________________
અનેકાન્તવાદનું ફળ માધ્યશ્મ – ગાથા-૯૦
૧૪૧
અનેકાન્તવાદનું ફળ માધ્યચ્યા
ગાથા ૬૦-૬૧-૬૨-૬૩-૬૪
અવતરણિકા :
એકાન્ત નિત્યવાદ કે એકાન્ત અનિત્યવાદનો સ્વીકાર કરતાં શું આપત્તિ આવે છે તેનો ઉપસંહાર કરી અનેકાન્તવાદનો મહિમા ગાતા ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
नित्यानित्याद्यनेकान्तशास्त्रं तस्माद्विशिष्यते ।
तद्दृष्ट्यैव हि माध्यस्थ्यं गरिष्ठमुपपद्यते ॥६०॥ શબ્દાર્થ :
9. તમાતુ - તે કારણથી ૨. નિત્યનિત્યાઘનેકાન્તશાસ્ત્ર - નિત્ય-અનિત્ય આદિ અનેકાન્તવાદવાળું શાસ્ત્ર રૂ. વિશિષ્યતે - વિશેષિત કરાય છે = યુક્તિયુક્ત છે. ૪/૫. તા Uવ હિ - તે (અનેકાન્ત શાસ્ત્ર)ની દૃષ્ટિથી જ ખરેખર ૬/૭, રિઇન્ માધ્યä - ઉત્કૃષ્ટ માધ્યચ્ચ ૮, ૩૫ઘિતે - પપન્ન (પ્રાપ્ત) થાય છે. શ્લોકાર્થ :
(આત્માને એકાત્તે નિત્ય કે એકાત્તે અનિત્ય માનવામાં હિંસાદિ ઘટી શકતાં નથી,) તે કારણથી આત્માને નિત્યાનિત્યરૂપે સ્વીકારનાર અનેકાન્તશાસ્ત્ર વિશેષતાને પામે છે અર્થાત્ યુક્તિયુક્ત ઠરે છે. વળી અનેકાન્તશાસ્ત્રની દૃષ્ટિથી જ ખરેખર ઉત્કૃષ્ટ મધ્યસ્થભાવ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :
આત્મા આદિ પદાર્થોને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માનવામાં આવે તો હિંસા-અહિંસા વગેરે ઘટી શકતાં નથી. જે શાસ્ત્રોના સિદ્ધાન્તાનુસાર સર્વધર્મમાન્ય હિંસા આદિ ન ઘટે, તે શાસ્ત્રને પ્રમાણભૂત કેવી રીતે મનાય ? આત્માને નિત્યાનિત્ય સ્વીકારવામાં આવે તો જ હિંસાદિ ઘટી શકે છે, તેથી અનેકાન્તદૃષ્ટિવાળાં શાસ્ત્રો જ વિશેષ છે અર્થાત્ યુક્તિ યુક્ત છે. સર્વજન માન્ય હિંસાદિને સંગત બનાવી આપવાં, એ જ આ શાસ્ત્રોની વિશેષતા છે. વળી અનેકાન્ત શાસ્ત્રની દૃષ્ટિથી જ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરાવે તેવો ગરિષ્ઠ મધ્યસ્થભાવ પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ :
અનેકાન્ત શાસ્ત્રાનુસારે જ સર્વ શિષ્ટ પુરૂષોને માન્ય હિંસા અને અહિંસા, ઘટી શકે છે, માટે (સર્વશાસ્ત્રોમાં) અનેકાન્તસ્વરૂપ જૈનશાસ્ત્રો પ્રમાણભૂત છે અને સર્વશ્રેષ્ઠ છે. આત્માદિ પદાર્થોને એકાન્ત નિત્ય કે અનિત્ય માનતાં અન્યશાસ્ત્રોના આધારે હિંસાદિ ઘટતાં નથી માટે આવાં શાસ્ત્રો પ્રમાણભૂત મનાય પણ નહિ અને તે વિશેષ છે એવું કહેવાય પણ નહિ. અનેકાન્ત શાસ્ત્રને જે સાધકો જાણે છે, તેને સારી રીતે સમજે છે, તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org