________________
શ્રત-ચિંતા-ભાવનાજ્ઞાન - ગાથા-૬૬
૧પ૧
સામાન્યથી જોતાં આવાં વાક્યો હિંચાત્ સર્વપૂતન –એવાં શાસ્ત્ર વાક્યોનાં વિરોધી વાક્યો લાગે, પરંતુ શ્રુતજ્ઞાનવાળો સાધક સામાન્યથી એટલું વિચારી શકે કે ભગવાને સામાન્યથી દરેક પ્રકારની હિંસાનો નિષેધ કર્યો છે, પરંતુ દ્રવ્યહિંસા કરતાં રાગ-દ્વેષથી થતી ભાવહિંસા આત્મા માટે વધારે અહિતકર છે, કારણ કે રાગ, દ્વેષ અને મોહ : આ જ હિંસાના અને તેના દ્વારા થતાં અકલ્યાણનાં મુખ્ય કારણો છે, તેથી તે રાગ-દ્વેષથી બચવા માટે જ ભગવાને સાધુ માટે નદી ઉતરવાની ક્રિયા અને શ્રાવકો માટે પૂજાદિનાં કર્તવ્યો બતાવ્યાં છે.
શ્રુતજ્ઞાનવાળો સાધક શાસ્ત્ર વચનોનો આવો સંકલનાત્મક બોધ કરવા સમર્થ છે, પરંતુ તેનામાં તે વાત કયા નયથી છે ? તેમાં કઈ સૂક્ષ્મ યુક્તિઓ છે ? તે સમજવાની ક્ષમતા હોતી નથી. આમ છતાં તે તે પદાર્થોને ઊંડાણથી સમજવા માટેની તેની મથામણ ચાલુ હોય છે. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે તેની પ્રજ્ઞા ખીલે છે, ત્યારે આ વાત કયા નયથી દર્શાવી છે, તેમાં કઈ સૂક્ષ્મ યુક્તિઓ છે ? તે સમજાય છે ત્યારે તેનું વાક્યર્થનું જ્ઞાન જ મહાવાક્યર્થજ્ઞાન અને અંતે ઔદમ્પર્યાર્થજ્ઞાનમાં પરિણમન પામી શકે છે, આથી જ આ શ્રુતજ્ઞાનને કોઠારમાં રહેલા બીજ જેવું અને વાક્યર્થના વિષયવાળું દર્શાવ્યું છે. IIઉપાય અવતરણિકા :
હવે સભ્યશ્રુતજ્ઞાનના બીજા વિભાગરૂપ “ચિન્તાજ્ઞાનનું સ્વરૂપ જણાવે છેશ્લોક :
महावाक्यार्थजं यत्तुं सूक्ष्मयुक्तिशतान्वितम् ।
तद्वितीयं जले तैल - बिन्दुरीत्या प्रसृत्वरम् ॥६६॥ શબ્દાર્થ :
9.યg - વળી જે (જ્ઞાન) ૨. મદવાવાર્થનં - મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયું હોય રૂ. સ્કૂલમપુતિશતાન્વિતમ્ - સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત હોય છે. નહે તૈત્રવિન્રીત્યા - પાણીમાં તેલના ટીપાની જેમ ૬. પ્રકૃત્વરમ્ - પ્રસરવાના સ્વભાવવાળું હોય ૭. દ્વિતીય - તે બીજું (ચિન્તાજ્ઞાન) છે. શ્લોકાર્થ :
વળી જે જ્ઞાન મહાવાક્ષાર્થથી ઉત્પન્ન થયું હોય, સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી યુક્ત હોય, તેમજ તેલનું એક ટીપું જેમ પાણીમાં પ્રસરી જાય તેમ ચારે બાજુ ફેલાવાના સ્વભાવવાળું હોય તે બીજું ચિત્તાજ્ઞાન છે. ભાવાર્થ : ચિન્તાજ્ઞાન મહાવાક્યર્થના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તે સેંકડો સૂક્ષ્મ યુક્તિ અને પ્રયુક્તિઓથી યુક્ત હોય છે. વળી પાણીમાં જેમ તેલ પ્રસરે તેમ આ ચિન્તાજ્ઞાન પણ એક જ વાક્યના વિસ્તાર પામેલા જ્ઞાનસ્વરૂપ છે, જેમાં અનેક દૃષ્ટિકોણથી કરાયેલા વિવિધ અર્થોનો સમાવેશ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org