________________
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન - ગાથા-૬૫
શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ સમ્યક્ શ્રુતજ્ઞાનના ઉત્તરોત્તર વિકાસને દર્શાવતા ત્રણ ભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે : ૧. શ્રુતજ્ઞાન' ૨. ચિન્તાજ્ઞાન અને ૩. ભાવનાજ્ઞાન. શ્રુતજ્ઞાનમાં શાસ્ત્રયોગની શુદ્ધિ પ્રારંભિક ભૂમિકાની હોય છે. ચિંતાજ્ઞાનમાં તે શુદ્ધિ વિશેષ પ્રકારની હોય છે અને ભાવનાજ્ઞાનમાં તે શુદ્ધિ અત્યંત ઊંચી કક્ષાની હોય છે.
શ્રુતજ્ઞાન :
૧-શ્રુતજ્ઞાન, ૨-ચિંતાજ્ઞાન અને ૩-ભાવનાજ્ઞાન પૈકીનું પહેલું શ્રુતજ્ઞાન કોઠારમાં રહેલા બીજ જેવું અને વાક્યાર્થના વિષયવાળું કહેવાય છે. કોઠારમાં બીજ સુરક્ષિત રહેતું હોય છે. તેમાં સડવા, બળવા કે નાશ પામવાની પ્રાયઃ સંભાવના રહેતી નથી. આવા સુરક્ષિત બીજને જો યોગ્ય સ્થાનમાં વાવવામાં આવે અને ખાતર-પાણીથી તેનું સિંચન કરવામાં આવે તો તેમાંથી અંકુરો ફૂટે છે. ક્રમે કરી વૃદ્ધિ પામતા તે અંકુરામાંથી ડાળી, પાન, ફૂલ, ફળ, થડ વગેરેથી શોભતું ઘટાદાર વૃક્ષ પણ ઉત્પન્ન થાય છે.
૧૪૯
તેની જેમ શ્રુતજ્ઞાનને વરેલા સાધકનો બીજભૂત બોધ પણ સુરક્ષિત હોય છે. તે બોધ ભલે સામાન્ય કોટીનો હોય, પરંતુ તેનામાં તે તે પદાર્થને વિશેષથી સમજવાની તીવ્ર જિજ્ઞાસા જરૂ૨ સમાયેલી હોય છે. વળી શ્રુતજ્ઞાનીનો કદાગ્રહ પણ નાશ પામી ગયો હોય છે. આથી જ્યારે સદ્ગુરુનો સંયોગ વગેરે તત્ત્વપ્રાપ્તિની સામગ્રી પ્રાપ્ત થાય, ત્યારે તે બીજ જેવું શ્રુતજ્ઞાન અનુક્રમે ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનસ્વરૂપ તત્ત્વના પરમાર્થને પમાડે તેવા ઘટાદાર વૃક્ષસ્વરૂપ બની શકે છે.
વળી આ શ્રુતજ્ઞાન વાક્યાર્થના વિષયવાળું હોય છે. તાત્પર્ય એ છે કે, ઉપદેશપદ આદિ ગ્રંથોમાં જ્ઞાન પ્રાપ્તિના ક્રમને દર્શાવતા જ્ઞાનના ચાર પ્રકાર વર્ણવ્યા છે : પદાર્થજ્ઞાન, વાક્યાર્થજ્ઞાન, મહાવાક્યાર્થજ્ઞાન અને ઐદમ્પર્યાર્થજ્ઞાન.? આ ચારે પ્રકારના જ્ઞાનમાંથી સભ્યશ્રુતના પ્રથમ ભેદસ્વરૂપ શ્રુતજ્ઞાનનો વિષય વાક્યાર્થજ્ઞાન હોય છે.
1. અહીં જે ‘શ્રુતજ્ઞાન’ની વાત કરી છે તે મતિ, શ્રુત, અવધિ આદિ સ્વરૂપ જે જ્ઞાનના પાંચ ભેદો છે, તેમાંના શ્રુતજ્ઞાનના એક પેટા ભેદની વાત છે. સામાન્યથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે.
(૧) મિથ્યાશ્રુત - મિથ્યાત્વના ઉદય સહષ્કૃત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થતું જ્ઞાન મિથ્યાશ્રુતજ્ઞાન કહેવાય છે.
(૨) સભ્યશ્રુત - મિથ્યાત્વના ઉદય વિનાના જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થતું જ્ઞાન તે સમ્યક્ શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ સમ્યશ્રુતના પુન: ત્રણ ભેદો છે : શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. તેથી અહીં ‘શ્રુતજ્ઞાન’ શબ્દ પ્રયોગદ્વારા સભ્યશ્રુતના પ્રથમભેદની એક શાસ્ત્રીય સંજ્ઞા સમજવી.
2. સામાન્યથી જ્ઞાન ચાર પ્રકારનું હોય છે : ૧. પદાર્થજ્ઞાન ૨. વાક્યાર્થજ્ઞાન ૩. મહાવાક્યાર્થજ્ઞાન અને ૪. ઐદમ્પર્યાર્થજ્ઞાન અનેક પદોથી બનેલા વાક્યના છૂટા છૂટા એક-એક પદના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. જેમકે, ‘નમોઽત્યુ ાં અરિહંતાણં' આ વાક્યમાં નો = નમસ્કાર અલ્લુ = થાઓ ં = વાક્યનો અલંકાર અને અરિöતાળું = અરિહંતોને; આ રીતે એક એક પદનું જે જ્ઞાન થાય છે તેને પદાર્થજ્ઞાન કહેવાય છે.
અનેક પદો ભેગા કરી બનેલ સંપૂર્ણ વાક્યના અર્થના જ્ઞાનને વાક્યાર્થજ્ઞાન કહેવાય છે. જેમકે, ‘નમોઽત્યુ ાં અરિહંતાĪ' = અરિહંતોને મારો નમસ્કાર થાઓ. આ રીતે પદાર્થની સંકલનાપૂર્વકના આખા વાક્યના બોધને વાક્યાર્થજ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org