________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ - ગાથા-પ૩
૧૨૯
તાપશુદ્ધિનો ઉપસંહાર
ગાથા-પ૩.
અવતરણિકા :
અનેકાન્તવાદ સર્વ દર્શનોમાં વ્યાપક છે, તેમ જણાવી તાપશુદ્ધિના વિવેચનનો ઉપસંહાર કરતાં કહે છેશ્લોક :
तेनानेकान्तसूत्रं यद्, यद्वा सूत्रं नयात्मकम् ।
ત” તાપશુદ્ધ ચાહું ને તું ટુર્નાઝિમ" Jરૂ II શબ્દાર્થ :
9. તેન - તે કારણથી ર/રૂ. યદું તનેહાન્તસૂત્ર - જે અનેકાન્ત (પ્રમાણ) સૂત્ર છે ૪/૫/૬. ય વા સૂત્રે નયાત્મન્ - અથવા જે સૂત્ર નયાત્મક છે ૭. તત્ વં'- તે જ ૮/૧. તાપશુદ્ધ થાત્ - તાપશુદ્ધ થાય ૧૦/૧૧/૧૨. ન તુ ટુર્નાક્ષશિતમ્ - પરંતુ દુર્નયસંશિત (સૂત્ર તાપશુદ્ધ) ન થાય. શ્લોકાર્થ :
શ્લોક ૨૯ થી પર સુધીના શ્લોકોમાં જણાવ્યું તે પ્રમાણે સ્યાદ્વાદથી જગતની વ્યવસ્થા સુસંગત થાય છે, તે કારણથી જે અનેકાન્તસૂત્ર અથવા જે નયાત્મકસૂત્ર છે, તે જ તાપશુદ્ધ કહેવાય પરંતુ દુર્નયયુક્ત શાસ્ત્રો તાપશુદ્ધ ન કહેવાય. ભાવાર્થ – વિશેષાર્થ :
છેલ્લા ચોવીસ શ્લોકોમાં ગ્રંથકારશ્રીએ સ્યાદ્વાદનું મહત્ત્વ સમજાવ્યું છે. નયો અને નયોના સમૂહરૂપ સ્યાદ્વાદ નિર્દોષ છે અને પ્રમાણભૂત છે એવું તર્કબદ્ધ રીતે પુરવાર કર્યું છે. જીવનના પ્રત્યેક વ્યવહારો કે ધર્મના સિદ્ધાન્તો સર્વે સ્યાદ્વાદ સાથે તાણે-વાણે વણાયેલા છે. અનેકાન્તનો સ્વીકાર કર્યા વિના કોઈ વ્યવહાર પણ ચાલે તેમ નથી કે કોઈ શાસ્ત્રના પરમાર્થને પણ પામી શકાય તેમ નથી. આ જ કારણથી જે શાસ્ત્ર અનેકાન્તસ્વરૂપ છે અથવા જે સુનયાત્મક સૂત્ર છે તે જ તાપશુદ્ધ કહેવાય.
એકાન્તને માનનારાં દુર્નયવાળાં સૂત્રો તાપશુદ્ધ ન કહેવાય, કેમકે દુર્નય પદાર્થને એકાન્ત એકસ્વરૂપવાળો સ્વીકારે છે. જેના કારણે મોક્ષ કે તે માટેની સાધના સુસંગત થતી નથી. આવા દુર્નયનાં કથનોમાં મોક્ષરૂપ તાત્પર્ય મલિન થાય છે. જ્યારે અનેકાન્ત કે નયાત્મક સૂત્રોથી તાત્પર્ય શ્યામ-મલિન થતું નથી પણ મોક્ષ સંગત થાય છે માટે તે જ તાપશુદ્ધ છે. //પ૩ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org