________________
૧૫૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
શ્રુતજ્ઞાન અને ચિત્તાજ્ઞાન પછી સમ્યક્ શ્રુતજ્ઞાનનો ત્રીજો પ્રકાર ભાવના-જ્ઞાન છે. આ જ્ઞાનવાળા મહાત્માની પ્રજ્ઞા ચિન્તાજ્ઞાનવાળા સાધક કરતાં ઘણી ચઢીયાતી હોય છે. શાસ્ત્રોની સૂક્ષ્મ યુક્તિની સમજ ઉપરાંત સર્વજ્ઞ-વીતરાગ ભગવાનના એક એક વચનનું તાત્પર્ય ક્યાં સુધી પહોંચે છે, તે તેઓ અત્યંત સ્પષ્ટ રીતે સમજી શકે છે.
સૂક્ષ્મ પ્રજ્ઞાના કારણે ભાવનાજ્ઞાનવાળા સ્પષ્ટપણે જાણે છે કે હિંસા અને અહિંસાના વિષયમાં હેત, સ્વરૂપ અને અનુબંધરૂપ વિભાગો પાડવા, કઈ ભૂમિકામાં પહેલી નજરે દેખાતી હિંસાને ધર્મ માનવો, ક્યારે તેને અધર્મ કહેવો, કોના માટે ઉત્સર્ગને માર્ગ કહેવો અને કોને માટે અપવાદ માર્ગ જણાવવો વગેરે સૂક્ષ્મ વાતો સર્વજ્ઞ વીતરાગ સિવાય કોઈ જોઈ શકે તેમ નથી. જગતના અનંતા જીવો, તે જીવોના સુખ-દુ:ખના પ્રકારો અને તે સુખ-દુ:ખનાં કારણો વગેરે ભાવોને જોવાની શક્તિ રાગ, દ્વેષથી રહિત માત્ર સર્વજ્ઞ વીતરાગની જ છે. અજ્ઞાનનો સર્વથા નાશ કરી, સર્વજ્ઞ બન્યા વિના કોઈ આવા સૂક્ષ્મ ભાવોને જોઈ શકે નહિ અને સર્વના હિત માટેનો આવો માર્ગ બતાવી પણ શકે નહિ, આથી જ સર્વત્ર સર્વજ્ઞ વીતરાગપ્રભુની આજ્ઞા એ જ ધર્મ છે. આજ્ઞા જ ભવ્યજીવોનું હિત કરી શકે છે. સર્વને સાચા સુખનો રાહ પણ આજ્ઞા જ દર્શાવી શકે છે. શાસ્ત્રના સર્વ વચનનું તાત્પર્ય છે ઐદત્પર્યાર્થ પણ આજ્ઞા જ છે.
શાસ્ત્રના ઔદમ્પર્ધાર્થને પામેલા ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માને અચલ વિશ્વાસ હોય છે કે સર્વજ્ઞ વીતરાગ પ્રભુની આજ્ઞાના આરાધનમાં જ સુખ છે, અને વિરાધનામાં દુ:ખ છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુની આજ્ઞાના પાલનમાં આનંદ છે અને અપાલનમાં સંક્લેશ છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના વચનાનુસાર ચાલવામાં આત્મિકશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, અને વચનની ઉપેક્ષા કરનાર ક્યારેય આત્મિકશુદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી, આથી તે દરેક આત્મહિતકર તત્ત્વમાં પ્રવૃત્તિ કે આત્મા માટે અહિતકર તત્ત્વથી નિવૃત્તિના પ્રસંગમાં આજ્ઞાને જ આગળ કરે છે.
જાતિવાન રત્ન ભલે માટીથી ખરડાયેલું હોય તોપણ તેનો પ્રકાશ જેમ અન્ય રત્ન કરતાં જુદો તરી આવે છે, તેમ ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્મા ભલે કર્મયુક્ત હોય, કેવળજ્ઞાનીની જેમ તેમનું જ્ઞાન શુદ્ધ રત્નની કાંતિની જેમ સંપૂર્ણ શુદ્ધ ન પણ હોય તો પણ તેમનું જ્ઞાન અન્ય જ્ઞાન કરતાં જુદું જ તરી આવે છે.
શ્રુત-ચિત્તાજ્ઞાનવાળા સાધકો પણ સર્વજ્ઞ વીતરાગ ભગવાનની આજ્ઞાને ધર્મ તો માને છે અને તેમની આજ્ઞા અનુસાર યથાશક્તિ પ્રવર્તે પણ છે; પરંતુ જે પ્રમાણે ભાવનાજ્ઞાન સંપન્ન મહાત્મા ભગવાનની આજ્ઞાનું ઊંડાણ સમજી શકે છે, તે અન્ય જ્ઞાનવાળા સમજી શકતા નથી. તે જ કારણથી તેઓ ભગવાનની આજ્ઞાને જે રીતે મહત્ત્વ આપે છે અને જે રીતે આજ્ઞાપ્રધાન પ્રવૃત્તિ કરે છે તેવું અન્ય જ્ઞાનવાળા કરી શકતા નથી.
હૈયામાં આજ્ઞાનો અવિહડ આદર હોવાને કારણે ભાવનાજ્ઞાનસંપન્ન સાધક દૃઢપણે માને છે કે ભગવાને જે ક્રિયા જે વિધિથી કરવાનું કહ્યું હોય તે પ્રમાણે કરવામાં જ કલ્યાણ છે. પ્રભુએ જ્યાં, જેને માટે જે ઔચિત્ય કરવાનું કહ્યું હોય તે કરવાથી જ રાગાદિ દોષોનો નાશ થાય છે. આવી માન્યતાના કારણે તેઓ પ્રભુએ બતાવેલા વિધિમાર્ગમાં પોતાની શક્તિ અનુસાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનું પુરું ઔચિત્ય જાળવી યત્ન કરે છે. ૬૭ી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org