SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અર્થસંગ્રહ' વગેરે મીમાંસક શાસ્ત્રો પણ વેદનાં વચનોનો ભિન્ન ભિન્ન અપેક્ષાથી કેવી રીતે અર્થ પ્રાપ્ત કરવો જોઈએ તેની પદ્ધતિ બતાવતાં હોય છે. જો વેદવચનોને આ રીતે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી માનવામાં ન આવે તો તે વચનો વિસંવાદી અને અસંબદ્ધ જ લાગે. તેથી શબ્દથી નયનો સ્વીકાર નહીં કરનારા વેદોને પણ અર્થથી તો તેને સ્વીકારવા જ પડે છે. આના ઉપરથી નિત થાય છે કે વેદવચનો પણ નય અને પ્રમાણની દૃષ્ટિ વિના યથાર્થ સમજી શકાતાં નથી, માટે વેદાન્તી ભલે સ્યાદ્વાદનો સીધો સ્વીકાર ન કરે, તોપણ સ્યાદ્વાદ વિના તેમને પણ ચાલે તેમ નથી. આમ, એક એક નવો ઉપર ચાલનાર સર્વ શાસ્ત્રો પોતાના સિદ્ધાંતોનો નિર્વાહ કરવા સ્યાદ્વાદને આડકતરી રીતે પણ સ્વીકારે છે. તેથી એવું કહી શકાય કે, સ્યાદ્વાદ સર્વ શાસ્ત્રોમાં વ્યાપક છે એટલે કે સાર્વતાત્રિક છે (તન્ત્રો ઇં શાસ્ત્રો). વળી બીજી રીતે વિચારીએ તો સર્વદર્શનો જે જે વાત કરી રહ્યા છે તે નયોના સમૂહ સ્વરૂપ સ્યાદ્વાદના કોઈ એક નયને જ પકડીને કરી રહ્યા છે. એ રીતે પણ સ્યાદ્વાદ સકળ શાસ્ત્રોમાં વ્યાપ્ત છે. કોઈ દર્શન આત્માને નિત્ય કહે છે તો કોઈ અનિત્ય; જ્યારે સ્યાદ્વાદીને તો અપેક્ષાએ આ બન્ને કથનો માન્ય છે માટે પણ સ્યાદવાદને સાર્વતાન્ટિક કહી શકાય. //પ૧/ ન કરવાને કારણે જ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને આવી શંકા ઉદ્દભવેલી. પ્રભુ મહાવીરે અનેકાન્ત સિદ્ધાન્તના આધારે તે તે વેદવાક્યો કયા કયા નયને અનુસરે છે તે જણાવતાં કહ્યું કે, આ સંદર્ભમાં વિજ્ઞાનઘનનો અર્થ આત્મા નથી કરવાનો; પરંતુ વિજ્ઞાન' શબ્દનો અર્થ જ્ઞાન-દર્શનનો ઉપયોગ સમજવો અને આત્મા એ ઉપયોગમય હોવાથી વિજ્ઞાનઘન’ શબ્દથી જ્ઞાનદર્શનનો ઉપયોગ છે સ્વરૂપ જેનું એવો આત્મા સમજવો જોઈએ, આત્માને જ્ઞાન-દર્શનના ઉપયોગ સ્વરૂપ એટલા જ માટે મનાય છે કે, અસંખ્યાત પ્રદેશી આત્માના અસંખ્યાતે અસંખ્યાત પ્રદેશો જ્ઞાનના અનંતપર્યાયવાળા છે. હવે આવા ‘વિજ્ઞાનઘનમાં” = જ્ઞાન-દર્શનના ઉપયોગવાળા આત્મામાં પોતાના વિષયરૂપે પાંચે ભૂતો અથવા પાંચે ભૂતોમાંથી બનેલ ઘટપટ આદિ પદાર્થો વિષયક જ્ઞાનોપયોગ પેદા થાય છે. આ ઘટાદિના જ્ઞાનથી પરિણત થયેલો આત્મા એ અપેક્ષાએ વિષયસ્વરૂપે હેતુભૂત બનેલા ઘટાદિથી ઉત્પન્ન થયેલો કહેવાય. કારણ કે, ઘટાદિના જ્ઞાનનો પરિણામ ઘટાદિ વસ્તુઓની અપેક્ષાવાળો જ હોય છે, એટલે કે ઘટાદિ જે જે વસ્તુ જ્યારે આત્માની સામે આવે ત્યારે તે તે વસ્તુના જ્ઞાનસ્વરૂપ ઉપયોગ પેદા થાય છે અને એથી એ ઉપયોગ સ્વરૂપ એ આત્મા બને છે, માટે તે તે ઉપયોગસ્વરૂપ આત્મા પેદા થયો એમ કહી શકાય. આ પ્રમાણે, પ્રત્યક્ષ એવા પાંચ ભૂતોથી અથવા એનાથી બનેલી ઘટ-પટ આદિ વસ્તુઓથી, તે તે વસ્તુના ઉપયોગસ્વરૂપે આત્મા ઉત્પન્ન થઈને, તે વસ્તુઓ નાશ પામે અથવા દૃષ્ટિની બહાર નીકળી જાય ત્યારે તે તે વિષયોના ઉપયોગવાળો આત્મા પણ નાશ પામે છે અને અન્ય ઉપયોગસ્વરૂપે પેદા થાય છે અને સામાન્યરૂપે આત્માનું અસ્તિત્વ કાયમ છે જ. પ્રેત્યસંજ્ઞા નથી' એ પંક્તિનો એવો અર્થ કરવો જોઈએ કે, પ્રથમના ઘટનો ઉપયોગ થઈ ગયા બાદ પછીથી જ્યારે પટ આદિ ભિન્ન પદાર્થનો ઉપયોગ પેદા થાય, ત્યારે પ્રથમના ઘટવિષયક ઉપયોગસ્વરૂપ સંજ્ઞા = જ્ઞાન રહેતું નથી, કારણ કે વર્તમાનના પટ આદિના ઉપયોગે તે પૂર્વની સંજ્ઞાનો = બુદ્ધિનો નાશ કરેલ છે. આ રીતે વિચારવાથી એવો અર્થ પ્રાપ્ત થાય કે, ઘટપટાદિ આદિ પાંચ ભૂતોસ્વરૂપ વિષયોમાંથી, તે તે વિષયોના જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો આત્મા ઉત્પન્ન થાય છે અને તે તે વિષયો દૂર થતાં તે તે વિષયોના ઉપયોગવાળો આત્મા નથી રહેતો. વળી, નવો ઉપયોગ પૂર્વના ઉપયોગને એટલે કે પ્રત્ય સંજ્ઞાને નાશ કરે છે માટે પ્રેત્ય સંજ્ઞા નથી. જો આ રીતે અપેક્ષા પૂર્વક વેદની પંક્તિ ન બેસાડાય તો અવશ્ય અર્થનો અનર્થ થાય. પણ અપેક્ષા પૂર્વક વિચારાય તો વેદની પંક્તિનો યોગ્ય અર્થ કરી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy