________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૨
અનેકાન્તના સિદ્ધાન્તમાં અનેકાન્ત સ્વીકારશો તો ‘અનવસ્થા’1 દોષ આવશે'. આ રીતે પૂર્વપક્ષીએ સ્યાદ્વાદના સિદ્ધાન્તમાં અનવસ્થા દોષનો જે આરોપ મુક્યો છે, તેનું ગ્રન્થકારશ્રીએ આ શ્લોકમાં નિરાકરણ કર્યું છે.
અનેકાન્તના સિદ્ધાન્તમાંથી અનવસ્થા દોષ કેવી રીતે દૂર થાય છે તે સમજવા માટે પહેલા અનેકાન્તમાં અનવસ્થા કેવી રીતે ઊભી કરે છે, તે સમજવું પડે. જ્યારે અનેકાન્તના સિદ્ધાન્તને પણ અનેકાન્તે સ્વીકારાય, ત્યારે એવું પ્રાપ્ત થાય કે અનેકાન્તના સિદ્ધાન્તમાં અપેક્ષાએ અનેકાન્ત છે અને અપેક્ષાએ એકાન્ત છે. તેથી અસત્ કલ્પનાથી અનેકાન્ત સિદ્ધાન્તના બે વિભાગની કલ્પના કરી શકાય : વિભાગ દ્ય જે અનેકાન્તસ્વરૂપ છે અને વિભાગ y જે એકાન્તસ્વરૂપ છે. હવે વિભાગ y જે એકાન્ત સ્વરૂપ છે તેમાં તો કોઈ વાંધો નથી, પરંતુ વિભાગ દ અનેકાન્તસ્વરૂપ હોવાથી તે પણ અપેક્ષાએ અનેકાન્ત અને અપેક્ષાએ એકાન્તરૂપ બનશે, તેથી તેના પણ ×1 અને y1 એમ એકાન્ત અને અનેકાન્તરૂપ બે વિભાગો પડશે. પુન: આ ×1 પણ અનેકાન્તરૂપ હોવાથી તેના પણ બે વિભાગો પડશે. આ રીતે બે વિભાગોની એક પરંપરા (chain) ચાલ્યા કરશે. જેનો કોઈ અંત જ નહીં આવે.
1.
અનેકાન્ત
1
અનેકાન્ત
x
Jain Education International
y
અનેકાન્તવાદ - સ્યાદ્વાદ
અનેકાન્ત
X
એકાન્ત
y'
એકાન્ત y2
૧૦૯
અનેકાન્ત અને એકાન્તના આવા વિભાગોને કારણે અનેકાન્તના સ્વરૂપનો કોઈ નિર્ણય જ નહીં થઈ શકે. જ્યાં કોઈ અવસ્થા (અટકવાનું સ્થાન) નથી એટલે કે કોઈ વસ્તુનો નિર્ણય નથી, તેને ‘અનવસ્થા' દોષ કહેવાય છે. પૂર્વપક્ષીનું કહેવું છે કે જો અનેકાન્તના સિદ્ધાન્તને અનેકાન્તે સ્વીકારાય તો આવો અનવસ્થા દોષ આવશે.
શ્લોકના પૂર્વાર્ધમાં અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ અનેકાન્ત સ્વીકારવાથી જે અનવસ્થા પ્રાપ્ત થાય છે, તેને
એકાન્ત
y
અનવસ્થા - 7 અવસ્થા રૂતિ અનવસ્થા - કોઈ અંતિમ નિર્ણય પર ન પહોંચવું તેને અનવસ્થા કહેવાય છે. કાર્ય-કારણની એક એવી પરંપરા કે જેનો કોઈ અંત ન આવે અથવા અસત્ કલ્પનાઓની પરંપરાને અનવસ્થા કહેવાય છે. આ એક પ્રકારનો તર્કદોષ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org