________________
૨૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો વિરુદ્ધ શાસ્ત્રકાર મહર્ષિના આશય વિરુદ્ધ યત્કિંચિત્ પણ આલેખનાદિ થયું હોય તો તે બદલ હાર્દિક મિચ્છા મિ દુક્કડ આપવા સાથે આ વિષયના અનુભવજ્ઞાનીઓને તેવી અલનાઓ દર્શાવવાની વિનમ્ર વિનંતી કરું છું કે જેથી તેનું પરિમાર્જન થઈ શકે.
ગ્રંથના આલેખન બાદ વિદ્વાન મુનિરાજ શ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ, શ્રુતરસિક મુનિરાજ શ્રી શ્રતતિલકવિજયજી મહારાજ, વિદુષી સાધ્વીજી શ્રી ચંદનબાલાશ્રીજી મહારાજ, વિદુષી સાધ્વીજીશ્રી પ્રશમિતાશ્રીજીનાં અનેક શિષ્યાઓ, પં. શ્રી મેહુલભાઈ શાસ્ત્રી તથા કુ. જિજ્ઞાસાબેને તે જોઈ પદાર્થ અને પ્રફ શુદ્ધિનું કાર્ય કરી આપ્યું છે, તે પણ સંસ્મરણીય છે.
આ ગ્રંથના આલેખન, સંપાદન, વાચના આદિના સમયમાં મને-અમને જે અપાર આનંદની અનુભૂતિ થઈ છે તે મારી-અમારી અધ્યાત્મ-સાધનાને ઉત્તરોત્તર વેગવંતી બનાવનાર બને અને લોકોત્તર સામ્યની અદ્વૈત અનુભૂતિના માધ્યમે મને, અમને, તમને, આપણા સૌને સિદ્ધિસુખના સ્વામી બનાવનાર બને એ જ શુભાભિલાષા...
૨૦૬૯ અષાઢ વદ ૧૪ રત્નપુરી - મલાડ-મુંબઈ
વ્યાખ્યાન વાચસ્પતિ, જેને શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, ભાવાચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ સમાધિસાધક વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણ ચંચરીક
વિજય કીર્તિયશસૂરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org