________________
૧૧૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
આ રીતે દૂર કરાય છે; આવું કહેવા દ્વારા ગ્રન્થકારશ્રી જણાવે છે કે જેમ અવ્યાખવૃત્તિ ધર્મોનો (વસ્તુના અમુક ભાગમાં રહેનારા ધર્મોનો) અવચ્છેદકના આધારે નિર્ણય થઈ શકે છે. તેમ બે વિરુદ્ધ ધર્મોનો પણ એક પદાર્થમાં અવચ્છેદકના આધારે નિર્ણય થઈ શકે છે. બસ આ જ પદ્ધતિથી અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ જે એકાન્ત અને અનેકાન્તરૂપ બે વિરુદ્ધ ધર્મો રહ્યા છે, તેનો નિર્ણય થઈ શકે છે. અવચ્છેદકના આધારે જ્યારે એકવાર નિર્ણય થઈ જશે કે અનેકાન્તનો સિદ્ધાન્ત આ અપેક્ષાએ એકાન્તરૂપ છે અને આ અપેક્ષાએ અનેકાન્તરૂપ છે ત્યારે અનવસ્થા પ્રાપ્ત નહીં થાય. કેમ કે જે અપેક્ષાએ અનેકાન્ત અનેકાન્તસ્વરૂપ છે તે અપેક્ષાએ તે અનેકાન્તરૂપ જ હોવાથી તેના ફરી ફરી બે વિભાગો પડશે નહીં અને એકાન્ત-અનેકાન્તની જે પરંપરા ચાલતી હતી તે પણ નહીં ચાલે. આમ, અવચ્છેદકનો આશ્રય કરવાથી અનવસ્થા દૂર કરાય છે.
જો કે વૃક્ષમાં સંયોગ અને સંયોગાભાવરૂપ બે અવ્યાખવૃત્તિધર્મોનો નિર્ણય કરવા માટે શાખા અને મૂળ એમ બે અવચ્છેદકો મળે છે; પરંતુ અનેકાન્તના સિદ્ધાન્તમાં એકાન્ત અને અનેકાન્તરૂપ અવ્યાખવૃત્તિધર્મોનો નિર્ણય કરવા કોઈ એવચ્છેદક દેખાતો નથી, માટે તેનો નિર્ણય કયા અવચ્છેદકથી કરવો ?' - આવો કોઈને પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે, “નય’ અને ‘પ્રમાણ” આ બે અવચ્છેદકના આધારે અનેકાન્તમાં (યાદ્વાદમાં) એકાન્ત અને અનેકાન્ત રૂપ બે વિરોધી ધર્મોનો નિર્ણય કરી શકાય છે. નય-અવચ્છેદન સ્યાદ્વાદ એકાન્તરૂપ છે અને પ્રમાણ-અવચ્છેદન સ્યાદ્વાદ અનેકાન્તસ્વરૂપ છે. આ વાત સમ્મતિતર્ક, અનેકાન્તવ્યવસ્થાપ્રકરણ, સ્વયમ્ભસ્તોત્ર આદિ ગ્રંથોમાં સુંદર રીતે સ્પષ્ટ કરાઈ છે.
સ્વયં ગ્રન્થકારે અનેકાન્તવ્યવસ્થાપ્રકરણ નામના ગ્રન્થમાં જણાવ્યું છે કે, “અનેકાન્ત પણ અનેકાન્તસ્વરૂપ છે. એવું કથન અમને ઇષ્ટ છે, કેમકે નયની અપેક્ષાથી તે એકાન્તસ્વરૂપ છે અને પ્રમાણની અપેક્ષાથી તે અનેકાન્ત સ્વરૂપ છે.”
નય” અને પ્રમાણ' આ બે અપેક્ષાઓનો આશ્રય કરીને અનેકાન્તના સિદ્ધાન્તના સ્વરૂપની વિચારણા કરવામાં આવે તો અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ “એકાન્ત” અને “અનેકાન્ત” રૂપ બે વિરુદ્ધ ધર્મોનો સમાવેશ થઈ શકે છે. આ બન્ને અપેક્ષાઓને આવરી લેતી સૂક્ષ્મ વિચારસરણીને ગ્રન્થકારશ્રી નયની સૂક્ષ્મ-ઇક્ષિકા એટલે કે નયની સૂક્ષ્મદ્રષ્ટિ કહે છે. આવી વિચારણાના અંતે એ સ્પષ્ટ થઈ જાય છે કે અનેકાન્તમાં પણ અનેકાન્ત છે. નયની અપેક્ષાએ તેમાં એકાત્ત છે અને પ્રમાણની અપેક્ષાએ તેમાં અનેકાન્ત છે. આવો સ્પષ્ટ નિર્ણય પ્રાપ્ત થતાં અનવસ્થાનો પણ કોઈ સવાલ ઉઠતો નથી.
સુનય પદાર્થને એક પાસાંથી કે એક angle અથવા એક dimension થી જુએ છે, તેથી કોઈ એક સુનયની અપેક્ષાએ વિચારતાં અનેકાન્તમાં એકાન્ત છે. જ્યારે પ્રમાણ પદાર્થને એક જ પાસાંથી નથી જોતો, પણ તે પદાર્થને સર્વાશે જુએ છે. પ્રમાણ એ all-dimensional approach છે, તેથી પ્રમાણની અપેક્ષાએ
2. આ વાતનો વિસ્તાર શ્લોક ૪૦ માં આવી ગયો છે. 3. अनेकान्तेऽप्यनेकान्त इतीष्टमस्माकमिति नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेत्येवमसौ ज्ञापनीयः । तथाहि-नित्यानित्यादिशबलैकस्वरूपे वस्तुनि
नित्यत्वाऽनित्यत्वाद्येकतरधर्मा-वच्छेदकावच्छेदेनैकतरधर्मात्मकत्वम्, उभयावच्छेदेन वोभयात्मकत्वमिति |xxxनित्यानित्यत्वादिसप्तधर्मात्मकत्वप्रतिपादकता-पर्याप्त्यधिकरणे अनेकान्तमहावाक्येऽपि सकलनयवाक्यावच्छेदेनोक्तरूपमनेकान्तात्मकत्वं, प्रत्येकनयवाक्यावच्छेदेन चैकान्तात्मकत्वं न दुर्वचमिति भावः ।
- મને+ન્તિવ્યવસ્થાપ્રફર || अनेकान्तेऽप्यनेकान्तः प्रमाण-नयसाधनः । अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितानयात् ।। - समन्तभद्राचार्यरचित - स्वयम्भूस्तोत्रे ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org