________________
૧૧૨
શબ્દાર્થ :
9.ઊત્ર - અહીં = અનેકાન્તમાં ૨. આત્માશ્રયાય: પિ - આત્માશ્રય આદિ દોષોનો પણ રૂ. ઋર્દિવિત્ - ક્યારેય ૪/૬. સાવજ્રાશા 7 - અવકાશ નથી. ૬. ફ્રિ - કારણ કે ૭. પ્રમાસિદ્ધાર્થાત્ - (સ્યાદ્વાદ) પ્રમાણસિદ્ધ અર્થ હોવાથી ૮/૬. તે પ્રત્યેવ - તે = આત્માશ્રય વગેરે દોષો પ્રકૃતિથી જ ૧૦. પરાર્મુલાઃ - પરાય઼મુખ છે - દૂર રહે છે.
શ્લોકાર્થ :
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અનવસ્થાની જેમ આત્માશ્રય આદિ દોષોનો પણ અનેકાન્તમાં ક્યારેય અવકાશ રહેતો નથી, કારણ કે અનેકાન્ત એ પ્રમાણસિદ્ધ અર્થ હોવાને કારણે અનેકાન્ત પ્રત્યે તે દોષો પ્રકૃતિથી જ દૂર રહે છે.
ભાવાર્થ :
અનેકાન્તના સિદ્ધાન્તમાં અનવસ્થા દોષ તો આવતો નથી, પરંતુ આત્માશ્રય વગેરે દોષો પણ સ્વાભાવિક રીતે જ તેની સામે ઊઠી શકતા નથી. કેમકે અનેકાન્ત પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ પદાર્થ છે.
વિશેષાર્થ :
સ્યાદ્વાદનો સિદ્ધાન્ત પ્રત્યક્ષાદિ અનેક પ્રમાણોથી સિદ્ધ છે. જગતની સર્વ વ્યવસ્થાઓ આ સિદ્ધાન્ત ઉપર નિર્ભર છે. પ્રમાણોથી સિદ્ધ એવા સ્યાદ્વાદમાં પૂર્વે જણાવ્યું તેમ અનવસ્થા દોષનો તો અવકાશ નથી જ, પરંતુ તે સિવાયના આત્માશ્રય, અન્યોન્યાશ્રય, ચક્રક વગેરે દોષો પણ સ્વાભાવિક રીતે જ સ્યાદ્વાદથી દૂર રહે છે.
પોતાની સિદ્ધિ માટે જ્યારે પોતાનો જ ઉલ્લેખ કરાય ત્યારે ‘આત્માશ્રય’ દોષ પ્રાપ્ત થાય છે. જેમકે, આત્માને નિત્ય માનનારા કોઈ પૂર્વપક્ષીને જ્યારે સ્યાદ્વાદી વિધાન કરે કે આત્મા એકાન્તે નિત્ય નથી અને એકાન્તે અનિત્ય પણ નથી; પરંતુ આત્મા નિત્યાનિત્યરૂપ અનેકાન્તસ્વરૂપવાળો છે, ત્યારે આત્માને એકાન્તે નિત્ય કે અનિત્ય માનનાર કોઈ પૂર્વપક્ષી પૂછે કે, આત્માને નિત્યાનિત્ય માનવામાં પ્રમાણ શું ? અને ત્યારે જવાબ આપતા જો સ્યાદ્વાદી એવું કહે કે અનેકાન્ત જ પ્રમાણ છે, તો ‘આત્માશ્રય' દોષ આવે, કેમકે અનેકાન્તની સિદ્ધિ માટે અનેકાન્ત જ પ્રમાણ છે એવું કહેવામાં આવ્યું છે.
વળી, પદાર્થની પ્રમાણરૂપે સિદ્ધિ કરવા માટે જ્યારે પરસ્પર એક બીજાની અપેક્ષા રખાય ત્યારે ‘અન્યોન્યાશ્રય' દોષ પ્રાપ્ત થાય, તેથી જ્યારે એમ કહેવામાં આવે કે આત્મા નિત્યાનિત્યાદિરૂપ છે તેમાં પ્રમાણ શાસ્ત્ર છે અને ત્યારે પુન: પ્રશ્ન કરાય કે શાસ્ત્ર કેમ આવું કહે છે ? તો જવાબ આપવામાં આવે કે આત્મા નિત્યાનિત્યાદિરૂપ છે માટે શાસ્ત્ર આવું કહે છે, તો અન્યોન્યાશ્રય દોષ આવે.
અન્યોન્યાશ્રય દોષના નિવારણ માટે જો એવું કહેવામાં આવે કે આત્મા નિત્યાનિત્યાદિ કેમ છે ? તો જવાબ અપાય કે શાસ્ત્ર તેમ કહે છે માટે; જ્યારે પુનઃ પ્રશ્ન થાય કે શાસ્ત્ર આવું કેમ કહે છે ? તો જવાબ અપાય કે સર્વજ્ઞનો અનુભવ તેમ છે માટે. ત્યાં વળી પ્રશ્ન થાય કે સર્વજ્ઞનો અનુભ. આવો કેમ છે ? તો ઘૂમી ફરીને પાછો એ જ જવાબ અપાય કે આત્માદિ પદાર્થો નિત્યાનિત્ય છે માટે. આ રીતે આત્માને નિત્યાનિત્યરૂપ અનેકાન્તરૂપે સિદ્ધ કરવામાં ‘ચક્રક’ દોષ લાગે.
આવા સર્વ દોષોને કા૨ણે અનેકાન્ત સિદ્ધ થઈ શકે નહીં એવું જો કોઈ કહેતું હોય તો તેને ગ્રન્થકા૨શ્રી કહે છે કે, અનેકાન્તમાં ક્યારે પણ આત્માશ્રય વગેરે દોષો આવતા નથી, કારણ કે સ્યાદ્વાદ પ્રત્યક્ષાદિ પ્રમાણથી
Jain Education International
For Personal & Private Use Only
www.ahir ludhary.org/