________________
૧૮
અતીતની અટારીએથી :
આ મહાનગ્રંથની વિવેચના લખાઈ એનો પણ રોમાંચક ઇતિહાસ બન્યો છે. સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમના પ્રણેતા તથા આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીયુત લાડકચંદભાઈ વોરા કે જેમને ત્યાં ‘પૂ. બાપુજી’ તરીકે સંબોધે છે, તેઓ ત્યાં તેમની સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં સૂરિપૂરંદર પૂજ્ય આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના અને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યશ્રીના યોગઅધ્યાત્મ વિષયક ગ્રંથોનો સ્વાધ્યાય કરાવતા. જેમાં ‘અધ્યાત્મ ઉપનિષદ્' ગ્રંથનો સ્વાધ્યાય કરાવતાં એમને ભાવ જાગ્યો હતો કે આ મહાન ગ્રંથ ઉપર કોઈ ટીકા બાલાવબોધ કે વિવેચન ઉપલબ્ધ ન હોવાથી કોઈ વિદ્વાન મુનિપ્રવ૨ આ ગ્રંથના ભાવો ખોલતી વિવેચના લખી આપે તો મુમુક્ષુઓ આ મહાન ગ્રંથનો સરળતાથી અભ્યાસ કરી રસાસ્વાદ માણી શકે. આ માટે ૨૪ વર્ષ પહેલાં વિ.સં. ૨૦૪૨માં પાલીતાણા સાહિત્યમંદિર ખાતે બિરાજમાન સાહિત્યકલાનિધિ પૂ. આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી પાસે તેમના અગ્રગણ્ય મુમુક્ષુ ભાઈ શ્રી નલીનભાઈ કોઠારીને મોકલ્યા. શ્રી નલીનભાઈએ શ્રીયુત લાડકચંદભાઈની ભાવના તેમને જણાવી ત્યારે તેઓશ્રીએ આ માટે વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામની ખાસ ભલામણ કરી કહ્યું કે ‘તમે તેઓશ્રીની પાસે જઈને ભાવના રજુ કરશો તો તમારું કામ સારી રીતે પાર પડશે.’
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
આ પછી શ્રીયુત લાડકચંદભાઈએ શ્રી નલીનભાઈ કોઠારીને ૫૨મતા૨ક પરમ શ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજી પાસે ખંભાત મોકલ્યા. શ્રી નલીનભાઈએ પરમગુરુદેવશ્રીજીને સદર ગ્રંથની સુંદર વિવેચના તૈયાર કરાવી આપવા વિનમ્ર વિનંતી કરી.
પરમતા૨ક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીએ ત્યારે મને બોલાવીને તેઓનો પરિચય કરાવી આ કાર્યને સાંગોપાંગ પાર પાડી આપવાની આજ્ઞા કરી અને તે માટે હાર્દિક આશિર્વાદ પણ આપ્યા. તેઓશ્રીમદ્ના તીર્થભૂત સાનિધ્યમાં જ એ અંગેનું કાર્ય પણ પ્રારંભાયું. પરંતુ એકાદ અધિકારનું વિવેચન પુરું થવા આવ્યું તે પછી એક પછી એક એવા જ સંયોગો સર્જાતા ગયા કે જેના કારણે કામ લંબાતું જ ચાલ્યું. શ્રીયુત લાડકચંદભાઈ તરફથી આ અંગે ઉઘરાણી ચાલુ હતી, પણ આ કાર્ય માટે ત્યારે પૂરતો અવકાશ કાઢવો શક્ય ન બન્યો.
એ દરમ્યાન જેઓશ્રીમના આજ્ઞા આશીર્વાદથી આ કાર્ય પ્રારંભાયું હતું તે પરમ તારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીનો કાળધર્મ થયો અને કાર્યના મૂળ ભાવક શ્રીયુત લાડકચંદભાઈનો પણ સ્વર્ગવાસ થઈ ગયો. ત્યારબાદ પણ તેમના ઉત્તરાધિકારી શ્રી નલીનભાઈ કોઠારી અને મુમુક્ષુઓ અવાર-નવાર મને મળવા આવતા અને આ કાર્યને સત્વરે પૂર્ણ કરી આપવાની વિનંતી કરતા રહેતા. જ્યારે પણ મળવાનું થતું ત્યારે યથાવકાશ અધ્યાત્મ-યોગ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાનયોગ-ક્રિયાયોગ આદિ વિષયો પર તાત્ત્વિક ચર્ચાવિચારણા થતી રહેતી જ, પણ વિવેચનાનું કાર્ય તો અટકેલું જ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org