________________
૧૦૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
અપેક્ષાભેદથી વિરોધ કઈ રીતે ન થાય તે વસ્તુ એક વ્યવહારિક દૃષ્ટાન્ત દ્વારા ગ્રંથકારશ્રી દર્શાવે છેશ્લોક :
भिन्नापेक्षा यथैकंत्र पितृपुत्रादिकल्पना ।
नित्यानित्याद्यनेकान्तस्तथैव न विरोत्स्यते ॥३८॥ શબ્દાર્થ :
9. યથા - જેમ ૨. પુત્ર - એક વ્યક્તિમાં) રૂ. મિનાપેક્ષા - અપેક્ષાભદવાળી ૪. પિતૃપુત્રાદ્રિઢત્પના - પિતા-પુત્રાદિની કલ્પના (વિરોધી નથી) ૬. તથા ઇવ - તેમ જ ૬. નિત્યનિત્યાઘનેશાન્ત: - (એક વસ્તુમાં) નિત્ય-અનિત્ય આદિ અનેકાન્ત ૭/૮ (કવિ). ન વિરોલ્યરે - પણ વિરોધ પામશે નહીં. શ્લોકાર્થ :
જેમ એક જ વ્યક્તિમાં અપેક્ષાભેદથી પિતા-પુત્રાદિની કલ્પના વિરોધી બનતી નથી, તેમ એક જ પદાર્થમાં નિત્ય-અનિત્યાદિસ્વરૂપ અનેકાન્ત પણ વિરોધી થશે નહિ. ભાવાર્થ :
પિતા અને પુત્ર જેવા વિરોધી ધર્મ અપેક્ષાના ભેદથી જેમ એકત્ર-એક જ વ્યક્તિમાં જોવા મળે છે તેમ એક જ પદાર્થમાં નિત્ય-અનિત્યાદિસ્વરૂપ અનેકાન્ત પણ ઘટી શકે છે. અપેક્ષાભેદથી એક જ પદાર્થમાં નિત્યઅનિત્યાદિ સ્વરૂપ વિરોધી ધર્મને સ્વીકારવામાં પણ કોઈ વાંધો આવતો નથી. વિશેષાર્થ :
વ્યવહારમાં આ વસ્તુ સ્પષ્ટ જોવા મળે છે કે પિતા અને પુત્ર જેવા વિરોધી ધર્મો પણ અપેક્ષાભેદથી એક વ્યક્તિમાં ઘટી શકે છે. એક જ વ્યક્તિ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર હોય છે અને તે જ વ્યક્તિ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ હોય છે અને એ જ વ્યક્તિ પોતાની બહેનની અપેક્ષાએ ભાઈ પણ હોઈ શકે છે; એટલે એક જ વ્યક્તિમાં અપેક્ષાભેદથી પિતા, પુત્ર, બંધુ આદિ વિરોધી ધર્મો પણ ઘટે છે. તે જ રીતે એક જ પદાર્થમાં અપેક્ષાભેદ દ્વારા વિરોધી ગણાતા નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, ભેદ-અભેદ વિગેરે ધર્મો પણ ઘટી શકે છે. જેમ કે, જે વસ્તુ દ્રવ્યરૂપે સદા અવસ્થાનવાળી હોવાથી દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ દ્રવ્યરૂપે નિત્ય છે, તે જ વસ્તુ પર્યાયરૂપે સદા પરિવર્તનશીલ હોવાથી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિએ પર્યાયરૂપે અનિત્ય પણ છે. આ રીતે અપેક્ષાભેદથી વસ્તુના અનેક ધર્મનું કથન કરનાર અનેકાન્તવાદ કઈ રીતે વિરોધી થાય ? અર્થાત ન થાય. ||૩૮.
1. તુલની :
पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ।।१७।। એક જ પુરુષ જુદા જુદા સંબંધથી પિતા, પુત્ર, પૌત્ર, ભાણિયો, ભાઈ વગેરે છે. કારણ કે તે એકનો પિતા થવા માત્રથી કાંઈ બીજા બધાનો પિતા થતો નથી.
- સતિતપ્રકરણ - તૃતીયાજ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org