SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૮ ૧૦૧ જ્યારે તે બધાનો વિષય અંદરોઅંદર એક બીજા સાથે ગોઠવાઈ જાય અને બધા જુદા જુદા વિષયના પ્રતિપાદક હોવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તે તો તે દરેક પોતાનું ખાસ નામ છોડી “સમ્યગ્દર્શન” નામ ધારણ કરે છે. રત્નોનું હારપણું પરોવણી અને ગોઠવણી ઉપર અવલંબે છે; તેમ નયવાદોના સમૂહનું “સમ્યગ્દષ્ટિપણું' તેમની પરસ્પર અપેક્ષા ઉપર અવલંબે છે. આમ વિરોધી વિચારસણીઓને જ્યારે અપેક્ષાભેદથી જોડી દેવામાં આવે તો વિરોધ આવતો જ નથી, પરંતુ આવા જોડાણથી જ જગતને જોવાનો સાચો દૃષ્ટિકોણ = સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આથી જ સમ્મતિ પ્રકરણના અંતે અનેકાન્તવાદનો સાર જણાવતાં કહ્યું છે કે, જૈનદર્શન મિથ્યાદર્શનોનો સમૂહ છે, અને ખૂબીની વાત તો એ છે કે મિથ્યા માન્યતાનો સમૂહ હોવા છતાં તે સમ્યગૂ બની જાય છે. કેમ કે અનેકાન્તવાદની વિશેષતા જ એ છે કે તે છૂટી છૂટી અને એકબીજાને અવગણતી હોવાથી ખોટી ઠરતી હોય તેવી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી તેની ઉપયોગીતા સાધી આપે છે. આમ, અનેકાન્તદર્શન જૈનદર્શન) અનેક પરસ્પર વિરોધી દૃષ્ટિઓનો સમુચિત સરવાળો હોવાથી તે ભલે ને ગમે તેટલું જટિલ હોય પણ તટસ્થ અને મધ્યસ્થ મુમુક્ષુ માટે તો તે વગર મહેનતે સમજી શકાય તેવું છે. મહાપુરુષોએ તો અનેકાન્તસ્વરૂપ જિનવચનને અમૃતસાર કહી બિરદાવ્યું છે, કેમકે તે ક્લેશોનો નાશ કરી માધ્યય્યની વૃદ્ધિ કરી અમરપણાને પ્રાપ્ત કરાવે છે. II૩૭ll 1. जहडणेयलक्खणगुणा वेरुलियाइ मणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्धमुल्ला वि ।।२२।। જેવી રીતે અનેક લક્ષણ અને ગુણવાળા વૈડૂર્ય વગેરે રત્નો બહુ કીમતી હોવા છતાં છૂટાં છૂટાં હોય, તો રત્નાવલી-હાર નામ નથી પામતાં. ll૨૨ા. तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मइंसणसदं सव्वे वि णया ण पावेंति ।।२३।। તેવી રીતે બધાં નયો પોતપોતાના પક્ષમાં વધારે નિશ્ચિત હોવા છતાં પણ અંદરોઅંદર એકબીજા સાથે નિરપેક્ષ હોઈ સમ્યગ્દર્શન' વ્યવહાર પામી શકતા નથી. Il૨all जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । 'रयणावलि' त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।।२४।। વળી, જેમ તે જ મણિઓ દોરામાં ખાસ ખાસ ભાગ પાડી તે પ્રમાણે ગોઠવવામાં આવ્યા હોય, તો “રત્નાવલી' એમ કહેવાય છે; અને પોતાનાં જુદાં જુદાં નામો છોડી દે છે. ૨૪ तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मइंसणसदं लहन्ति ण विसेससण्णाओ ।।२५।। તેમ બધા નયવાદો ઘટતી રીતે ગોઠવાઈ વ્યવસ્થિત અર્થવાળા થાય, તો “સમ્યગ્દર્શન' વ્યવહાર પામે છે; વિશેષ સંજ્ઞા પામતા નથી. ૨પા - સમ્પતિતપ્રકરણ - પ્રથમઝા || 2. भई मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।६९।। - સર્ણાતિતપ્રકરણ - તૃતીયાઝે || મિથ્યાદર્શનોના સમૂહરૂપ, અમૃત (અમરપણું) આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હો. llફો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy