________________
૧૦૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં જોયું કે સ્વ-રૂપ અને પર-રૂપનો અનેકાન્ત હોવા છતાં જુદા જુદા અવચ્છેદકના આધારે વસ્તસ્વરૂપનો નિર્ણય થઈ શકે છે અને તેમાં બદલાવ પણ આવતો નથી. ત્યાં પુર્વપક્ષી શંકા કરે છે કે, “અવચ્છેદકના આધારે વસ્તુ સ્વરૂપનો જે નિર્ણય થાય તેમાં ભલે ફેરફાર ન થાય, પરંતુ નૈગમ વગેરે નયોના અભિપ્રાયો બદલાવવાના કારણે વસ્તસ્વરૂપનો નિર્ણય પણ બદલાઈ જાય, તેથી એક નયથી ઘટનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ અન્ય નયથી રહે નહીં, અન્ય નયથી ઘટનું સ્વરૂપ જ બદલાઈ જશે, તેથી ઘટના સ્વરૂપનો કોઈ નિર્ણય થશે નહીં. પરિણામે આ ઘટ છે – આ પટ છે એવો વ્યવહાર પણ નહીં થઈ શકે.” આવી શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
आनेगमान्त्यभेदं तत् परावृत्तावपि स्फुटम् ।
अभिप्रेताश्रयेणैव निर्णयो व्यवहारकः ॥४१॥ શબ્દાર્થ :
9.સને 17મેટું - નૈગમનયથી આરંભીને એવંભૂતન સ્વરૂપ અંત્ય ભેદ સુધી ૨. તત્ - તેની = સ્વરૂપ અને પર-રૂપની રૂ. 5ટમ્ - સ્પષ્ટ ૪. પરીવૃત્તી પિ - પરાવૃત્તિ = ફેરફાર હોવા છતાં પણ ૬. મuતાશ્રયેળ વ - અભિપ્રેતના આશ્રયથી જ થતો ૬. નિય: - નિર્ણય ૭. વ્યવહાર: - વ્યવહારને કરનારી છે. શ્લોકાર્થ : નગમનયથી માંડીને છેક સાત નયોમાં છેલ્લા ભેદરૂપ એવંભૂતનય સુધી વસ્તુના સ્વરૂપ અને પર-રૂપવિષયક અભિપ્રાયો સ્પષ્ટપણે બદલાયા કરે છે, તોપણ અભિપ્રેતના આશ્રયથી જ જે નિર્ણય થાય છે, તેના આધારે વ્યવહાર કરી શકાય છે. ભાવાર્થ :
નૈગમનયથી શરૂ કરીને એવંભૂત નય સુધી પદાર્થના સ્વરૂપસંબંધી અભિપ્રાયો બદલાયા કરે છે. આ રીતે નયે નયે પદાર્થનું સ્વરૂપ બદલાતું હોવા છતાં વ્યવહારને ચલાવનારા નિર્ણયો અટકી પડતા નથી. જે નયને જેવા પ્રકારનો પદાર્થ અભિપ્રેત હોય તેના આધારે વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. જેમકે એવંભૂતનયને તીર્થની સ્થાપના કરી રહેલા તીર્થકર જ તીર્થકર તરીકે અભિપ્રેત છે, તેથી તે દ્વાદશાંગીની રચના કરીને પ્રભુ સમક્ષ નતમસ્તકે ઊભેલા ગણધર ભગવંતો ઉપર વાસનિક્ષેપ કરતા અરિહંત પરમાત્મામાં જ તીર્થકરનો વ્યવહાર કરે છે, પરંતુ અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત વિહાર કરતા અરિહંત પરમાત્મામાં તીર્થકરનો વ્યવહાર કરતો નથી. વિશેષાર્થ :
નૈગમ-૧, સંગ્રહ-૨, વ્યવહાર-૩, ઋજુસુત્ર-૪ શબ્દ-૫, સમભિરૂઢ-૯ અને એવંભૂત-૭ : આમ કુલ સાત નયો છે. આ દરેક નયના અલગ અલગ દૃષ્ટિકોણ છે. તેથી સ્યાદવાદની દૃષ્ટિએ જ્યારે આવે ત્યારે એક જ પદાર્થના વિષયમાં દરેક નયો પોત-પોતાના દૃષ્ટિકોણ મુજબ જુદા જુદા અભિપ્રાયો આપતાં હોય છે, તેથી નયદૃષ્ટિથી વિચારતાં દરેક નયથી એક જ પદાર્થનું જુદું જુદું જ સ્વરૂપ સામે આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org