________________
એકાન્તમતમાં હિંસાદિ અસંગત – ગાથા-૫૪
૧૩૧ કારણે તેમના મતમાં વાસ્તવમાં હિંસા ઘટી શકતી નથી. કેમ કે, જ્યારે આત્મામાં લેશમાત્ર પણ પરિવર્તનનો અવકાશ નથી, ત્યારે હિંસા કરનાર પુરુષ હિંસાની પ્રવૃત્તિ જ કેવી રીતે કરી શકે અને માનો કે કરી શકે તો તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ સામેના આત્મામાં કોઈપણ જાતનો ફેરફાર થવો શક્ય નથી તો પછી હિંસા કેવી રીતે થાય ? વળી, તેમના મત પ્રમાણે કોઈ પણ જીવ દ્વારા અન્ય કોઈપણ જીવના કોઈપણ પર્યાયનો નાશ થતો જ નથી.
વળી, આત્માને એકાન્ત નિત્ય સ્વીકારતાં એક બાજુ હિંસા ઘટતી નથી, તો બીજી બાજુ અહિંસા પણ ઘટતી નથી. આથી જેઓ મોક્ષની પ્રાપ્તિ માટે હિંસાના નિષેધનો ઉપદેશ આપે છે, તેઓનો એ ઉપદેશ માત્ર વાણીના વિલાસરૂપ જ કરે છે કારણ કે જ્યાં સુધી હિંસા જ ન ઘટે ત્યાં સુધી તેના ત્યાગરૂપ અહિંસા કે તેનાથી પ્રાપ્ત થતો મોક્ષ કેવી રીતે ઘટે ? અને જે શાસ્ત્રના સિદ્ધાંતોના આધારે હિંસા, અહિંસા, મોક્ષ આદિ ન ઘટતાં હોય તે શાસ્ત્રને તાપશુદ્ધ પણ કઈ રીતે કહી શકાય ? આવા આરોપનું નિરાકરણ કરવા એકાન્તવાદી તૈયાયિક વગેરે કહે કે, “એવું નથી કે અમારા મતમાં હિંસા ઘટતી નથી. અમારા મતમાં પણ હિંસા ઘટે છે. કેમ કે, અમે ભલે આત્માને એકાન્ત નિત્ય માનીએ, તોપણ સ્મૃતિ-અજનક અને જ્ઞાન-જનક', એવો આત્માનો મન સાથેનો જે ચરમ સંયોગ એટલે કે છેલ્લો સંયોગ હોય છે, તેનો નાશ એ જ અમારા મતે હિંસા છે.”
નૈયાયિકનું માનવું છે કે, જ્યારે આત્માનો મનની સાથે સંયોગ થાય છે ત્યારે જ જ્ઞાન પેદા થાય છે. તેમાં પ્રથમ બાહ્ય વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ થાય છે, ત્યારપછી ઇન્દ્રિયોનો મન સાથે સંબંધ થાય છે, તે પછી મન આત્મા સાથે જોડાય છે. આ રીતે આત્માનો મન સાથે સંયોગ થાય છે, તેનાથી આત્માને જ્ઞાન થાય છે. જ્ઞાન થયા પછી બીજી ક્ષણે તે જ્ઞાન-જનક આત્મ-મનસંયોગ સ્વયં જ નાશ પામી જાય છે; પરંતુ તે મનસંયોગથી જન્ય એવું જ્ઞાન, સંસ્કારોનું આધાન કરી, સ્મૃતિનું જનક બને છે. આમ,
- બાહ્ય વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ થાય, - ઇન્દ્રિયો સાથે મનનો સંબંધ થાય, - મનની સાથે આત્માનો સંબંધ થાય, - મનસંયોગથી જ્ઞાન ઉત્પન્ન થાય અને - જ્ઞાન સંસ્કારને આધાન કરી
- સ્મૃતિ ઉત્પન્ન કરે. પરંતુ સ્મૃતિને ઉત્પન્ન કરનારા તે દરેક મનસંયોગ બીજી ક્ષણે નાશ પામી જાય છે અને દરેક ક્ષણે
1. મનોયો વિશેષચ ધ્વંસો મરમાત્મનઃ ! હિંસા તત્ર તત્ત્વચ સિદ્ધરર્થસમાનતઃ IIઉદ્ II.
मन इति । 'मनोयोगविशेषस्य = स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगस्य ध्वंस आत्मनो मरणम्, तद्धिसा । इयं ह्यात्मनोऽव्ययेऽप्युपपत्स्यते । अतिसान्निध्यादेव हि शरीरखण्डनादात्माऽपि खण्डित इति लोकानामभिमानः नाऽयं विशेषदर्शिभिरादरणीय' इति चेत् ? न, तत्त्वस्य = उक्तध्वंसत्वस्य अर्थसमाजतः = अर्थवशादेव सिद्धेः, स्मृतिहेत्वभावादेव स्मृत्यजननाञ्चरममनःसंयोगस्याऽपि संयोगान्तरवदेव नाशात् । तथा च नेयं हिंसा केनचित्कृता स्यादिति सुस्थितमेव सकलं जगत्स्यात् ।।८/१६ ।।
- દ્વત્રશત્ દ્વાશિયામ્ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org