________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૧
૧૦૫
સંશયને દૂર કરવા “અવચ્છેદકનો પ્રયોગ કરે છે. તે લોકોનું કહેવું છે કે, શાખા-અવચ્છેદન વૃક્ષ કપિસંયોગીવાંદરાના સંબંધવાળુ છે એટલે કે શાખાના વિભાગને આગળ કરીને વૃક્ષના સ્વરૂપની વિચારણા કરવામાં આવે તો તેને કપિસંયોગી -વાંદરાના સંબંધવાળું કહેવાય, અને મૂળ-અવચ્છેદન વૃક્ષ કપિસંયોગી નથી એટલે મૂળને આશ્રયીને વિચાર કરાય તો વૃક્ષ કપિસંયોગી ન કહેવાય.
આમ, સંયોગ અને સંયોગાભાવનો અનેકાન્ત હોવા છતાં પણ અવચ્છેદકનો આશ્રય લઈને સંશય પેદા કરે એવા બે વિકલ્પો દૂર કરાયા અને તેના કારણે જે બે નિર્ણયો કરાયા કે “શાખાવચ્છેદેન વૃક્ષ કપિસંયોગવાળું છે” અને “મૂલાવચ્છેદેન વૃક્ષ કપિસંયોગના અભાવવાળું છે તે બન્ને નિર્ણયોમાં કોઈ ફેરફાર થતો નથી. આના ઉપરથી નક્કી થાય કે ભાવ-અભાવનો અનેકાન્ત હોવા છતાં અવચ્છેદકના ભેદથી બન્ને ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરી શકાય છે.
આવી જ રીતે સ્વ-રૂપ અને પર-રૂપના અનેકાન્તની પણ સંગતિ થઈ શકે છે. જેમકે સામે પડેલા ઘડામાં ઘટના સ્વરૂપનું અસ્તિત્વ છે અથવા તે ઘટ સ્વરૂપે સત્ છે તેમ કહી શકાય. વળી તે જ ઘટમાં ઘટ સિવાય બીજું કોઈ પર-રૂપ નથી તેથી તેમાં પર-રૂપનું અસ્તિત્વ નથી, નાસ્તિત્વ છે અથવા તે ઘટ પર-રૂપે અસત્ છે તેમ કહી શકાય. ન્યાયની ભાષામાં એમ કહેવાય છે કે, “અસ્તિત્વસંબંધાવચ્છિન્ન ઘટ સ્વ-રૂપવાળો છે અને નાસ્તિત્વસંબંધાવચ્છિન્ન તે જ ઘટ પર-રૂપવાળો છે.”
ઘટ ઘટરૂપે અસ્તિ છે અને પટરૂપે નાસ્તિ છે. મતલબ કે ઘડો ઘડા રૂપે છે કપડા રૂપે નથી, તેથી અસ્તિત્વની દૃષ્ટિએ વિચારીએ તો ઘટ ઘટસ્વરૂપ છે અને નાસ્તિત્વની દૃષ્ટિએ વિચારીએ તો ઘટ પટસ્વરૂપ પણ છે, તેથી ઘટમાં સ્વ-રૂપ પણ છે અને પર-રૂપ પણ છે. આ રીતે ઘટમાં સ્વ-રૂપ અને પર-રૂપનો અનેકાન્ત પ્રાપ્ત થાય છે, તોપણ અવચ્છેદકના આધારે સ્વ-રૂપ અને પર-રૂપનો નિર્ણય કરી શકાય છે. અસ્તિત્વસંબંધાવચ્છેદન ઘટ ઘટસ્વરૂપ છે અને નાસ્તિત્વ- સંબંધાવચ્છેદન ઘટ પરરૂપ છે.
આમ, ઘટમાં ભિન્ન ભિન્ન અવચ્છેદકથી રહેલા સ્વ-રૂપ અને પર-રૂપનો અનેકાન્ત હોવા છતાં પણ ઘટવાવચ્છિન્ન ઘટમાં જે સ્વ-રૂપનો નિર્ણય થયો છે, તે નિર્ણયમાં કોઈ બદલાવ આવતો નથી, ઊલટો સ્વ-રૂપ અને પર-રૂપનો અનેકાન્ત ઘટનો વિશેષ બોધ કરાવે છે.
આ બે શ્લોકની ચર્ચાના આધારે નક્કી કરી શકાય કે, જેમ બે જુદા જુદા અવચ્છેદકથી સંયોગ અને સંયોગાભાવ જેવા વિરુદ્ધ ધર્મો એકી સમયે એકત્ર રહી શકે છે, તેમ જુદી જુદી અપેક્ષાએ સ્વરૂપ-પરરૂપનો, સતુ-અસત્નો કે નિત્ય-અનિત્યનો અનેકાન્ત પણ એક જ વસ્તુમાં પ્રાપ્ત થઈ શકે છે અને તેના કારણે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવામાં કોઈ બાધ આવતો નથી. ઊલટું વસ્તુનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ થાય છે. ૩૯-૪ll
3. અવચ્છેદક એ નૈયાયિક ગ્રન્થોનો એક પારિભાષિક શબ્દ છે, તેનો અર્થ નિયંત્રક, જ્ઞાપક કે વ્યાવર્તક થાય છે. જે ધર્મને
આગળ કરીને પદાર્થ ઓળખાય કે જે ધર્મથી પદાર્થ જણાય અથવા જે ધર્મથી પદાર્થ અન્ય પદાર્થથી વિલક્ષણ છે તેવું નક્કી કરી શકાય તેને અવચ્છેદક કહેવાય, છતાં આ વિષયમાં વિશેષ જાણકારી તો તર્કસંગ્રહ, મુક્તાવલી વગેરે ન્યાયશાસ્ત્રના ગ્રંથોમાંથી જ મેળવી શકાય. સામાન્યથી અવચ્છેદક ની વ્યાખ્યા આ પ્રમાણે છે : अन्यूनानतिरिक्तधर्मोऽवच्छेदकः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org