________________
૧૦૮
અવતરણિકા :
જ્યારે અનેકાન્તમાં આપેલા એક એક દોષનું નિરાકરણ કર્યું ત્યારે હવે પૂર્વપક્ષી શંકા કરે છે કે, ‘અનેકાન્તના સિદ્ધાન્તને તમે એકાન્તે સ્વીકારશો કે અનેકાન્તે ? જો એકાન્તે સ્વીકારશો તો અનેકાન્ત નાશ પામી જશે, અને અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ જો અનેકાન્ત હોય તો અનવસ્થા દોષ લાગશે' - તેનું નિરાકરણ કરતાં કહે છે
શ્લોક :
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
:
अनेकान्तेऽप्यनेकान्ता' - दनिष्ठेपा नयसूक्ष्मेक्षिकाप्रान्ते॑ विश्रान्तेः सुलभत्वतः॑
६
શબ્દાર્થ
૧/૨. અનેાન્તે પિ - અનેકાન્તમાં પણ રૂ. અનેાન્તાત્ - અનેકાન્ત હોવાથી ૪. નિષ્ઠા - (જે) અનવસ્થા પ્રાપ્ત થતી હતી (તે) . વમ્ - આ પ્રમાણે (૪૦,૪૧ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે) ૬. અવાતા - દૂ૨ ક૨ાય છે, ૭. નયસૂક્ષ્મક્ષિાપ્રાન્ત - નયની સૂક્ષ્મ દૃષ્ટિના અંતમાં ૮. વિશ્રાìઃ - વિશ્રાન્તિનું ૧. સુમત્વતઃ - સુલભપણું હોવાથી.
શ્લોકાર્થ :
Jain Education International
।
॥४२॥
અનેકાન્તના સિદ્ધાન્તમાં પણ અનેકાન્ત હોવાથી જે અનવસ્થા પ્રાપ્ત થતી હતી તે આ પ્રમાણે શ્લોક ૪૦, ૪૧માં જણાવ્યું તેમ અવચ્છેદકનો આશ્રય કરીને દૂર કરાય છે, કેમકે નયની સૂક્ષ્મદૃષ્ટિના અંતે વિશ્રાન્તિ સુલભ છે.
ભાવાર્થ :
અનેકાન્તમાં પણ અનેકાન્ત હોવાને કારણે તમારે ક્યાંય અંત નહિ આવે એટલે કે અનવસ્થા ચાલ્યા ક૨શે’ આવી પૂર્વપક્ષની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, ‘અમારે અનેકાન્તમાં પણ અનેકાન્ત માનવામાં કોઈ વાંધો નથી, કેમ કે પ્રમાણ અને નયની દૃષ્ટિરૂપ નયની સૂક્ષ્મ દૃષ્ટિથી સ્યાદ્વાદને જોવામાં આવે, તો એકાન્ત-અનેકાન્તનો સ્પષ્ટ નિર્ણય થઈ જાય છે. જ્યાં નિર્ણયસ્વરૂપ વિશ્રાન્તિ પ્રાપ્ત થઈ જાય છે ત્યાં અનવસ્થાનો સવાલ જ નથી રહેતો.
વિશેષાર્થ :
For Personal & Private Use Only
=
છેલ્લા દસ શ્લોકથી પૂર્વપક્ષીએ અનેકાન્તના સિદ્ધાન્તને દૂષિત કરવા અનેક દોષો આપ્યા છે. ગ્રન્થકારશ્રીએ તે સર્વનું તર્કબદ્ધ નિરાકરણ કરીને અનેકાન્તવાદને નિર્દોષ સ્થાપિત કર્યો છે. અનેકાન્તના સિદ્ધાન્તમાં જ્યારે અન્ય કોઈ દોષ આપી ન શકાયો ત્યારે તે પૂર્વપક્ષીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘તમે અનેકાન્તવાદને એકાન્તે સ્વીકારશો કે અનેકાન્તે ? જો એકાન્તે સ્વીકારશો તો અનેકાન્તવાદ સર્વત્ર ઘટે છે એવું નહીં કહી શકાય, કેમકે સ્યાદ્વાદના સિદ્ધાન્તમાં જ તે લાગુ નહીં પડે, તેથી તમારે તેને અનેકાન્તે સ્વીકારવો પડશે અને જો
www.jainelibrary.org