________________
૧૪૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન
ગાથા-૯પ-૬૭-૬૭-૬૮-૬૯
અવતરણિકા :
સ્યાદ્વાદના બોધથી વ્યક્તિમાં માધ્યશ્ય આવે છે, તે પૂર્વના શ્લોકોમાં જણાવ્યું. હવે તે મધ્યસ્થ વ્યક્તિનું જ્ઞાન કેવા પ્રકારનું હોય છે તે જણાવે છેશ્લોક :
त्रिविधं ज्ञानमाख्यातं , श्रुतं' चिन्ता च भावना ।
સર્વે કરાવીનામ, વાર્થવિષમત" Jદ્દ0 શબ્દાર્થ :
૧/૨/૩/૪. શ્રુતં વિત્તા ઘ ભાવના - શ્રુત, ચિત્તા અને ભાવના એમ, ૧/૬. ત્રિવિધ્વં જ્ઞાનમ્ - ત્રણ પ્રકારનું જ્ઞાન ૭. માથાતં - કહેવાયું છે. ૮. માઁ - (તમાં) પહેલું (શ્રુતજ્ઞાન) ૧. ઢોઇવીનામું - કોઠીમાં રહેલા બીજ જેવું (અને) ૧૦. વાર્થવિપડ્યું - વાક્યર્થ વિષયક 99, મતમ્ - મનાયેલ છે. શ્લોકાર્થ :
શ્રુત, ચિન્તા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે, તેમાં પહેલું શ્રુતજ્ઞાન કોઠીમાં પડેલા બીજ જેવું અને વાક્યર્થવિષયક હોય છે. ભાવાર્થ :
સમ્યગુશ્રુતજ્ઞાન ૧. શ્રુતજ્ઞાન ૨. ચિત્તાજ્ઞાન અને ૩. ભાવનાજ્ઞાન : એમ ત્રણ પ્રકારનું છે. તેમાં પહેલું શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલાં બીજ જેવું અને વાક્યર્થના વિષયવાળું છે. કોઠીમાં રક્ષણ કરાયેલ બીજનું જો યોગ્ય સ્થાનમાં વાવેતર કરીને ખાતર-પાણી વગેરેથી સિંચન કરાય તો તેમાંથી નક્કી અંકુરાદિ પાંગરે અને અનુક્રમે એક સુંદર ફળદાયક છોડ, વૃક્ષ આદિ ઉત્પન્ન થાય. તેમ શ્રુતજ્ઞાનવાળા મહાત્માને પણ જો ગુરુની પ્રાપ્તિ આદિ સામગ્રી મળી જાય તો તે શ્રુતજ્ઞાનરૂપી બીજમાંથી અનુક્રમે થડ, ફૂલ, ફળ જેવું ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન પ્રગટી શકે છે. વિશેષાર્થ :
સાધક આત્માને જ્યારે સ્યાદ્વાદનું ભાન થાય છે, ત્યારે તેનામાં પદાર્થને અનેક દૃષ્ટિકોણથી જોવાની ક્ષમતા પ્રગટે છે. તેનું અનાદિકાલીન અજ્ઞાન ટળે છે અને જ્ઞાનનો પ્રકાશ લાધે છે. પરિણામે સુખવિષયક તેની અનાદિકાળની માન્યતામાં ધરમૂળ પરિવર્તન આવે છે. તેની અતત્ત્વ પ્રત્યેની પક્કડ નબળી પડે છે અને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત મજબૂત બને છે, આ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવામાં મુખ્ય કારણ જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીય કર્મનો ક્ષયોપશમ હોય છે. આ બન્ને પ્રકારના કર્મોના ક્ષયોપશમથી થયેલા આ જ્ઞાનને સમ્યક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org