________________
૧૨૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સિદ્ધાન્તોને ‘વેદાન્તદર્શન' કહેવાય છે. બાદરાયણ ઋષિનાં “બ્રહ્મસૂત્રો' વેદાન્તનો મૂળ આધાર છે, તેને ઉત્તરમીમાંસા પણ કહેવાય છે.
વેદાન્તી આત્માને બ્રહ્મસ્વરૂપ માને છે. તેઓનું માનવું છે કે, જગતમાં બ્રહ્મ સિવાય બીજા કોઈ પદાર્થો નથી - ‘બ્રહ્મ સત્ય નાન્નિધ્યા' - તેથી તેઓને “બ્રહ્માદ્વૈતવાદી' પણ કહેવાય છે.
વેદાન્તીના મતે વાસ્તવમાં બ્રહ્મ જ સત્ય છે અને તે સિવાય જગત છે જ નહીં, છતાં દરેક વ્યક્તિને ઝાડ, પાન, પશ, ઘર વગેરે રૂપ જે સૃષ્ટિ દેખાય છે. તે અજ્ઞાનના કારણે દેખાય છે. આ અજ્ઞાનને જ વેદાન્તીઓ
અવિદ્યા” કે “માયા' તરીકે ઓળખાવે છે. વળી, તેઓનું માનવું છે કે, પરમાર્થથી આત્મા અવિદ્યા સાથે સંકળાયેલ નથી પણ વ્યવહારથી આત્મા અવિદ્યા સાથે સંકળાયેલ પણ છે. જેમ નિર્મલ એવું પણ સ્ફટિક પાસે રહેલા લાલ કપડાના કારણે લાલ ભાસે છે, પણ વાસ્તવિકતાએ તે લાલ હોતું નથી, તેમ પરમાર્થથી અલિપ્ત એવો પણ આત્મા વ્યવહારથી અવિદ્યાથી સંકળાયેલ પ્રતીત થાય છે. આ રીતે વેદાન્તીઓ આત્માને પરમાર્થથી નિત્ય મુક્ત માને છે અને વ્યવહારથી બંધાયેલ માને છે. વળી, વ્યવહારથી જ બંધાયેલા આત્માને મુક્ત કરવા અજ્ઞાનને ટાળી મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપદેશ પણ આપે છે.
આ રીતે અનેકાન્તનો જ આશ્રય કરીને આત્માને બદ્ધ અને અબદ્ધ માનનાર અર્થાત્ એક જ આત્મામાં મુક્તત્વ અને બદ્ધત્વ એમ બે વિરોધી ધર્મનો સ્વીકાર કરનાર વેદાન્તી અનેકાન્તવાદનું ખંડન કેવી રીતે કરી શકે ? પછll
અવતરણિકા :
વેદોમાં પણ અનેકાન્ત વણાયેલો છે તે જણાવે છેશ્લોક :
ब्रुवाणा भिन्नभिन्नार्थान्', नयभेदव्यपेक्षया' ।
प्रतिक्षिपेयुों वेदाः, स्याद्वादं सार्वतान्त्रिकम् ॥५१ || શબ્દાર્થ :
9, નમેદ્રવ્યવેક્ષા - નયભેદની અપેક્ષાથી ૨. મિત્રમિત્રાર્થાન - ભિન્ન ભિન્ન અર્થોને રૂ. ઘુવI: - કહેનારા ૪, વેઢા: - વેદો ૬. સાર્વત્રિમ્ - સર્વ શાસ્ત્રોમાં વ્યાપક એવા ૬. રાઠવું - સ્વાદુવાદનો ૭ ન પ્રતિક્ષિપેયુ. - પ્રતિક્ષેપ ન કરી શકે. શ્લોકાર્થ :
જુદા જુદા નયની અપેક્ષાથી જુદા જુદા અર્થોને કહેનારા વેદો સાર્વતાગ્નિક - સર્વ શાસ્ત્રોમાં વ્યાપક – એવા સ્યાદ્વાદનો પ્રતિક્ષેપ ન કરી શકે. ભાવાર્થ : નય’ અને ‘પ્રમાણ' - આ બન્ને જૈન દર્શનના મૌલિક શબ્દો છે, તેથી વેદો શબ્દથી નય અને પ્રમાણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org