________________
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન - ગાથા-૯૮
૧૫૫
અવતરણિકા :
શ્રત, ચિંતા અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જણાવ્યા પછી હવે શ્રત અને ચિન્તા જ્ઞાનવાળા સાધકનું ચિત્ત કેવું હોય છે તે જણાવે છે
શ્લોક :
आये ज्ञाने मनाक् पुंसस्तद्रागाद्दर्शनग्रहः । द्वितीये न भवत्येष, चिन्तायोगात्कंदाचन ॥६८||
શબ્દાર્થ :
9/ર.સાથે જ્ઞાન - પ્રથમ જ્ઞાનમાં = શ્રુતજ્ઞાનમાં રૂ. તદ્રા!I[ - તેના = શ્રુતજ્ઞાનના રાગથી ૪. પુન: - પુરુષને ૧/૬. મના સનપ્રદ: - થોડો દર્શનગ્રહ - દર્શનની પક્કડ થાય છ૮, દ્વિતીયે વિત્તાયોતિ - બીજા (ચિત્તાજ્ઞાનમાં) ચિત્તનનો યોગ હોવાથી ૧. વઢાવન - ક્યારેય 9099/98.Jણ ન મતિ - આ = દર્શનગ્રહ હોતો નથી. શ્લોકાર્થ :
શ્રુતજ્ઞાનમાં પુરુષને શ્રુતજ્ઞાનના રાગથી પોતાના દર્શનનો થોડો આગ્રહ અર્થાત્ થોડી પક્કડ હોય છે; જ્યારે ચિન્તાજ્ઞાનમાં ઊંડું ચિન્તન હોવાના કારણે ક્યારેય પોતાના દર્શનની ખોટી પક્કડ હોતી નથી. ભાવાર્થ :
શ્રુતજ્ઞાનવાળા સાધકનો ક્ષયોપશમ એટલો તીવ્ર નહિ હોવાને કારણે, ક્યારેક તેનામાં પોતે સ્વીકારેલ દર્શન પ્રત્યેના મમત્વના કારણે થોડો પક્ષપાત-પક્કડ થવાની સંભાવના રહે છે; જ્યારે ચિન્તાજ્ઞાન-સંપન્ન સાધકમાં આવો આગ્રહ ક્યારેય સંભવી શકતો નથી. કેમ કે, તેનામાં પ્રજ્ઞાની સૂક્ષ્મતા હોવાને કારણે તે અનેક યુક્તિપ્રયુક્તિથી પદાર્થ જોઈ શકે છે. વિશેષાર્થ :
શ્રુતજ્ઞાનવાળા સાધકો સામાન્યથી સ્યાદ્વાદને સમજતા હોય છે. તોપણ તેઓ ચિંતાજ્ઞાનસંપન્ન મહાત્માની જેમ નયની સૂક્ષ્મ યુક્તિઓને સમજી શકતા નથી, તેથી ક્યારેક શ્રુતજ્ઞાની પોતે સ્વીકારેલ મત સિવાયના મતની સૂક્ષ્મ વાતોને સમજી શકતા નથી. પરિણામે તેઓમાં પોતે જે મતને માને છે, જે દેવ, ગુરુ અને ધર્મને સ્વીકારે છે, તેમના પ્રત્યેના મમત્વ અને રાગને કારણે ક્યારેક થોડો આગ્રહ આવી જાય છે. આના કારણે ક્યારેક “સાચું તે મારું” ના બદલે “મારું તે સાચું” આવો ભાવ સ્પર્શી જાય છે.
શ્રુતજ્ઞાનીનો આવો આગ્રહ પણ અનીવર્તનીય કોટિનો કે, કદાગ્રહની કોટિમાં મૂકાય તેવો નથી હોતો, કેમકે શ્રુતજ્ઞાનની કક્ષા સુધી પહોંચેલા સાધકો સરળ હોય છે, પ્રજ્ઞાપનીય કોટિના હોય છે. સમજાવ્યા સમજી શકે તેવા હોય છે. સત્યમાર્ગ સમજાવનાર સદ્ગુરુ આદિનો તેમને ભેટો થાય અને તેઓ યોગ્ય રીતે તેમને સન્માર્ગ સમજાવે તો આવા સાધક સારી રીતે વળી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org