________________
૧૫૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
જ્ઞાનપ્રાપ્તિના ક્રમમાં તો અનેક પદોથી બનેલું જે એક વાક્ય હોય, તેના દરેક પદોના અર્થની સંકલના કરી, જે એક સંપૂર્ણ વાક્યના અર્થનો બોધ થાય તેને વાક્યર્થજ્ઞાન કહેવાય છે. પરંતુ શ્રુતજ્ઞાનનો વિષય જે વાક્યાર્થજ્ઞાન બને છે તે આટલું સીમિત નથી હોતું. તેમાં શાસ્ત્રોના વાક્યોનો સામાન્ય બોધ તો થાય છે, પરંતુ તે બોધ આગળ પાછળના વાક્યો સાથે સંગત થાય તેવો સંકલનાત્મક બોધ હોય છે, તેથી શ્રુતજ્ઞાન વખતે જે વાક્યાર્થજ્ઞાન થાય છે તે શાસ્ત્રવચનોના આગળ-પાછળના સંદર્ભપૂર્વક થતા વાક્યના અર્થના બોધસ્વરૂપ મનાય છે.
આ વાતની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ અન્ય ગ્રંથોમાં ખૂબ સુંદર રીતે કરી છે. તેઓ જણાવે છે કે શ્રુતજ્ઞાનમાં જે વાક્યની વિચારણા ચાલતી હોય તે પ્રસ્તુત વાક્યનો અર્થ કરવા પૂર્વે, શાસ્ત્રનાં આગળ-પાછળનાં વાક્યોને વિચારવાં અતિ જરૂરી હોય છે. સર્વ વાક્યોને વિચારી શાસ્ત્રના એક પણ વચન સાથે વિરોધ ન આવે તે રીતે જો પ્રસ્તુત વાક્યનો અર્થ કરવામાં આવે તો તે વાક્યર્થ શ્રુતજ્ઞાનનો.વિષય બને છે. આમ છતાં શ્રુતજ્ઞાનના વાક્યર્થમાં પ્રમાણ-નયની વિચારણા હોતી નથી. તેથી શાસ્ત્રનાં વિવિધ વાક્યોની સંકલનવાળું અને સમ્યગુબોધવાળું શ્રુતજ્ઞાન પણ અપેક્ષાએ તો સામાન્ય બોધસ્વરૂપ જ છે. તેના દ્વારા ઉપરછલ્લી દૃષ્ટિએ વિરોધી જણાતાં શાસ્ત્ર વાક્યોની સામાન્યથી સંગતિ કરી શકાય છે, પણ તેમાં ઊંડા તર્ક કે નયાદિની વિચારણા હોતી નથી, તેથી શાસ્ત્રવચનોનો સામાન્ય બોધ હોય કે વિસ્તૃત બોધ હોય, પરંતુ જ્યાં સુધી નયસાપેક્ષ રીતે પદાર્થોને જોવાની પ્રજ્ઞા ન વિકસી હોય ત્યાં સુધીનું સમ્યક શ્રુતજ્ઞાન “શ્રુતજ્ઞાન” સ્વરૂપ કહેવાય છે.
જેમકે “ હિંસ્થાત્ સર્વભૂતાનિ' આ વાક્યથી સામાન્ય બોધ એવો થાય કે કોઈ જીવની હિંસા ન કરવી જોઈએ. આની સામે શાસ્ત્રમાં બીજાં એવાં પણ વાક્યો જોવા મળે છે કે શ્રાવકે ઉત્તમ જળથી, વિવિધ પુષ્પોથી, સુગંધી ધૂપથી પ્રભુ પૂજા કરવી જોઈએ. સાધુએ નવકલ્પી વિહાર કરવો જોઈએ. તેમાં વચ્ચે નદી આવે અને અન્ય માર્ગ ન હોય તો સાધુ નદી ઉતરે તો તેમાં બાધ નથી, એટલે જેમાં અમુકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, આદિની વિરાધના થાય તેવા વિધાનોનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે.
વાક્યને વિશેષથી સમજવા માટે જે વિચારણા કરાય, તે માટે અનેક પ્રશ્નો ઉઠાવી જે સમાધાનો મેળવાય છે તે મહાવાક્યાર્થજ્ઞાન કહેવાય છે. જેમકે “નમો રિહંતા' = માં મત્યુ નો પ્રયોગ કેમ કર્યો હશે ? “મારો નમસ્કાર થાઓ' આવું કહેવા કરતાં હું નમસ્કાર કરું છું' - એવું કહ્યું હોત તો વધુ યોગ્ય ન લાગત ? વગેરે પ્રશ્નો ઉઠાવી તેના સમાધાનો મેળવી જે અર્થ તરી આવે તે મહાવાક્યર્થ સ્વરૂપ છે. અંતમાં, આખા વાક્યના તાત્પર્યજ્ઞાનને ઐદત્પર્યાર્થજ્ઞાન કહેવાય છે. જેમકે ‘નમોડત્યુ vi રિહંતા' આ વાક્ય એક પ્રાર્થનાસ્વરૂપ છે, તેમાં જે ભગવદ્ ભાવની પ્રાપ્તિ સ્વરૂપ શ્રેષ્ઠ ફળ તત્કાળ પ્રાપ્ત કરાવે એવા ઉત્તમોત્તમ નમસ્કારની ભાવના વ્યક્ત કરાઈ છે. આ રીતે શાસ્ત્રવચનના તાત્પર્ય સુધી પહોંચાડનાર જ્ઞાનને એદમ્પર્યાર્થજ્ઞાન કહેવાય છે.
આની વિશેષ વાતો પરિશિષ્ટ નં. ૧૧ માં છે. 3. श्रुतं सर्वानुगात् = सर्वशास्त्राविरोधि निर्णीतार्थात् वाक्यात् प्रमाणनयवर्जितात् ।
- દ્વા. . વૃત્તો, ૨/૨૦ || वाक्यार्थः = प्रकृतवाक्यैकवाक्यताऽऽपन्नः सकलशास्त्रवचनार्थाऽविरोधिवचनार्थः तन्मात्रं प्रमाण-नयाधिगमरहितं तद्विषयं = तद्गोचरं न तु परस्परविभिन्नविषयशास्त्रावयवभूतपदमात्रवाच्यार्थविषयं, तस्य संशयादिरूपत्वात् ।
- ષોડશવૃત્તો, ૨૨/૭ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org