________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર શ્રેષ્ઠકોટિના મધ્યસ્થભાવને પામી શકે છે. મધ્યસ્થભાવ એટલે કોઈપણ વસ્તુની વિચારણામાં કે તત્ત્વનો નિર્ણય કરવામાં વ્યક્તિગત રાગ-દ્વેષને બાજુ ઉપર મૂકી, વસ્તુની યથાર્થતાનો વિચાર કરવાની ક્ષમતા.
૧૪૨
માધ્યસ્થ્યને વરેલા આવા સાધકો પ્રામાણિક ન્યાયાધીશ જેવા હોય છે. પ્રામાણિક ન્યાયાધીશ જેમ કોઈને ન્યાય આપતાં પહેલાં બન્ને પક્ષની વાતો શાંતિથી સાંભળે છે, તેના ઉપર ઊંડું આલોચન કરે છે. તેમાં પોતાના કોઈ અંગત સ્વાર્થ કે રાગ-દ્વેષને વચ્ચે લાવ્યા વગર કાયદાના નિયમો પ્રમાણે પોતાને જે સત્ય લાગે તેના જ પક્ષે યોગ્ય ન્યાય આપે છે. તે જ રીતે સ્યાદ્વાદથી સંસ્કારિતમતિવાળો સાધક કોઈપણ પદાર્થનો નિર્ણય કરતાં પહેલાં, તે પદાર્થને વિવિધ દૃષ્ટિકોણથી જુએ છે. જુદા જુદા દૃષ્ટિકોણથી જોતાં નયવાદીઓની વાતોને શાંતિથી સાંભળે છે, તેમાં ક્યાંય આગ્રહ રાખતો નથી. લાગણીમાં આવીને ખોટાને સાચું કે સાચાને ખોટું કહેતો નથી. ક્યારેય સર્વને સમાન માની ગોળ-ખોળને એક ત્રાજવે તોળવા જેવી ભૂલ કરતો નથી, પરંતુ તત્ત્વના નિર્ણયમાં તે સર્વત્ર મધ્યસ્થ રહે છે અને નિર્ણય થયા બાદ સાચાનો પક્ષ કરે છે અને ખોટાને મચક આપતો નથી.
સ્યાદ્વાદના બોધને કારણે વ્યક્તિમાં ક્યાંય પક્ષપાત રહેતો નથી, તેની દૃષ્ટિ અને તેનું હૈયું વિશાળ બને છે, તે વિરોધી વાતને પણ સાપેક્ષ રીતે સાંભળી શકે છે અને જે વાત યુક્તિયુક્ત લાગે તેનું યોગ્ય સ્થાને જોડાણ કરી, સ્વીકારી પણ શકે છે. અનેકાન્તના સિદ્ધાન્તને સમજી વિવેકપૂર્વક તેનો સ્વીકાર કરનાર ઉત્કૃષ્ટ મધ્યસ્થભાવને વરેલા ૧૪૪૪ ગ્રંથના રચયિતા ૫.પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા એક શ્લોકમાં જણાવે છે કે, ‘મને વીર પરમાત્મા પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે ઉપર દ્વેષ પણ નથી, જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.' આગળ ગ્રંથકારશ્રી તો ત્યાં સુધી કહેવાના છે કે, જેઓમાં મધ્યસ્થભાવ પ્રગટ્યો હોય તે જ સ્યાદ્વાદ ભણેલા કહેવાય, કેમકે સ્યાદ્વાદનું મુખ્ય ફળ માધ્યસ્થ્ય છે. આવા વચન ઉપરથી સમજી શકાય છે કે, સ્યાદ્વાદને સમજનારા કેટલા નિષ્પક્ષપાતી અને મધ્યસ્થ હોય છે. Isol અવતરણિકા :
અનેકાન્ત દૃષ્ટિથી જેનામાં ઉત્કૃષ્ટ મધ્યસ્થભાવ પ્રગટ થયો હોય, તેની સર્વ નયો પ્રત્યે કેવી દ્રષ્ટિ હોય તે બતાવતાં કહે છે
શ્લોક :
यस्य' सर्वेषु ं समता', नयेषु तनयेष्विव ।
७
तस्यानेकान्तवादस्य', क्व न्यूनाधिकशेमुष ं ॥६१॥
શબ્દાર્થ :
૧. યક્ષ્ય - જે(અનેકાન્તવાદ)ની ૨/૩. સર્વેષુ નયેષુ - સર્વ નયોમાં ૪. તનયેવુ વ - (સર્વ) પુત્રોની જેમ ધે. સમતા - સમતા (સમાનતા હોય છે,) ૬. તસ્ય અનેાન્તવાવસ્ય - તે અનેકાન્તવાદની ૭/૮. વવ ન્યૂઽધશેમુના - ક્યાં (કયા નયોમાં) ઓછી કે વધતી બુદ્ધિ (હોય ?)
1. પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષ: વિવિત્રુ । યુક્તિમદ્રુપનું યસ્ય, તસ્ય ઝાર્ય: પરિગ્રહ: ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainlibrary.org