________________
અનેકાન્તવાદનું ફળ માધ્યસ્થ – ગાથા-૧૩
૧૪૫ હોતું નથી, આમ છતાં ક્યારેક કોઈ એવી કલ્પના કરી બેસે કે કોઈ એક સસલું શીંગડાવાળું હતું અને પછી તે કાલ્પનિક સસલાને શબ્દોથી શણગારે કે તેને ગાળો આપે તો તે સાંભળી સુજ્ઞ વિવેકી વ્યક્તિને રાગ-દ્વેષ થતો નથી. એ જ રીતે કાલ્પનિક સ્વતંત્ર નયોને કોઈ નવાજે કે કોઈ દૂષિત કરે તોપણ અનેકાન્તવાદીને તેના પ્રત્યે કોઈ તોષ કે કોઈ રોષ થતો નથી. કેમ કે, તે સમજે છે કે આ તો માત્ર કાલ્પનિક અભિપ્રાયો છે પણ તત્ત્વભૂત વાત નથી, તેના ખંડન-મંડનમાં પડવાની જરૂર નથી. હા, તેવા એકાન્તવાદીના અભિપ્રાયથી બુદ્ધિ ભ્રષ્ટ ન થઈ જાય એટલા માટે અનેકાન્તવાદી તેના તરફ લક્ષ્ય આપ્યા વિના માત્ર ઉદાસીન રહે છે, એટલે કે તેની વાત ઉપર ધ્યાન આપતો નથી; પણ તેને તેના પ્રત્યે દ્વેષ નથી હોતો. દૂર રહેવામાં પોતાનું હિત છે માટે તે દૂર રહે છે. જેમ સંન્યાસીને સ્ત્રી પ્રત્યે કાંઈ દ્વેષ નથી હોતો, પણ તે જાણે છે કે સ્ત્રીથી દૂર રહેવામાં જ પોતાનું હિત છે એવું સમજવાથી સંન્યાસી સ્ત્રી પ્રત્યે ઉદાસીન રહે છે. ક૨ી અવતરણિકા :
પૂર્વ શ્લોકની વાતને જ હવે દૃષ્ટાંત દ્વારા સમજાવતાં કહે છેશ્લોક :
अर्थे महेन्द्रजालस्य, दूषितेऽपि च भूषिते ।
या जनानां माध्यस्थ्यं, दुर्नयार्थे तथा मुनेः ॥६३ ॥ શબ્દાર્થ :
૧, મહેન્દ્રનાઢસ્ય - ઇન્દ્રજાળના ૨/૩/૪. ટૂષિતેડપિ ૫ ભૂષિતે અર્થે - દૂષિત અને ભૂષિત કરાયેલા એવા પણ પદાર્થમાં ૧/૬. યથા નનાનાં - જે પ્રકારે લોકોને ૭. મધ્યä - માધ્યચ્ય (ઉપેક્ષાભાવ) હોય છે ૮/૧. તથા મુને - તે પ્રકારે મુનિને ૧૦. ટુર્નયાર્થે - દુર્નયોરૂપ પદાર્થમાં (માધ્યચ્ય -ઉપેક્ષાભાવ હોય છે.) શ્લોકાર્થ :
જેમ ઇન્દ્રજાળના દૂષિત કે ભૂષિત કરાયેલા પદાર્થોમાં સમજુ લોકો મધ્યસ્થ રહે છે, એની ઉપેક્ષા કરે છે તેમ મુનિ પણ (કાલ્પનિક એવા) દુર્નયોરૂપ પદાર્થમાં મધ્યસ્થ રહે છે. ભાવાર્થ :
કોઈ જાદુગર કે વિશિષ્ટ શક્તિસંપન્ન દેવો જ્યારે ઇન્દ્રજાળની રચના કરે ત્યારે ન હોય તેવા પદાર્થો દેખાય છે. આવા સમયે વસ્તુસ્થિતિને સમજતો એવો બુદ્ધિશાળી પુરુષ તો જાણે જ છે કે આ ઇન્દ્રજાળ છે. જે દેખાય છે તે આભાસ માત્ર છે, તેથી તે ઉપજાવેલા દશ્યો સારા હોય કે નરસા હોય તેનાથી વિવેકીને કોઈ ફરક પડતો નથી. કોઈ અજ્ઞાની તેમાં દેખાતા રૂપ, રંગ કે હાવભાવની પ્રશંસા કરે કે તેની નિંદા કરે તોપણ બુદ્ધિશાળી વ્યક્તિને તેની નિંદા કે પ્રશંસાથી કાંઈ થતું નથી, તે તો તેમાં મધ્યસ્થ રહે છે ઉપેક્ષા સેવે છે. તે જ રીતે મુનિ પણ જાણે છે કે દુનર્યો એક કલ્પના માત્ર છે, તેથી તેના દૂષણ કે ભૂષણમાં મુનિનો મધ્યસ્થભાવ સહજ રીતે જળવાઈ રહે છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www jainelibrary.org