________________
૧૯
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
વર્ષોનાં વાણાં વીત્યાં બાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુના સાન્નિધ્યમાં સં. ૨૦૧૩માં આ કાર્ય પુનઃ હાથમાં લેતાં પહેલાં શ્રી ભોરોલ તીર્થમાં, શ્રી ભીલડીયાજી તીર્થમાં અને મુંબઈ-બોરીવલીમાં આ વિષય પર જ વાચના અને વિચાર-વિમર્શ કર્યો.
આજે જ્યારે એ પરિપૂર્ણ થઈ રહ્યું છે ત્યારે મારા મનમાં એક સાથે મિશ્રિત સંવેદનાઓ અનુભવાઈ રહી છે. કાર્ય પૂર્ણ થયાનો આનંદ અને જેમની શુભ ભાવનાથી અને જેઓશ્રીમન્ની પવિત્ર આજ્ઞા-આશીર્વાદની સંપત્તિથી કાર્યારંભ કરાયો હતો, તેમાંથી આજે કોઈ પણ વિદ્યમાન નથી, તેનો ખેદ અને રંજ ! તે જ રીતે મારા ભવોદધિતારક ગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની વિદ્યમાનતામાં તેઓશ્રીની અમૃતષ્ટિમાં રહીને આ કાર્ય પરિપૂર્ણતાને પામ્યું છે તે જેમ આનંદનો વિષય છે, તેમ પ્રકાશન સમયે તેઓશ્રીની પણ વિદ્યમાનતા નથી તે પણ મનને વ્યથિત કરે છે.
આજે આ કાર્ય જે રીતે પરિપૂર્ણ થઈ રહ્યું છે તેનો મહત્તમ યશ વાગડ સમુદાયના અને પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીના સામ્રાજ્યવર્તી વિદુષીરત્ના સાધ્વીવર્યા શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના વિદુષી સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યરત્ના સાધ્વીજી શ્રી જિનપ્રજ્ઞાશ્રીજી મહારાજને ફાળે જાય છે. મારા નિર્દેશમાં રહીને તેઓએ અનેકવિધ શ્રમ ઉઠાવી આ વિવેચનાને સર્વાગ સુંદર બનાવવા શક્ય યોગદાન આપ્યું છે. છેલ્લે છેલ્લે, ચારેક મહિના પૂર્વે આ મહાન ગ્રંથનો ત્રીજો અધિકાર ફાઈનલ કરીને પ્રેસમાં મોકલવા એક ભાઈને આપ્યો અને ભાવિભાવથી રસ્તામાં એમનાથી એ મેટર ખોવાઈ ગયું. તેથી ફરી મહેનત કરી એ અધિકાર નવેસરથી તૈયાર કરવો પડ્યો, તોપણ જરાય કંટાળ્યા વિના પૂરા સદ્ભાવથી એને પણ એમણે પાર પાડી આપ્યો તે ઓછી અનુમોદનાની વાત નથી.
આ ગ્રંથની વિવેચના માટે જૈનાગમો, પંચાંગી વિવરણો, અનેક ધર્મશાસ્ત્રો, અધ્યાત્મ-ધ્યાન-યોગ અંગેના સંદર્ભગ્રંથો ઉપરાંત કર્ણાટક કેસરી પૂ.આ.શ્રી. વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ તેમજ વિદ્વાન પં. શ્રી યશોવિજયજી ગણિવર વિરચિત ટીકાઓ તથા પંડિતપ્રવર શ્રી પ્રવીણચંદ્ર મોતા દ્વારા લખાયેલ વિવેચન ગ્રંથનો પણ આધાર લેવાયો છે.
લઘુ હરિભદ્ર' અગર “અભિનવ હેમચન્દ્રાચાર્ય' જેવા બિરૂદો ધરાવતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની પંક્તિઓનો પરમાર્થ પ્રાપ્ત કરવો અને એને તત્ત્વજિજ્ઞાસુ જનોના લાભાર્થે સરળ શૈલીમાં પ્રકાશિત કરવો એ અત્યંત દુરુહ કાર્ય છે. અચિંત્ય ચિંતામણિ કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની અવિરત વરસતી અનુગ્રહધારા તથા પરોક્ષ ગુરુપદે હૃદયે સ્થાનાપન્ન પૂજ્યપાદ મહોપાધ્યાય ભગવંત અને પ્રત્યક્ષ ગુરુપદે ભાલતિલકરૂપે રાજિત પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવ પૂ. આચાર્યવર્ય શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને વર્ધમાન તપોનિધિ ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની અખંડ અનુભવાતી આશીર્વર્ષાથી દુરુહ એવું પણ આ કાર્ય યથામતિ યથાશક્તિ સંપન્ન કર્યું છે. છદ્ભસ્થ સુલભ કોઈપણ અલના થઈ હોય, જિનાજ્ઞા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org