________________
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ
૧૫
‘વ્યવહાર નય શું કહે છે તેનો નિશ્ચય કરીને શુદ્ધ નયને આશ્રિત એવા આત્મસ્વરૂપના જ્ઞાનમાં રત થઈને મહાત્મા પરમ સામ્યને પ્રાપ્ત કરે છે' એવું જણાવી તેઓશ્રીમદ્ ક્રિયાની પાયારૂપતા અને જ્ઞાનની ઈમારતરૂપતાને જ વિધવિધ રૂપકો દ્વારા સિદ્ધ કરી આપી છે.
જ્ઞાનયોગ અને ક્રિયાયોગનું સંતુલન અધ્યાત્મની ઉત્પત્તિ, શુદ્ધિ વૃદ્ધિ અને સિદ્ધિ માટે ઉપકારક છે તે જણાવવા માટે પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રીજીએ કેટલીક માર્મિક વાતો કરી છે, તેને જાણવી ય જરૂરી છે. તેઓએ કહ્યું છે કે,
‘તપ અને શ્રતનો પણ એક જાતનો મદ ચઢી શકે છે. જે આત્માને “હું તપસ્વી છું કે હું બહુ જ્ઞાની છું. એવો શ્રુતનો કે તપનો મદ ચઢયો હોય, તે ક્રિયા કરનારો સાધક હોય તો પણ તેને કર્મબંધ થાય છે; જ્યારે ભાવનાજ્ઞાનથી યુક્ત હોવાને કારણે મદ રહિત બનેલા જ્ઞાનયોગી બાહ્યદૃષ્ટિથી સાવ નિષ્ક્રિય હોવા છતાં પણ કર્મથી લેવાતા નથી*'
અજ્ઞાની પૂર્વ કોટિ વર્ષો સુધી કષ્ટાચરણની જેટલાં કર્મોનો વિનાશ કરે છે. તેટલાં કર્મોનો વિનાશ ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની માત્ર એક ઉચ્છવાસ જેટલા જ સમયમાં કરે છે.' એવું જે બૃહત્કલ્પભાષ્યમાં જણાવ્યું છે તે આ જ વાતને પુષ્ટ કરે છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે ભારપૂર્વક જણાવ્યું છે કે, “ક્રિયા વિનાનું જ્ઞાન અનર્થને જ કરે છે. કારણ કે, રસ્તાનો સારામાં સારો જાણકાર પણ જો એ માર્ગે ન ચાલે તો ઈચ્છિત નગરને પામતો નથી.' વિપરીત માર્ગે ચાલે તો કોઈક બીજા જ સ્થાને જ પહોંચી જાય તેમ પણ બને છે.
પૂર્ણ જ્ઞાની-કેવળજ્ઞાની પણ કેવળજ્ઞાન થયા બાદ પોતાની ભૂમિકાને અનુરૂપ એવી દેશનાદાન, વિહાર, દીક્ષા પ્રદાન, આહારાદિ-ગ્રહણ, દેહવિશ્રાંતિ વગેરે ક્રિયાઓની અપેક્ષા રાખતા હોય છે, એ વાત સ્વપ્રકાશિત દીપકને પણ તેલ પુરવાની ક્રિયા અપેક્ષિત હોય છે - તે દૃષ્ટાંતથી સમજાવી છે.
જે એકાંત જ્ઞાનયોગની આરાધના કરનારાઓ ‘ક્રિયાયોગ એ બાહ્ય વ્યવહાર છે.” એમ કહી, ક્રિયાયોગને આરાધ્યા વિના જ સિદ્ધિરૂપ તૃપ્તિને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે ભોજન કર્યા વિના તૃપ્તિની અપેક્ષા રાખનારા જેવા છે' - એમ કહીને મહામહોપાધ્યાયજીએ એવા એકાંત જ્ઞાનવાદીઓની મૂર્ખતાને ખૂલ્લી કરી છે. 33. વ્યવહાર વિનશ્ચિત્ય, તત: શુદ્ધનશ્રિત: I માત્મજ્ઞાનરતો મૂત્વી, પરમં સામ્યમાશ્રયેત્ || - અધ્યાત્મસાર ૧૮/૧૯૬ 34. તા:કૃતાદ્રિના મત્તા, ક્રિયાવાડ Aિતે | મવિનાજ્ઞાનસમ્પન્ન, નિષ્ક્રિય ન સ્ટિવ્યતે ||
- અધ્યાત્મસાર ઉપનિષદ્ ૨૩૯ 35. ગં નાની વí gવેફ, વહુનાદિ વાસવોહિહિં તં નાની ર્તાિહિં ગુત્તો, હવે સામi | - બૃહત્કલ્પભાષ્ય ૨૭૦ 36. જ્યવરહિત દન્ત, જ્ઞાનમંત્રીનર્થમ્ Tતિ વિના પથજ્ઞST, નાડૂત પુરમીfણતમ્ II - અધ્યાત્મ ઉપનિષદ્ ૩/૧૩ 37. સ્વાનુકૂલ્સ ક્રિય કાઢે, જ્ઞાનપૂડણવેક્ષતે | પ્રવૃીપ: સ્વપ્રશોપિ, તૈપૂર્વાજિં યથા ||
- અધ્યાત્મ ઉપનિષ ૩/૧૪ 38. बाह्यभावं पुरस्कृत्य, ये क्रियाऽव्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाक्षिणः ।।
- અધ્યાત્મ ઉપનિષદ્ ૩/૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org