________________
૧૨૫
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ - ગાથા-૫૧
માનતા નથી. આમ છતાં વેદોને પણ અર્થથી તો નય અને પ્રમાણ માન્ય કરવા જ પડ્યા છે, કેમકે તેઓ પણ જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા અર્થને કહે છે, તેથી અલગ અલગ નય ઉપર ચાલનારા સર્વ દર્શનકા૨ો જેમ સ્યાદ્-વાદનો વિરોધ નથી કરી શકતા તેમ વેદો પણ સ્યાદ્વાદનો વિરોધ કરી શકતા નથી.
વિશેષાર્થ :
વેદોમાં અનેક વિરોધાભાસી કથનો પ્રાપ્ત થાય છે. આ કથનો જુદા જુદા દૃષ્ટિકોણથી નયની અપેક્ષાથી જુદા જુદા અર્થને જણાવનારાં હોય છે. જ્યારે તે અપેક્ષાને લક્ષ્યમાં રાખીને વેદ-વચનોનો અર્થ કરાય ત્યારે જ તેનો વાસ્તવિક અર્થ સમજી શકાય અને દેખાતો વિરોધાભાસ ટળી શકે, પણ આ રીતે જો જુદા જુદા દૃષ્ટિકોણથી નયની અપેક્ષાનો આશ્રય ન કરાય અને માત્ર શબ્દથી જે અર્થ પ્રાપ્ત થતો હોય, તેને ગ્રહણ કરવામાં આવે તો વેદના વચનોમાં પરસ્પર વિરોધ જ આવે.
પ્રભુવીરના અગિયાર ગણધરો પૂર્વે વેદને માનનારા ચૌદ વિદ્યાના પારગામી બ્રાહ્મણ પંડિતો હતા. તે સર્વેને વેદનાં વિરોધી વચનોના કારણે જ આત્મા, પરલોક, પુણ્ય-પાપ, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થવિષયક સંશયો ઊભા થયેલા. આવી શંકા થવા પાછળ એક જ કારણ હતું કે, તેઓએ વેદ વચનોને ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી વિચાર કરવાના બદલે તેનો માત્ર શાબ્દિક અર્થ કરેલો; પણ વેદનાં તે વચનો કઈ અપેક્ષાએ છે તેને તેઓ જાણતા ન હતા. વીરપ્રભુએ વેદનાં જ વચનોને જુદી જુદી અપેક્ષાઓથી ગ્રહણ કરાવી તેમનો સંશય ટાળ્યો હતો.
જેમ કે ‘વિજ્ઞાનઘન એવો આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થઈને તેમાં જ વિલીન થાય છે, પ્રેત્ય સંજ્ઞા જેવી કોઈ વસ્તુ નથી.’1 - એવા વેદના વચનોને કા૨ણે જ પ્રથમ ગણધર થનારા ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને ‘આત્મા હશે કે નહીં ?' – એવી શંકા ઉદ્ભવેલી. પરમકૃપાળુ પરમાત્માએ જ્યારે યથાયોગ્ય નયની અપેક્ષાથી વેદની પંક્તિનો વાસ્તવિક અર્થ ગ્રહણ કરાવ્યો કે, ‘પાંચ ભૂતોમાંથી બનેલ ઘટ-પટ આદિ પદાર્થો સંબંધી જ્ઞાનના ઉપયોગવાળો આત્મા બને છે અને તે વસ્તુઓ નાશ પામે કે દૃષ્ટિ બહાર જતી રહે ત્યારે તે તે જ્ઞાનાદિના ઉપયોગવાળો આત્મા વિલિન થઈ જાય છે. વળી, પ્રેત્ય સંજ્ઞા નથી એટલે કે પૂર્વની સંજ્ઞા ઇં બુદ્ધિ રહેતી નથી. નવો ઉપયોગ પૂર્વના ઉપયોગનો નાશ કરે છે, માટે પૂર્વની સંજ્ઞા રહેતી નથી.' આવો અપેક્ષા સહિતનો અર્થ સાંભળ્યો ત્યારે તેમનો સંશય ટળ્યો.
1. ‘વિજ્ઞાનધન દ્વૈતેયો મૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાડનુંવિતિ ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ ।' - વેદની આ પંક્તિના ‘વિજ્ઞાનઘન' પદનો ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ‘ગમનાગમન આદિ ચેષ્ટા કરનારો આત્મા' એવો અર્થ કરતા. જેમ મદ્ય સામગ્રીનો બરાબર ઉપયોગ કરાય તો તેમાંથી મદ્યશક્તિ પેદા થાય છે; તેમ પ્રત્યક્ષ દેખાતા પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતમાંથી તે આત્મા ઉત્પન્ન થાય છે, અને જેમ પાણીમાં પેદા થયેલા પરપોટા પાણીમાં જ નાશ પામી જાય છે, તેમ તે પંચભૂતમાંથી ઉત્પન્ન થયેલો આત્મા પંચભૂતમાં જ વિલીન થઈ જાય છે, તેથી પાંચ ભૂતોથી અતિરિક્ત આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. વળી, તેથી જ ‘ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ' અર્થાત્ પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ નથી.
આમ, આ પંક્તિથી ઇન્દ્રભૂતિને એવું લાગતું હતું કે આત્મા નથી. તો વળી, વેદની જ બીજી પંક્તિ આત્માને સિદ્ધ કરતી હતી. આ રીતે બે પરસ્પર વિરોધી વેદ વાક્યોને કા૨ણે ઇન્દ્રભૂતિને શંકા ઉત્પન્ન થયેલી કે ‘આત્મા હશે કે નહીં ?' વાસ્તવમાં બન્ને વિરોધી જેવા જણાતા વેદ વાક્યો સત્ય હતા માત્ર જુદા જુદા નયને અનુસરતા હતા. નય સાપેક્ષ અર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org