________________
૧૩)
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર એકાન્તમતમાં હિંસાદિ અસંગત
ગાથા ૫૪ થી ૫૯
અવતરણિકા :
સ્યાદ્વાદ કેટલો વ્યાપક છે તે જણાવી, હવે જેઓ અનેકાન્તવાદ નથી માનતા તેમના મનમાં હિંસાદિ પણ સંગત થતાં નથી અને તેથી પણ તેઓ તાપશુદ્ધ નથી તેમ જણાવે છેશ્લોક :
नित्यैकान्ते न' हिंसादि, तत्पर्यायापरिक्षयात् ।
મનઃસંયોગનાશી, વ્યાપારીનુપભ્યતઃ |૧૪ || શબ્દાર્થ :
9. નિયૅકાન્ત . (આત્માને) એકાત્તે નિત્ય માનનાર મતમાં ૨/૩. હિંસાદ્રિ 7 - હિંસાદિ ઘટતાં નથી ૪. તત્પર્યાયારિક્ષયાતુ - (કેમકે) તેના = જેની હિંસા કરાય છે તેના, પર્યાયનો નાશ થતો નથી. છે, મન:સંતાનાશાહી - મનસંયોગના નાશ આદિમાં ૬, વ્યાપારનુપમૂત:- (હિંસકની) પ્રવૃત્તિ દેખાતી નથી. શ્લોકાર્થ :
આત્માને એકાત્તે નિત્ય માનનારના મતમાં હિંસાદિ ઘટતાં નથી. કેમ કે, હિંસ્યના પર્યાયનો નાશ થતો નથી. (જો પૂર્વપક્ષી એમ કહે કે, “આત્માનો મન સાથે જે સંયોગ છે, તે સંયોગના નાશ વગેરે રૂપ હિંસા ઘટી શકે છે,' તો તેને ગ્રન્થકારશ્રી કહે છે કે, મન સાથેના સંયોગના નાશમાં (હિંસકની) કોઈ પ્રવૃત્તિ દેખાતી નથી (કે જેને હિંસારૂપે માની શકાય). ભાવાર્થ :
અનેકાન્તવાદી કહે છે કે, આત્માને એકાન્ત નિત્ય માનનારના મત પ્રમાણે આત્માના પર્યાયોમાં કોઈ ફેરફાર ન થતો હોવાને કારણે આત્માના પર્યાયોનો નાશ જ થતો નથી, તેથી તેમના મત પ્રમાણે કોઈ રીતે હિંસા ઘટી શકે જ નહિ. ત્યારે એકાન્તવાદી કહે છે કે, આત્માનો મનની સાથેનો જે સંયોગ છે તેનો નાશ થવો તે જ હિંસા છે. એના જવાબમાં ગ્રન્થકારશ્રી તેને કહે છે કે, મન સાથેના સંયોગનો નાશ થવા પાછળ હિંસક વ્યક્તિની કોઈ પ્રવૃત્તિ કારણરૂપે પ્રાપ્ત થતી નથી કે જેને હિંસા તરીકે સ્વીકારી શકાય. વિશેષાર્થ :
નૈયાયિક, સાંખ્ય, વેદાન્તી વગેરે દર્શનકારો આત્માને એકાન્ત નિત્ય માને છે. તેમના મતે આત્મા ફૂટસ્થ નિત્ય છે. ફૂટસ્થ એટલે અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવ, એટલે કે નાશ નહિ પામેલો, ઉત્પન્ન નહિ થયેલો, સ્થિર એક સ્વભાવવાળો જે આત્મા હોય તે કુટસ્થનિત્ય કહેવાય. તેથી તેમના મત પ્રમાણે આત્મા સદા એક જ સ્વરૂપે રહે છે, તેમાં ક્યારેય કોઈ ફેરફાર સંભવતો જ નથી. તેઓની આવી એકાન્ત માન્યતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org