________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૩
૧૧૧
કરેલી વિચારણામાં અનેક નયોનો કે અનેક અપેક્ષાઓનો સમાવેશ હોવાથી તે અનેકાન્તરૂપ છે.
સારરૂપે એટલું કહી શકાય કે, કોઈ પણ પદાર્થની જેમ અનેકાન્ત પણ બે અપેક્ષાએ જોઈ શકાય. ૧. નયની અપેક્ષાએ ૨. પ્રમાણની અપેક્ષાએ, તેમાં નયની અપેક્ષા એ અપૂર્ણષ્ટિ છે અને તે એકાન્તરૂપ છે અને પ્રમાણની અપેક્ષા એ સંપૂર્ણદષ્ટિરૂપ છે અને અનેકાન્તરૂપ છે.
આથી જ તાર્કિક શિરોમણિ આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરીજીએ પણ સમ્મતિતર્કપ્રકરણમાં કહ્યું છે કે, જેમ અનેકાન્ત સિદ્ધાન્ત જગતના તમામ પદાર્થોમાં અનેક ધર્મો દર્શાવી તેમાં અનેકાન્ત ઊભો કરે છે તેમ અનેકાન્ત સ્વયં પણ સિદ્ધાન્તને બાધ ન આવે તે પ્રમાણે વિકલ્પનો વિષય થવા યોગ્ય છે એટલે કે અનેકાન્તમાં પણ અનેકાન્ત છે”.
અનેકાન્તની દૃષ્ટિથી જ્યારે અનેકાન્તને જોવાય ત્યારે અનેકાન્તસિદ્ધાન્ત અનેક ભિન્ન ભિન્ન દૃષ્ટિઓનો સમૂહ છે. તેથી તે એક દૃષ્ટિરૂપ નથી પણ અનેક દૃષ્ટિઓના અર્થાતુ અનેક ભિન્ન ભિન્ન નયોના સમૂહરૂપ છે. આ સ્વરૂપે તે એક દૃષ્ટિરૂપ નથી પણ અનેકાન્તરૂપ છે, અને જે એક એક નયરૂપ સ્વતંત્ર દૃષ્ટિ છે તે એકાન્તરૂ૫ છે.
આમ અનેકાન્ત એટલે બીજું કાંઈ નહીં પણ જુદી જુદી દૃષ્ટિરૂપ એકાન્તોનો સાચો સરવાળો. શરત એટલી કે તેમાં જે એકાન્ત છે તે યથાર્થતાનો વિરોધી ન હોવો જોઈએ, આથી જ અનેકાન્તમાં સાપેક્ષ (સમ્યગુ) એકાન્તોને સ્થાન છે, તેમાં સમ્યગૂ એકાન્ત સુનયની અપેક્ષાએ છે અને સમ્યગૂ અનેકાન્ત પ્રમાણની અપેક્ષાએ છે.”
આ રીતે નયની સૂક્ષ્મ વિચારસરણીના સહારે વિચારતાં એટલું સ્પષ્ટ થઈ જાય છે કે, જે અપેક્ષાએ અનેકાન્તમાં એકાન્ત છે તે અપેક્ષાએ એકાન્ત જ છે અને જે અપેક્ષાએ અનેકાન્તમાં અનેકાન્ત છે તે અપેક્ષાએ અનેકાન્ત જ છે. આમ, નય અને પ્રમાણની અપેક્ષાઓનો સહારો લેવાથી અનેકાન્તના સ્વરૂપનો સલભતાથી નિર્ણય થઈ જાય છે અને તેમાં અનવસ્થાનો દોષ પણ રહેતો નથી. પરિણામે અનેકાન્તમાં પણ અનેકાન્ત સ્વીકારવાથી અનેકાન્ત સર્વવ્યાપી સિદ્ધાન્ત બને છે. ll૪રો. અવતરણિકા :
અનેકાન્તમાં અનવસ્થા દોષ આવતો નથી એ વાત પૂર્વ શ્લોકમાં સિદ્ધ કરી, હવે અનેકાન્તમાં અન્યોન્યાશ્રયાદિ દોષો પણ આવતા નથી તે બતાવતાં કહે છેશ્લોક :
आत्माश्रयादयोऽप्यत्रे, सावकाशा न कर्हिचित् ।
ते हि प्रमाणसिद्धार्थात् , प्रकृत्यैव पराङ्मुखाः ||४३ ॥ 4. भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा नियमो वि होइ समयाविरोहेण ।।२७ ।। - સતિતર્વ-તૃતીયાને . 5. तत्र सम्यगेकान्तो नय उच्यते, सम्यगनेकान्तः प्रमाणम् । नयार्पणादेकान्तो भवत्येकनिश्चयप्रवणत्वात् । प्रमाणार्पणादनेकान्तो भवति अनेकनिश्चयाधिकरण- त्वात् ।
- તત્ત્વાર્થરાનવા ૨-૬-૬- / શાસ્ત્રવા, ચાદ્ભાવ ક્રિ. . /૧૦ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org