________________
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન - ગાથા-૧૭
૧૫૩
બોધ થાય છે, ત્યારે તે બોધ મહાવાક્યર્થના જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. ચિન્તાજ્ઞાન આવા મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલા જ્ઞાનસ્વરૂપ છે.
વળી, આ ચિન્તાજ્ઞાન સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત છે, તે જ બતાવે છે કે ચિન્તાજ્ઞાનવાળો સાધક અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય છે. તે નયોની સૂક્ષ્મ વાતોને સહેલાઈથી સમજી શકે છે. ભગવાનનું આ વચન કયા નયથી છે ? કયું કથન સર્ગિક છે ? અપવાદનું સ્થાન ક્યાં છે ? સ્યાદ્વાદની દૃષ્ટિથી દરેક પદાર્થો કેવા છે ? સપ્તભંગી શું છે ? કોઈપણ પદાર્થના બોધ માટે સપ્તભંગી શું કાર્ય કરે છે આ સર્વ વિગતોને ચિન્તાજ્ઞાનવાળો યુક્તિયુક્ત રીતે સમજી શકે છે, આથી જ ગ્રન્થકારશ્રીએ દેશનાાત્રિશિકામાં કહ્યું છે કે, સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવી યુક્તિઓ દ્વારા સપ્તભંગીસ્વરૂપ સ્યાદ્વાદ સહિતનો બોધ જ ચિન્તાજ્ઞાનનો વિષય છે.2
આ જ્ઞાનમાં અનેકાન્તવાદની દૃષ્ટિથી દરેક પદાર્થોનો નય સાપેક્ષ ઊંડો બોધ થવાના કારણે તે પાણીમાં પડેલા તેલના બિંદુ જેવું છે. તેલનું એક બિંદુ પાણીમાં પડતાં જેમ મોટા વિસ્તારને પામે છે તેમ ચિન્તાજ્ઞાનવાળા સાધકની પ્રજ્ઞા પણ એટલી પ્રકર્ષવાળી હોય છે કે તેનું એક વાક્યનું જ્ઞાન પણ ધીરે ધીરે વિકાસ પામી ભાવનાજ્ઞાનની કક્ષા સુધી પહોંચી શકે છે. કલા, અવતરણિકા :
હવે ભાવનાજ્ઞાનના સ્વરૂપને કહે છેશ્લોક :
. ऐदम्पर्यगतं यच्च', विध्यादौ यत्नवच्च यत् ।
तृतीयं तदशुद्धोच्चजात्यरत्नविभानिभम् ॥६७ || શબ્દાર્થ :
9.યત્વે - અને જે ૨. પર્યતં - ઔદમ્પર્યગત છે, ૩/૪. ય - વળી જે ૧/૬. વિધ્યા યત્નવત - વિધિ આદિમાં યત્નવાળું છે, ૭.તશુદ્ધોવનાત્યરત્નવિમાનમ+ - તે અશુદ્ધ ઉચ્ચ જાત્યરત્નની કાંતિ જેવું ૮, તૃતીયં - ત્રીજું (ભાવનાજ્ઞાન) છે. શ્લોકાર્થ :
જે જ્ઞાન ઐદંપર્ય એટલે કે તાત્પર્યવિષયક હોય તથા જે વિધિ આદિમાં વિશેષ યત્ન કરાવે તેવું હોય તે ત્રીજું ભાવનાજ્ઞાન અશુદ્ધ પણ ઉંચા જાતિવાન રત્નની કાંતિ તુલ્ય છે. ભાવાર્થ :
ભાવનાજ્ઞાનમાં શાસ્ત્રવચનના તાત્પર્ય સુધીનો બોધ હોય છે. આ જ્ઞાનની વિશેષતા એ છે કે તે માત્ર બોધ સુધી સીમિત નથી રહેતું, પરંતુ શાસ્ત્રમાં જે ક્રિયા જે વિધિથી કરવાની કહી છે તે ક્રિયા તે જ વિધિ આદિથી કરવાનો પૂરો યત્ન કરાવે તેવું હોય છે. જાત્ય રત્ન (ઊંચા પ્રકારનું રત્ન) જ્યારે અશુદ્ધ અવસ્થામાં હોય ત્યારે પણ તેની કાન્તિ અન્ય શુદ્ધ રત્ન કરતાં જુદી જ તરી આવે છે, તેની જેમ આ જ્ઞાન પણ અન્ય કરતાં જુદું તરી આવે છે. 2. सूक्ष्मया = सूक्ष्मबुद्धिगम्यया युक्त्या स्याद्वादेन = सप्तभङ्ग्यात्मकेन सङ्गतं ज्ञानम्
- તા. દ્વા. વૃત્ત |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org