________________
અનેકાન્તવાદનું ફળ માધ્યસ્થ - ગાથા-૯૧
૧૪૩ શ્લોકાર્થ :
જે અનેકાન્તવાદની સર્વનયો પ્રત્યે પુત્રોની જેમ સમાનબુદ્ધિ હોય છે, તે અનેકાન્તવાદની કયા નયોમાં ચૂન કે અધિક બુદ્ધિ હોય? અર્થાત્ ક્યાંય ન હોય. ભાવાર્થ :
અનેક સંતાનોના પિતાને જેમ સર્વ પત્રોમાં સમાન બુદ્ધિ હોય છે, તેમ પોતાના અંશ સમાન દરેક સુનયોમાં અનેકાન્તવાદની પણ સમાન બુદ્ધિ હોય છે. અનેકાન્તવાદ એટલે જ અનેક સુનયોનો સમૂહ. તેથી અનેકાન્તવાદને કોઈ એક નયમાં અધિક બુદ્ધિ કે અન્યમાં ન્યૂનતાની બુદ્ધિ હોતી નથી. હા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને આશ્રયીને જ્યાં જે નયની પ્રધાનતા આપવી જરૂરી હોય ત્યાં તે પ્રમાણે તે તે નયોને અનેકાન્તવાદી પ્રાધાન્ય આપે, પરંતુ તેને કોઈ પ્રત્યે પક્ષપાત હોતો નથી. વિશેષાર્થ :
પિતાને જેમ પોતાનાં દરેક સંતાનો પ્રત્યે સમાન પ્રેમ કે લાગણીનો ભાવ હોય છે, તેમ પિતાતુલ્ય અનેકાન્તવાદને પણ પુત્રતુલ્ય સર્વ સુનયોમાં પોતાનાં બાળકો જેવી તુલ્યદૃષ્ટિ હોય છે. સર્વનયોના સમૂહ સમાન સ્યાદ્વાદને કોઈપણ નયમાં “આ હીન છે” કે “આ અધિક છે' એવી બુદ્ધિ થતી નથી.
સમાન પ્રેમ હોવા છતાં પિતા જે ક્ષેત્રમાં જે પુત્રની યોગ્યતા દેખાય તે ક્ષેત્રમાં તે પુત્રને આગળ કરે છે. બુદ્ધિશાળીને વ્યાપારમાં જોડે તો મંદબુદ્ધિવાળાને ગૃહકાર્યમાં જોડે છે. સક્ષમ પુત્ર પ્રત્યે પિતા ક્યારેક ઓછું ધ્યાન આપે તો શારીરિક કે માનસિક નબળાઈવાળા પ્રત્યે વિશેષ ધ્યાન પણ આપે. તેની જેમ અનેકાન્તવાદ પણ સર્વનયો પ્રત્યે સમાનદૃષ્ટિવાળો હોવા છતાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લક્ષ્યમાં લઈને જ્યારે નિશ્ચયને મુખ્યતા આપવાની આવશ્યકતા જણાય ત્યારે નિશ્ચયને પ્રધાન કરે અને જ્યારે વ્યવહારને મુખ્યતા આપવાની જરૂર જણાય ત્યારે વ્યવહારને પ્રધાનતા આપે છે. તે જ રીતે જ્યારે ક્રિયાનયને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા જણાય ત્યારે ક્રિયાનયને આગળ કરે છે અને જ્યારે જ્ઞાનનયને પ્રાધાન્ય આપવાની જરૂર જણાય ત્યારે જ્ઞાનનયને પ્રાધાન્ય આપે છે. જે સંયોગોમાં જે નયથી હિત થતું જણાય તે નયને અનેકાન્તવાદ વિશેષ મહત્ત્વ આપે છે.
અનેકાન્તવાદને સમજેલા ગુરુભગવંતમાં પણ સર્વનું હિત કરવાની ભાવના હોય છે, તેથી જો કોઈ શ્રોતાની બુદ્ધિ વ્યવહાર કે ક્રિયા પ્રત્યે જરૂર કરતાં વધુ ઢળેલી જણાય તો તેને ગુરુભગવંત નિશ્ચયની કે જ્ઞાનની વાતો કરી પરિણામની શુદ્ધિ તરફ દોરે છે. એ જ રીતે જો કોઈ શ્રોતા નિશ્ચયનય તરફ અતિ ઢળી ગયો હોય તો ગુરુભગવંત તેને વ્યવહાર પણ તેના સ્થાને અતિ મહત્ત્વનો છે તેમ સમજાવી વ્યવહાર પ્રત્યે પણ આદરવાળો બનાવે છે. કોઈ શિષ્ય જો એકાન્ત ઉત્સર્ગફચિવાળો હોય તો તેને અવસરે અપવાદ પણ માર્ગ છે તેમ જણાવે છે. એ જ રીતે કોઈ જીવ અપવાદ પ્રત્યે વિશેષરુચિવાળો થઈ ગયો હોય તો તેને ઉત્સર્ગની વાતો કરી સત્વશાળી પણ બનાવે છે. ટૂંકમાં જે પણ નયની વિચારસરણી અપનાવવાથી શુદ્ધ આત્મતત્ત્વને પામવા તરફ આગળ વધાતું હોય તે નયને અનેકાન્તવાદ પ્રાધાન્ય આપીને સરવાળે સાધકને સર્વનય પ્રત્યે સમાન દૃષ્ટિવાળો બનાવી મધ્યસ્થભાવમાં સ્થિર કરે છે. ll૧૧//
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org