________________
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
૧૩
મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનેક અનુભવો દ્વારા સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને જાણે
છે.24'
તેઓશ્રીના આવા કથનથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રનો બોધ મેળવી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી અનુભવજ્ઞાનની શૃંખલા લાધે છે. આગળ વધીને આવા મહાન અનુભવજ્ઞાનને વરેલા જ્ઞાનયોગીનું મહિમાગાન કરતાં તેઓશ્રીએ કહ્યું છે કે,
સુકૃતની બુદ્ધિથી આ આત્માનુભવને પામેલ યોગી જ ધ્યાન કરવા યોગ્ય છે, એ જ સેવવા યોગ્ય છે, એમની જ ભક્તિ કરવા યોગ્ય છે. આ આત્માનુભવવાળા યોગીને જ “ગુરુ” માનવાથી આ સંસાર-સાગર તરવો સરળ બની જાય છે.'
આવો આત્માનુભવ ન થાય તેવા આત્માઓની કેવી વિડંબણા થાય છે. તેનું પણ તાદશ બાન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે કે, “જેઓ અનુભવજ્ઞાન દ્વારા મોક્ષમાર્ગનો નિશ્ચય નથી કરી શક્યા તેવા અનિશ્ચિત પંથ પર ચાલનારાઓ ચારિત્રની પરિણતિથી ચૂકી જાય છે. કેવળ ચારિત્રની બાહ્ય ક્રિયાઓ કરીને જેઓ પોતે ચારિત્રી હોવાનો ગર્વ અનુભવે છે તેઓ જેમ ચારિત્રી નથી તેમ જ્ઞાની પણ નથી. એનું ગમે તેટલું ઊંચું જણાતું જ્ઞાન પણ સરવાળે અજ્ઞાનરૂપ જ છે.'
શાસ્ત્રયોગની મર્યાદા અને એનાથી દિશા મળતા પ્રાપ્ત થતો જ્ઞાનયોગ-સામર્થ્યયોગ કઈ રીતે પરમપદ સુધી પહોંચાડે છે, તેનો સારાંશ આપતાં અધ્યાત્મસારમાં તેઓશ્રીમદે જણાવ્યું છે કે, “શાસ્ત્રવ્યાપાર માત્ર દિશા દર્શાવવાનું જ કાર્ય કરે છે. અગમનિગમની મુસાફરીમાં તે સાથે આવતું નથી, સામ્યયોગના અનુભવસ્વરૂપ “સામર્થ્યયોગ' રૂ૫ અનુભવ જ આત્માને સામા કિનારે લઈ જાય છે.'
પૂ. મહોપાધ્યાયજી ભગવંતે જ્ઞાનયોગની વ્યાખ્યા આપ્યા બાદ એ જ્ઞાનયોગનો વિસ્તાર અ બંનેને ઉક્તિ અને યુક્તિ દ્વારા અભિવ્યક્ત કર્યો છે. જ્ઞાનયોગ અને શાસ્ત્રયોગ વચ્ચેની તુલનામાં શાસ્ત્રયોગ એ પાયો છે અને જ્ઞાનયોગ અને ક્રિયાયોગ એની ઉપર રચાતી ઈમારત છે. શાસ્ત્રયોગની ઉપેક્ષા કરીને જ્ઞાનયોગ અને ક્રિયાયોગ ક્યારે પણ પામી શકાતો નથી અને જ્ઞાનયોગની તથા ક્રિયાયોગની અપેક્ષા વિનાના શાસ્ત્રયોગની પણ કોઈ વિશેષ કિંમત નથી – આ વાતની સારી રીતે છણાવટ કરેલી છે.
આવા જ્ઞાનયોગીના સુખનું વર્ણન શક્ય નથી. તેને સમજાવવા માટે જગતની ઉપમાઓ વામણી પડે છે. જગતમાં સુખદાયક ઉપમાઓ તરીકે પ્રિયાનો આશ્લેષ અને બાવનાચંદન રસનું વિલેપન ગણાય છે. અહીં એ બંને ઉપમાઓ પણ જ્ઞાનયોગીના સુખના વર્ણન માટે વામણી ગણાઈ છે.28
24. ધરત્યાવર્લ્ડ રેન્દ્ર-ત્રહ્મ શાસ્ત્રદશા નિ: I સ્વસંવેદપરં દ્રહ્માનુમવૈરથા છત || - અધ્યાત્મઉપનિષદ્- ૨/૨૫ 25. ધ્યેયોયં સેવ્યોડવું, ઝાર્યા વિત: સુવૃત્તપિયાવસ્થવ નિપુત્વવુચા, સુતર: સંસારસિચુરા | - અધ્યાત્મસાર ૨૦/૨૮ 26. જે ત્વનુવાનિશ્ચિતમ શરિત્રપરિતિપ્રણ: વાદ્યથા વામનનો જ્ઞાનિનોડપ ર તે || - અધ્યાત્મસાર ૨૦૩૫ 27. હિમાત્ર૬ર્શને શાસ્ત્ર-વ્યાપાર: ટૂર : | બસ્થા: સ્વાનુમવ: પર, સામરોડવહતે || - અધ્યાત્મસાર ૯ ૨૮ 28. સ્તનમનજી વચ્છર્મ, વજું નૈવ પર્વ | નોપમે પ્રિયાઉં-નધિ તરૃન્દ્રન્દ્રર્વ: || - અધ્યાત્મ ઉપનિષદુ ૨/૧૩
Jain Education International
For Personal
Private Use Only
www jainelibrary.org