________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૨
૧૦૭
સમ્યગ્દર્શન' નામના પદાર્થને નયની દૃષ્ટિએ સમજવા જઈએ તો દરેક નય તેને જુદી જુદી રીતે મૂલવે છે. શુદ્ધ વ્યવહારાદિ નયો જેને જીવાદિ તત્ત્વો પ્રત્યે માત્ર શ્રદ્ધા હોય તેનામાં પણ સમ્યગુદર્શન ગુણ છે, તેમ માને છે. જ્યારે એવંભૂત નય જેવી શ્રદ્ધા હોય તેવું આચરણ દેખાતું હોય ત્યાં જ સમ્યગ્દર્શન છે, તેવું માને છે, માટે આ નય જેઓ સંપૂર્ણ પાપનો ત્યાગ કરી નિષ્પાપ જીવન જીવી રહ્યા હોય તેવા નિરતિચાર સંયમવાળા મહાત્માઓમાં જ સમ્યગ્દર્શનનો સ્વીકાર કરે છે. આમ, આ નયાનુસાર ‘સમ્યગુઆચરણા પૂર્વકની સમ્યકુશ્રદ્ધા” એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહેવાય, અને માત્ર સમ્મશ્રદ્ધા એ સમ્યગદર્શનનું સ્વરૂપ નહિ પણ પરરૂપ કહેવાય.
અશુદ્ધ વ્યવહારનય તો પ્રથમ ગુણસ્થાનકવર્તી વ્યક્તિ કે જેને માત્ર સમ્યગદર્શન ઉચ્ચરાવ્યું હોય અને તેની તમામ મયદાઓ બરાબર પાળતા હોય તેનામાં પણ સમ્યગ્ગદર્શન માને છે, તેથી તેના મતે ‘સુદેવ-સુગુરુ સુધર્મનો સ્વીકાર' –એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહેવાય.
આ રીતે નૈગમનયથી માંડીને છેક એવંભૂતન સ્વરૂપ નયના અંત્યભેદ સુધી સમ્યગદર્શનનું સ્વરૂપ બદલાયા કરે છે. અન્ય નયોથી સમ્યગૂ શ્રદ્ધા એ સમ્યગુદર્શનનું સ્વરૂપ હતું, તો તે જ સમ્યગૂ શ્રદ્ધા એવંભૂતનયથી પરરૂપ બની જાય છે. પૂર્વ શ્લોકમાં જણાવ્યું તે રીતે અવચ્છેદકના આધારે પણ તેના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો નથી; કેમ કે અસ્તિત્વસંબંધાવચ્છેદેન એક નય ચોથા ગુણસ્થાનકવર્તી સાધકમાં સમ્યગદર્શન સ્વીકારે છે તો તે જ સંબંધથી બીજો નય સ્વીકારતો નથી, તેથી અવચ્છેદકના આધારે પણ પદાર્થના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો નથી. વળી આવા નિર્ણયના અભાવમાં કયા પદાર્થમાં આ ઘટ છે,' કે “આ પટ છે' વગેરે વ્યવહાર કરવો, તે પણ નક્કી કરી શકાતું નથી. ઉપરછલ્લી દૃષ્ટિએ પૂર્વપક્ષીની આ મુંઝવણ યોગ્ય લાગે પણ વાસ્તવમાં તે યોગ્ય નથી.
નયે નયે સ્વરૂપમાં ફેરફાર થતો હોવા છતાં પણ અભિપ્રેતના આશ્રયથી સ્વરૂપનો નિર્ણય થઈ શકે છે. અભિપ્રેત એટલે નયના અભિપ્રાયથી વિવક્ષિત વસ્તુ. જે નયને જેવા પ્રકારનો પદાર્થ અભિપ્રેત હોય, તેના આધારે જ વ્યવહાર કરી શકાય, તેથી એવંભૂતનયથી નિરતિચાર સંયમવાળા મુનિમાં જ સમ્યગદર્શન મનાશે. શુદ્ધ વ્યવહારનય વળી ચોથા ગુણસ્થાનકવાળા અવિરતિધરમાં પણ સમ્યગુદર્શન માનશે, અને અશુદ્ધ વ્યવહારનય વળી વ્યવહારથી સમ્યકત્વવ્રત ઉચ્ચારનાર વ્યક્તિમાં પણ સમ્યગદર્શનનો વ્યવહાર કરશે.
આ જ રીતે તીર્થંકરના વિષયોમાં પણ દરેક નયોના અભિપ્રાયો અલગ-અલગ છે. નૈગમનયના અભિપ્રાયથી ભવિષ્યમાં જે વ્યક્તિ તીર્થંકરનામકર્મનો બંધ કરવાની હોય તેવી વ્યક્તિ પણ તીર્થકર તરીકે અભિપ્રેત છે, તેથી તેના આધારે મરીચિને તીર્થકર કહેવાય છે. આ નયના અભિપ્રાયને સ્વીકારીને ભરત મહારાજા મરીચિમાં તીર્થકરનો વ્યવહાર કરે છે; પરંતુ વ્યવહારનય જેમાં તીર્થકરને અનુરૂપ કોઈ લક્ષણ ન જણાય ત્યાં તીર્થકરનો વ્યવહાર કરતો નથી, તેથી વ્યવહાર નયને અનુસરતા ઇન્દ્રમહારાજે મરીચિનો જન્માભિષેક આદિ ન કર્યા. વ્યવહારનય તો નજીકમાં જેઓ તીર્થકર થવાના હોય અને જેનામાં પુણ્ય પ્રભાવ આદિ વિશિષ્ટ ગુણો દેખાતા હોય ત્યાં જ તીર્થકરનો વ્યવહાર કરે છે. આ નયનું અવલંબન લઈને જ ઇન્દ્રમહારાજા, જેઓ તે ભવમાં જ તીર્થકર થવાના છે અને માતાના ગર્ભમાં આવતાં જ જેમના પુણ્યના ચમકારા જણાઈ આવે છે તેવા, ત્રિશલા માતાના પુત્ર આદિનો મેરુપર્વત ઉપર જઈ જન્માભિષેક કરે છે. આમ જે વખતે જે નયના સંદર્ભથી વાત ચાલતી હોય તે નયના સંદર્ભને આશ્રયીને પદાર્થના સ્વરૂપનો એક ચોક્કસ નિર્ણય પણ થઈ શકે છે અને તદનુસાર વ્યવહાર પણ પ્રવર્તી શકે છે. I૪૧||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org