચોમેર (ઉપયોગરૂપ) ચક્ષુવાળા છે અને યોગીઓ શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે. ૧૯
જે પ્રકારે લોકો કષ, છેદ અને તાપ વડે સુવર્ણની પરીક્ષા કરે છે, તે પ્રકારે વિદ્વાન પુરુષો શાસ્ત્રવિષયક પણ વર્ણિકાદ્ધિની પરીક્ષા કરે. ૧૭
જે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા ઘણાં વિધિ અને પ્રતિષધો (મોક્ષરૂપ) એક અધિકારવાળા દેખાય છે, તેને શાસ્ત્રકારો શાસ્ત્ર સંબંધી કષ-શુદ્ધિ કહે છે. ૧૮
જેમ કે, જૈન સિદ્ધાંતોમાં મોક્ષવિષયક ઘણાં ધ્યાન-અધ્યયનાદિ વિધિના સમૂહો અને હિંસાદિના નિષેધો છે. (તે કારણે તે શાસ્ત્ર કષશુદ્ધ છે.) ૧૯
જે શાસ્ત્ર અર્થ, કામ(ની વાતો)થી મિશ્રિત હોય, અને જે લૂપ્ત–ઉપજાવી કાઢેલી ખોટી કથાથી-કાલ્પનિક વાતોથી ખરડાયેલ હોય અને જેમાં મોક્ષ માટેની વાતો મુખ્યરૂપે નહિ પણ આનુષંગિક રીતે જ રજૂ કરાઈ હોય તે શાસ્ત્ર કષશુદ્ધિવાળું નથી. ૨૦ જે શાસ્ત્રમાં વિધિ અને નિષેધોને યોગ અને ક્ષેમ કરનારી ક્રિયા સર્વત્ર વર્ણવાઈ હોય, તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું છે. ૨૧ જેમ કે “મુનિ કાયિકાદિ પણ ગુપ્ત અને સમિત બનીને કરે (તો) મોટા કૃત્યના વિષયમાં શું કહેવું?’ એ પ્રમાણે (જૈન) શાસ્ત્રોમાં કહેવાયું છે. (તેથી જૈન શાસ્ત્રો છેદશદ્ધ છે.) ૨૨
જ્યાં કાંઈક અન્યને ઉદ્દેશીને ઉત્સર્ગમાર્ગથી કથન હોય અને કાંઈક અન્ય વિષયને ઉદ્દેશીને અપવાદમાર્ગથી કથન હોય તે કુત્સિત વિધિ-નિષેધવાળું શાસ્ત્ર છેદશુદ્ધિવાળું નથી. ૨૩ સવૈદ્યો વડે કરાતા દાહની પ્રકૃતિદુષ્ટતા જેમ જતી નથી, તેમ આબાદી-સમૃદ્ધિની ઇચ્છા વાળા ભૂતિકામીઓ વડે નિષિદ્ધ એવી હિંસાદિનું વિધાન કરાયું છતે પણ (ભૂતિકામીઓ વડે કરાતી એવી) હિંસાદિની પ્રકૃતિદુષ્ટતા જતી નથી. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org