________________
૧૪૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
સુનયો પ્રત્યે તો અનેકાન્તની સમાન બુદ્ધિ હોય, પરંતુ દુર્નયો પ્રત્યે શું અનેકાન્તવાદને દ્વેષ ન હોય? આવી જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહે છેશ્લોક :
સ્વતન્ત્રાનું સ્ત, નાંશ વિનું અસ્પિા ! TIષ'' કર્થતેવા ફૂષોડ ? Jદૂર IT
(નોંધ : અહીં તેવા ના બદલે તણ્ય એવો પાઠ પણ મળે છે.) શબ્દાર્થ :
૧/૨. વતન્ત્રીતુ નયા: - વળી સ્વત7 નયો (દુર્નયો) ૩/૪, તસ્ય સંશT: ન - તેના = અનેકાન્તવાદના અંશો નથી ૧/૬. વિનુ પ્રત્વિતા: - પરંતુ પ્રકલ્પિત છે- કાલ્પનિક છે. ૭. તેવામ્ - તેઓના (કાલ્પનિક એવા તે નયોના) /૧/૧૦. કૂપોડપિ = મૂવો - દૂષણમાં કે ભૂષણમાં પણ 99/0૨. થે રાધેપી - રાગ-દ્વેષ કેવી રીતે થાય ? શ્લોકાર્થ :
સ્વત– નયો (કે જે દુર્નય છે, તે) અનેકાન્તવાદના અંશો નથી; પરંતુ માત્ર કલ્પિત છે. કાલ્પનિક હોવાથી વાસ્તવમાં તેમનું અસ્તિત્વ જ નથી, તો તેઓના દૂષણમાં કે ભૂષણમાં પણ રાગ-દ્વેષ કેવી રીતે થાય ? ભાવાર્થ :
એકબીજાથી નિરપેક્ષ બનેલા જે સ્વત– નયો છે, તે સ્યાદ્વાદના અંશ નથી. તે શશ-શૃંગ જેવા એક કાલ્પનિક અભિપ્રાય માત્ર છે, પણ વાસ્તવિક પદાર્થસ્વરૂપ નથી, તેથી આવા તંત્ર નયોને સુંદર શબ્દોની હારમાળાથી શોભાવાય કે કુત્સિત વચનો દ્વારા દૂષિત કરાય તે બન્નેમાં અનેકાન્તવાદના પરમાર્થને સમજેલી
વ્યક્તિને રાગ કે દ્વેષ થતો નથી, પરંતુ સ્યાદ્વાદી તો બન્ને પરિસ્થિતિમાં સદાય ઉદાસીન હોય છે. વિશેષાર્થ :
સ્વતંત્ર નયો એટલે કોઈ એકદૃષ્ટિથી પદાર્થ જોઈ, ‘આ પદાર્થ સર્વાશે આવો જ છે' - તેવું કથન કરનારા દુર્નયો. આ દુર્નયો સ્યાદ્વાદના અંશ નથી, કેમ કે સ્યાદ્વાદ ક્યારેય કોઈ પદાર્થને સર્વાંશે એક દૃષ્ટિથી જોતો નથી. સ્યાદ્વાદ જ્યારે પણ કોઈ એક નયથી (દષ્ટિથી) પદાર્થને જોઈ એક ધર્મને મુખ્ય કરી પદાર્થની રજૂઆત કરે ત્યારે પણ વસ્તુમાં રહેલા બીજા ધર્મોનું તે ખંડન કરતો નથી, પરંતુ બીજા ધર્મોને પણ ગૌણરૂપે સ્વીકારે છે. જ્યારે દુર્નયો તો એક જ દૃષ્ટિથી પદાર્થને જોઈ આ પદાર્થ સર્વાશે આવો જ છે તેવું કહેવા દ્વારા વસ્તુના વાસ્તવિક બીજા ધર્મનો અપલાપ કરે છે.
વાસ્તવમાં દુનિયાનો કોઈ પણ પદાર્થ એવો નથી કે જે એક જ ધર્મવાળો હોય. માટે આવા નો વાસ્તવિક નથી પણ કલ્પના માત્ર છે. દુનિયામાં શીંગડું પણ હોય છે અને સસલું પણ હોય છે; પરંતુ શિંગડાંવાળું સસલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org