________________
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
સાધનાનો વેગ વધારતી જાય. એના પરિણામે ઉત્તરોત્તર વિશિષ્ટ કોટિનો સામ્યયોગ પ્રગટતો જાય, જે સામ્યયોગ અતિ વિશિષ્ટ રીતે આત્માની અનુભૂતિ કરાવતો જાય અને એ અનુભૂતિનો આનંદ સાધકને સિદ્ધિની દિશામાં વેગપૂર્વક દોરતો જાય.
આ સામ્યયોગનો આનંદ, એ આનંદની અનુભૂતિ, એ અનુભૂતિની બલવત્તા કેવી વિશિષ્ટ કોટિની હોય છે, તેનો રસાસ્વાદ પૂજ્યપાદ મહોપાધ્યાયજી ભગવંતે સામ્યયોગાધિકારના શ્લોકોમાં વર્ણવ્યો છે. આ વિષયનું વર્ણન પણ નિશ્ચય અને વ્યવહાર વગેરે વિભિન્ન નયોની દૃષ્ટિએ કરવા દ્વારા સાધક વિદ્વાનોના તત્તદ્વિષયક સંશયોનું નિરાકરણ કરીને પરમ-પ્રસાદની પ્રાપ્તિ કરાવી છે.
પરમાત્માના શાસનના આ સામ્યયોગને પામવાનો ઉપાય દર્શાવતો એક શ્લોક તેઓશ્રીમદે આપણને આપ્યો છે, જે દેખાવે સાવ સરળ અર્થવાળો લાગે, છતાં ગંભીર અર્થોથી ભરેલો છે. સંઘર્ષ અને સાધના વચ્ચે જીવનભર અદ્વિતીય સમતાનું સંતુલન સાધતા સિદ્ધયોગી પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હિતશિક્ષાની યાચના કરતા સાધકોને ખાસ આ શ્લોક ટાંકીને એના આધારે હિતશિક્ષા લખી આપતા હતા તેમાં કહ્યું છે કે,
'आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः ।
सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ।।४ - २ ।।'
‘જે યોગી આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં અત્યંત જાગ્રત-ઉપયોગશીલ-અપ્રમત્ત હોય, આત્માનું અકલ્યાણ થાય તેવી પરપ્રવૃત્તિ : સાંભળવા માટે બહેરો, જોવા માટે આંધળો અને બોલવા માટે મૂંગો હોય અને જે હંમેશાં જ્ઞાનાનંદના સ્થાનરૂપ મોક્ષમાં ઉપયોગશીલ હોય તે યોગી ‘લોકોત્તરસામ્ય’-સમતાને પામે છે.'
42.
આ મહાન ગ્રંથની પૂર્ણતા કરતાં એક શ્લોકમાં પૂજ્યપાદ મહોપાધ્યાયજી ભગવંતે વિશ્વાસ સાથે લખ્યું છે કે, ‘આ અધ્યાત્મ-ઉપનિષદ્ ગ્રંથમાં બતાવ્યા મુજબ, સર્વશ્રેષ્ઠ એવા સામ્યયોગના પ્રભાવને માનીને શુદ્ધ બુદ્ધિવાળો અને શાશ્વત આનંદથી યુક્ત એવો જે આત્મા સામ્યયોગમાં નિરત બને છે અને તેમાં જે ક્યારે પણ ખેદને પામતો નથી, તે સાધક પ્રત્યેક અવિદ્યાનો નાશ કરનારો બને છે, એ પૂર્ણ સ્વભાવદશારૂપ સંપત્તિનો સ્વામી બને છે અને ખરેખર એ ભાવશત્રુઓનો વિજય કરીને યશશ્રીને મેળવે છે.42
૧૭
આ આર્ષવાણી અધ્યાત્મસાધનાના જિજ્ઞાસુ સાધકોને અધ્યાત્મસાધનામાં પુરુષાર્થશીલ બનવા માટે વધુને વધુ લાલાયિત, પ્રોત્સાહિત કરે છે.
इति शुभमतिर्मत्वा, साम्यप्रभावमनुत्तरं य इह निरतो नित्यानन्दः कदापि न खिद्यते । विगलदखिलाविद्यः पूर्णस्वभावसमृद्धिमान् स खलु लभते भावारीणां जयेन यशः श्रियम् ।।
Jain Education International
For Personal & Private Use Only
- અધ્યાત્મ ઉપનિષદ્ ૪ ૨૩
www.jainelibrary.org