________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ પહેલો
આ જ્ઞાનયોગ એક અંદરના ઉઘાડરૂપ છે, જેની પરાકાષ્ઠા પ્રાતિજજ્ઞાનસ્વરૂપે પ્રગટતી હોય છે. આ પ્રાતિભ-જ્ઞાન શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી અલગ ન હોવા છતાં બેમાંથી કોઈ એકરૂપે પણ નથી, એવું પણ તેઓશ્રીમદે સ્પષ્ટ કરી આપ્યું છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલી સ્પષ્ટતાને ન્યાયાચાર્ય પૂ. મહોપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારના અનુભવાષ્ટકની પહેલી ગાથા દ્વારા અને પ્રસ્તુત ગ્રંથના બીજા અધિકારની બીજી ગાથા દ્વારા પુનઃ પ્રકાશિત કરી છે. તેઓએ તેને દિવસ રાત્રિ વચ્ચેની સંધી સમયે થતા અને અરણોદયની ઉપમા આપી વસ્તુને સમજાવી છે.
ક્રિયાયોગશુદ્ધિ :
જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર બાદ ક્રિયાયોગશુદ્ધિ અધિકારમાં ક્રિયાયોગનું સ્યાદ્વાદ શૈલીથી નિરૂપણ કરવા માટે જ્ઞાનયોગ અને ક્રિયાયોગ બંને વચ્ચેનું સાયુજ્ય, કાર્યકારણભાવ ગૂંથી આપ્યો છે. નયચર્ચામાં જ્ઞાનયોગ પોતાની મુખ્યતા સ્થાપવા ક્રિયાયોગને જે રીતે નગણ્ય ગણે છે તે દર્શાવી, તે એકાંત માન્યતાનું યુક્તિપુરસ્સર ખંડન પણ કર્યું છે. તે જ રીતે ક્રિયાયોગ પણ પોતાની મુખ્યતા સ્થાપવા જ્ઞાનયોગને જે રીતે નગણ્ય ગણે છે તે દર્શાવી, તે એકાંત માન્યતાનું ય યુક્તિપુરસ્સર ખંડન કર્યું છે. એમ કર્યા બાદ અંતે અનેકાંતષ્ટિસ્યાદ્વાદ શૈલીથી એ બંને યોગોની પરસ્પર સાયુજ્યતા, કાર્ય-કારણ, અનિવાર્યતા, સ્વ-સ્વ-સ્થાને મુખ્યતા અને પરસ્થાને ગૌણતા દર્શાવીને, જ્ઞાન યોગની જેમ જ ક્રિયાયોગની પણ અનિવાર્યતા છે તે જણાવ્યું છે. એ બંનેય યોગો એકબીજાના પૂરક બનવાના કારણે સાધનાના પ્રારંભથી (અભ્યાસદશાથી) છેક યોગની સિદ્ધિ થાય ત્યારે અને તે પછી પણ કેટલા ઉપકારક બને છે, તે સ્પષ્ટ રીતે સિદ્ધ કરી આપ્યું છે.
અધ્યાત્મસારમાં આ જ વાતને અલગ શબ્દોમાં પુષ્ટ કરતાં તેઓશ્રીએ જણાવ્યું છે કે, “જ્ઞાન ક્રિયા રહિત હોતું નથી, ક્રિયા પણ જ્ઞાન રહિત હોઈ શકતી નથી. ખરેખર ગૌણ અને પ્રધાન (મુખ્ય) એવા ભાવના કારણે એ બંને વચ્ચે માત્ર અવસ્થાનો જ ભેદ છે.' ‘કર્મયોગ (ક્રિયાયોગ)નો સારી રીતે અભ્યાસ કરે તે જ જ્ઞાનયોગને સારી રીતે પામે છે અને જ્ઞાનયોગને સારી રીતે પામનારો જ ધ્યાનયોગ પર સારી રીતે આરૂઢ થઈને મુક્તિયોગને પામે છે.''
ક્રિયારૂપ વ્યવહારને ગૌણ કરનારો જ્ઞાનરૂપ નિશ્ચયને પામવા મથે તો કેવી વિડંબણા પામે છે તેનું નિદર્શન આપતાં તેઓશ્રીએ લખ્યું છે કે, “વ્યવહાર નયનો આશ્રય કરીને ક્રિયામાર્ગમાં નિષ્ણાત બન્યા વગર જે શુદ્ધ અને અતિ સૂક્ષ્મ એવા નિશ્ચયનયના પરમાર્થને જાણવા ઇચ્છે છે તે તળાવ તરવાની શક્તિ ન હોવા છતાં મહાસાગર તરવાના મનોરથો સેવનાર જેવો શેખચલ્લી છે.'
29. સચ્ચેવ દિનરાત્રિચ્યાં, વકૃતયો: પૃથળ | વુધરનમવો દષ્ટ, વેટીક્કાવ: || - જ્ઞાનસાર ૨૧/૧ 30. જ્ઞાન ક્રિયાવિહીન ન, ત્રિયા વા જ્ઞાનનતા I TUIDધાનમાવેન, શામેઃ વિòનયો: // - અધ્યાત્મસાર ૧૫/૨૪ 31. કર્મયોમાં સમસ્ય, જ્ઞાનયોગસમાદિત: / ધ્યાનયોમાં સમાહ્ય, મુવિસ્તયો પ્રપદ્યતા - અધ્યાત્મસાર ૧૫/૮૩ 32. વ્યવહાર વિનાતો, વો જ્ઞીપ્સત વિનિશ્ચય સિરિંતરપાશવત્ત:, સા રે સ તિતીર્ષાત || - અધ્યાત્મસાર ૧૮/૧૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org